SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૂરણ એ ગતિ ચારનો, ધર્મ ચક્રી નિણંદ: જ્ઞાનાનંદે પૂરણો, નમતાં અતિ આણંદ. ૧ આગારવાસ છાંડી કરી, ગૃહે સંચમભાર; દેવ મનુ તિર્યંચનાં, ઉપસર્ગ સહાાં અપાર, તપ તપતાં થયા કેવલી, સ્વામી ત્રિભુવન ઇશ; ભાવ ધરી ચિત્તમાં ઘણો, વંદું જિન ચોવીશ. ૨ ત્રિભુવનપતિ ત્રિશલાતણો, સમવસરણ મઝાર; વાણી સુધારસ વરસતો, સુણે પર્ષદા બાર, ભવ દવ તાપ શમાવતો, મહિમાવંત મહંત; અષ્ટ કરમના નાશથી, પામ્યા ભવનો અંત. ૩ વરતે દુઃષમ કાલમાં, શાસન શ્રી સુખકાર; વંછિત પૂરે દુઃખ હરે, સિદ્ધાઈ સાર, ખીમાવિજય જિનરાજને, નિત્ય નામે શીશ; ઉત્તમ વિજય ગુરૂ મહેરથી, લહે રત્ન જગીશ. ૪ (૧૬) શાસન અધિકારી, સમરથ સાહસ ધીર, ઇન્દ્ર અતિ હરખે, નામ ઠવ્યું મહાવીર; તે વર્ધમાન જિન, વર્ધમાન ગુણગેહ, સિદ્ધારથ નંદન, કુશળ બનાવે ને હ. ૧ ઉત્કૃષ્ટ આરે, સીત્તોર શત અરિહંત, તિમ કાલ જઘન્ય, વીસ હોવે વિહરત, ચોવીસી ગણના, બહોંતેર જિનવર જેહ, મન નિશ્ચલ કરીને, પ્રણમીજે નિત નેહ. ૨ જિન કેવલ પામી, ત્રિપદી કહે તત્કાળ, તે નિસુણી ગણધર, પ્રગટે બુદ્ધિ વિશાળ, કરે આગમ રચના, પૂરવ અંગ ઉદાર, તે આગમ સુણતાં, સુખ સંપત્તિ વિસ્તાર. ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy