SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મણિ હેમ રજતમય સોહે, ગિગડું દેખી ત્રિભુવન મોહે, - તિહાં બેઠા પડિબોહે, અણવાગ્યા વાજાં તિહાં વાજે, ત્રણ છત્ર શિર ઉપર છાજે, સેવક જનને નિવાજે. ૩ ચરણકમલ નેઉરના ચાળા, કટી મેખલ સોહે અતિ વિશાળા. કંઠે મોતનકી માળા, પુનમચંદ સમ વદન વિરાજે, નયન કમલની ઉપમા છાજે, નિત નિત નવલ દિવાજે; ચક્કસરી શાસનની માય, બહષભદેવના પ્રણમે પાય. શ્રી સંઘને સુખદાય, શ્રી વિજયપ્રભસૂરીસરરાય, વંદુ કીર્તિવિજય ઉવજઝાય, કાતિવિજય ગુણ ગાય. ૪ (રાગ : શ્રાવણ સુદિ પંચમી દિને એ) ચૈત્રવદ આઠમ દિને એ, જનમ્યા આદિ જિનરાજ તો, પાંચસે ધનુષનું દેહમાન એ, કંચન વરણી કાય તો; લાખ ચોરાશી પૂર્વનું એ, આયુ ભોગવી વિશાળ તો, અષ્ટ કર્મ શત્રુ હણી એ, વેગે શિવપુર જાય તો. ૧ ભરતે ભરાવ્યાં દેહરાં એ, થાપ્યાં જિન ચોવીશ તો, હનુમાન આપ આપણું એ, તેહને નામું શીશ તો; સમનાસિકા થાપીયા એ, મણિમય પ્રતિમા કીઘ તો, અષ્ટ દ્રવ્યનું પૂજતાં એ, મનવંછિત ફલ સીધ તો. ૨ બાષભદેવ જ્ઞાની હુઆ એ, ભાખે શુદ્ધ ઉપદેશ તો, દુવિધ ધરમ પ્રકાશીયો એ, શ્રાવક-સાધુ નિવેશ તો; પદ્રવ્ય તિહાં ભાખીયા એ, પાંચ છંડી એક વાર તો, ને નિખેવા સંજુત લહો એ, એમ અનેક વિચાર તો. ૩ મહાવદ તેરશે શિવ લહુ એ, અષ્ટાપદગિરિ આય તો, ગોમુખજક્ષ ચશ્કેસરી એ, કરે શાસનની સહાય તો; For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy