SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨૮ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * ******* ++++++++ દેવી સિદ્ધાઈ શોભતી એ, ધારી શુભ શણગાર તો, પાયે નેઉર રણઝણે એ, જ્યોતિનો ઝલકાર તો; રુમઝુમ કરતી આવતી એ, વીરજિણંદ દરબાર તો, વિઘ્ન હરે સૌ સંઘના એ,અજબ લબ્ધિ ગુણ ધાર તો. ૪ (૧૧ ઉપશમરસમાં મગ્ન સદા જે, પ્રસન્નદૃષ્ટિ સદા, વિકસિત કમલ સમ તુજ વદન, સ્ત્રીસંગ નહિ કદા; અહો કરયુગલ તે પણ તુજ, શસ્ત્રાદિકે વર્જિત, શ્રીમહાવીર સત્ય હિ તુ દેવ, રાગદ્વેષનિર્જિત. ૧ જિન અરિહંત શમ દમવંત, સેવે સંત માનમાં, પરતણી આશ જે ભવવાસ, કીધ નિરાશ સ્વધ્યાનમાં; કામ ને કોહ વિદલિત મૌહ, નિંદ વિછોહ સુજ્ઞાનમાં, સયલ ગુણ ભુપ પરમાતમરૂપ અહોદ્દભૂત તાનમાં ૨ નમો તત્વભાસી જગભાવ વિકાસી, સ્વપર પ્રકાશી નાણને, પશુપણું ટાલી સુરરૂપ કરે જે, પલ્લવ આણે પહાણ ને; ભૂલ અનાદિ ઢળે જાસ પ્રભાવે રક્ષે ભાવપ્રાણને, નમો જિનવાણી મહાકલ્યાણી, આપે પદ નિર્વાણને. ૩ જિનાજ્ઞાકારી દંભનિવારી, શુદ્ધ મને સેવતા, જિનગુણરાગી નિર્ગુણત્યાગી, સુવિધિ આસેવતા; સુભાવે મગ્ના વિભાવે અલગ્ના શ્યામતા દૂરે ખેવતા શુદ્ધસમકિતધારી જાઉં બલિહારી, જસ સહાયે દેવતા. ૪ ૧૨ (રાગ - વીરજિનેસર અતિ અલવેસર) સકલ કુશલ કમલાવર મંદિર, મંદરગિરિ સમ ધીર જી, લીલાએ કંપિત વર સુરગિરિ, વર્ધમાન મહાવીર જી; ***** For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy