SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +++++++++++++++++ ૨૦૧ ઉત્તમ ગુણકારી હુએજી, સ્વાર્થ વિના સુજાણ; કરસણ સિંચે સર ભરેજી, મેહ ન માગે દાણ રે. જિનજી. ૧૬ તું ઉપકારી ગુણનીલોજી, તું સેવક પ્રતિપાળ; તું સમરથ સુખ પૂરવાજી, કર મારી સંભાળ રે. જિનજી. ૧૭ તુજને શુ કહીએ ઘણુંજી, તું સઉ વાતે રે જાણ; મુજને થાજો સાહિબાજી, ભવ ભવ તાહરી આણ રે. જિનજી. ૧૮ નાભિરાયા કુળચંદલોજી, મરૂદેવીનો રે નંદ; કહે જિન હરખ નિવાજ્યોજી, દેજો પરમાનંદ રે. જિનજી. ૧૯ (૨૩ (રાગ-ગિરિવરીયાની ટોચે રે) ૠષભ જિનેશ્વર સ્વામી રે, અરજી માહરી અવધારો કંઈ ત્રણ ભુવનના દેવ જો, કરૂણાનંદ અખંડ રે જ્યોતિ સ્વરૂપ છો, એહવા જોઇને મે આદરી તુમ સેવ જો. ૧ લાખ ચોરાશી યોનિ રે વારોવાર ભો, ચોવીશે દંડકે ઉભગ્યું મારૂં મન જો, નિગોદાદિક ફરસી રે સ્થાવર હું થો, એમ રે ભમતો આવ્યો વિગલેન્દ્રિય ઉત્પન્ન જો, ૨ તિર્યંચ પંચેન્દ્રિ તણા રે ભવ મેં બહુ કર્યા, ફરસી ફરસી ચૌદ રાજ મહારાજ જો, દશ દૃષ્ટાંતે દોહિલો મનુષ્યજન્મ અવતર્યો, એમ રે ચઢતો આવ્યો શેરીએ શિવકાજ જો. ૩ જગતતણા બાંધવ રે જગસથ્થવાહ છો, જગતગુરુ જગરઅણ એ દેવ જો અજરામર અવિનાશી રે જ્યોતિ સ્વરૂપ છો, સુરનર કરતાં તુજ ચરણની સેવ જો. ૪ *************** For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy