SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *********** ૧૮૫ જ્યાં સોહે શાંતિ દાદા, સોલમા જિન ત્રિભુવન ભ્રાતા; પોળે જાતાં સૌ પહેલાં પ્રણામ છે. સૌ ૮ જ્યા ચક્કેશ્વરી છે માતા, વાઘેસ્વરી દે સુખશાતા; કવડજક્ષાદિ દેવતાઓ તમામ છે. સૌ૦ ૯ જ્યાં આર્દીશ્વર બિરાજે, જે ભવની ભાવઠ ભાંગે; પ્રભુજી પ્યારા નિરાગી ને નિષ્કામ છે. સૌ ૧૦ જ્યાં સોહે પુંડરિક સ્વામી, ગિરૂઆ ગણધર ગુણગામી; અંતરજામી આતમના આરામ છે. સૌ૦ ૧૧ જ્યાં રાયણ છાંચ નિલુડી, પ્રભુ પગલાં પરે પરે રૂડી; શીતળકારી એ વૃક્ષનો વિસામ છે. સૌ૦ ૧૨ જ્યાં નિરખીને નવ ટુંકો, જબ થાયે પાતિકનો ભૂક્કો; દિવ્ય દેહરાનાં અલૌકિક કામ છે. સૌ૦ ૧૩ જ્યાં ગૃહિલીંગ અનંતા, સિદ્ધિ પદ પામ્યા સંતા; પંચમ કાલે એ મુક્તિનું મુકામ છે. સૌ૦ ૧૪ જ્યાં કમલસૂરિ ગુણ ગાવે, તે લાભ અનંતો પાવે; જાત્રા કરવા હૈડાને મોટી હામ છે. સૌ૦ ૧૫ (૩૨ પ્રભુજી જાવું પાલીતાણા શહેર કે, મન હરખે ઘણું રે લોલ; પ્રભુજી સંઘ ઘણેરાં આવે કે, એ ગિરિ ભેટવા રે લોલ, પ્રભુજી આવ્યું પાલીતાણા શહેર કે, તલાટી શોભતી રે લોલ. ૧ પ્રભુજી ગિરિવર ચઢતાં કે, મન હરખે ઘણું રે લોલ; પ્રભુજી આવ્યો હીંગલાજનો હડો કે, કેડે હાથ દઈ ચડો રે લોલ, ૨ પ્રભુજી આવી રામ જ પોલ કે સામી મોતીવસહી રે લોલ; મોતીવસહી દીઠે ઝાકઝમાલ કે, જોવાની જુગતી ભલી રે લોલ. ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy