SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ****************** ૧૯૧ (૧૦ (રાગ-અંતરજામી સુણ અલવેસર) હું તો પાયો પ્રભુના પાય રે, આણ ન લોડું રે, હું તો સાંભળી તારા વેણ કે કાનમાં રોપું રે, જન્મમરણના ફેરા ફરતાં, મેં તો ધ્યાયા ન દેવાધિદેવા, કુગુરૂ કુશાસ્ત્ર તણા ઉપદેશે, લાધી નહીં પ્રભુસેવા. ૧ કનક-કથીરનો ભેદ ન જાણ્યો, મેં તો કાચ મણિ સમ તોલ્યા, વિવેકતણી મેં વાત ન જાણી, વિષ અમૃત કરી ઘોલ્યા. ૨ સમકિતનો લવલેશ ન સમજ્યો, હું તો મિથ્યામતમાં ખૂંચ્યો, પાપ તણે પંથે પરિવરિયો, વિષયે કરી વિગુત્તો. ૩ કોઈક પૂરવ પુન્ય સંયોગે, આરજ કુળે અવતરીયો, આદીશ્વર સાહિબ મુજ મલીયો, તારક ભવજલ તરીયો. ૪ આટલા દિન મેં વાત ન જાણી,તુજથી રહીયો અલગો, ઉદયરત્ન કહે આજ થકી હું તો, તારે પાયે વળગ્યો. ૫ ૧૧ નીલુડીરાયણ શીતલ છાયા, ૠષભ જિણંદ સમોસર્યા રે, ભરત ચક્રવર્તી વંદન આવ્યા સંશય તાતને પૂછીયા રે. ૧ કહો તાતજી શા પુણ્ય તીર્થંકર થયા, શા પુણ્યે અમે ચક્રવર્તી રે, શા પુણ્યે બાહુબલી રાણા થયા, શા પુન્યે માતાજી મરૂદેવા રે. ૨ શા પુણ્યે બ્રાહ્મી સુંદરી થયા, શા પુણ્યે સુંદરી શિવવર્યા રે, ૠષભ કહે સુણો ભરતજી રાય, પૂર્વભવની કહું વાતડી રે. ૩ દાન સુપાત્ર અમે વહોરાવીયા, તે પુણ્યે અમે તીર્થંકર રે, પાંચસો મુનિને ભાત પાણી વહોરાવ્યાં, તે પુણ્યે તમે ચક્રવર્તી રે. ૪ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy