SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેરૂપર્વત ચૈત્ય. ઘણેરાં, ચઉમુખ બિંબ અનેક; બાવન જિનાલય દેવળ નીરખી, હરખ લહુ અતીરેક. તુમ તો પj સહસફણાને શામળા પાસજી, સમોવસરણ મંડાણ; છીપાવશીને ખરતરવશી, કંઈ પ્રેમાવશી પરમાણ. તમે તો ૬ સંવત અઢાર ઓગણ પચાશે, ફાગણ અષ્ટમી દીન; ઉજ્વળ પક્ષે ઉજ્વળ હુઓ કાંઈ, ગિરિ ફરસ્યા મુજ મન. તમે તો છે ઇત્યાદિક જિન બિંબ નીહાળી, સાંભરી સિદ્ધની શ્રેણ; ઉત્તમ ગિરિવર કેણિ પરે વીસરે, પદ્મવિજય કહે જેણ. તમે તો ૮ મનના મનોરથ સવિ ફળ્યા એ, સિધ્ધાં વાંછિત કાજ; પૂજો ગિરિરાજને રે, પ્રાચે એ ગિરિ શાશ્વતો એ, ભવજલ તરવા જહાજ. પૂજો૧ મણિ માણેક મુક્તાફળે એ, રજત કનકનાં ફૂલ, પૂજો કેસર ચંદન ઘસી ઘણાં એ, બીજી વસ્તુ અમૂલ. પૂજો. ૨ છઠે અંગે દાખીઓ એ, આઠમે અંગે ભાખ; પૂજો સ્થિરાવલિ પન્ન વરણવ્યો એ, એ આગમની સાખ. પૂજો. ૩ વિમલ કરે ભવિલોકને એ, તેણે વિમલાચલ જાણ; પૂજો શુક રાજાથી વિસ્તર્યો એ, શત્રુંજય ગુણખાણ. પૂજો૦ ૪ પુંડરીક ગણધરથી થયો એ, પુંડરીકગિરિ ગુણધામ; પૂજો સુરનરકૃત એમ જાણીએ એક ઉત્તમ એકવીશ નામ. પૂજો૫ એ ગિરિવરના ગુણ ઘણાં એ, નાણીએ નવિ કહેવાય; પૂજો. જાણે પણ કહી નવિ શકે એ, મૂક ગુડને જાય. પૂજો. ૬ ગિરિવર ફરસન નવિ કર્યો છે, તે રહ્યો ગરમાવાસ, પૂજો નમન દર્શન ફરશન કર્યો છે, પૂરે મનની આશ. પૂજ૦ ૦ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy