SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચીર આશરે અર્ધ ઇંચ હોય તે બસ. એ મુજબ ચીરા દીધા પછી એ ઉભા ચીરાની છાલ તેમાં નખ અગર આંખ ચઢાવવાના ચાકુની મુંઠ જે એ કામ માટે તીર્ણ બનાવેલ હોય છે તે ભરાવી. જરા તેની અંદરનાં લાકડાના ભાગથી જુદી કરી તેમાં પ્રથમ તૈયાર કરેલ આંખ સાથેની છાલ બેસતી થાય એવી રીતે તે ઉચકવી અને તેમાં એ આંખ વાળી છાલ, આંખ ઉપરની બાજુમાં ખુધી દીઠામાં આવે એવી રીતે રાખી, બેસતી કરવી અને એ ઉપરની અને નિચેની બાજુ કેળના સોપટાના અગર સણના બંધ લેવા. એ પ્રમાણે આંખ ચઢાવ્યા પછી જે રે પાનાં થડ ઉપર એ આંખ ચઢાવી હોય તે રેપનાં થડ ઉપર જે કાંઈ ડાળીઓ હશે તે કાઢી નાંખવી. ફક્ત જે રોપાનાં થડ ઉપર એ આંખ ચઢાવી હોય તે થડની સોટી રહેવા દેવી. એ સટી ઉપર ચઢવેલ આંખ શિવાય બીજી જગ્યે અંકુર ફુટતા માલુમ પડે તે તુરત તે કાઢી નાંખવા. ફક્ત એના ઉપર ચઢવેલ આંખ ફૂટી તેનાથી જે વિસ્તાર થાય તે રહેવા દે. એ આંખથી એ રોપ ઉપર જે વિસ્તાર થશે તેને ફૂલ ફળ તે જે ઝાડની આંખ લીધી હશે તેનાં ફૂલ ફળ જેવાં જ આવશે, (આકૃતિ ૭ મી જુઓ.) આંખ ફુટયા પછી જે રેપા ઉપર આંખ ચઢાવી હશે તે રોપાનું માથું આંખ ચઢાવેલ જગ્યા ઉપરથી આશરે ત્રણ ઈચ રાખી કાપી નાંખવું. અને એ રેપા ઉપર ચઢાવેલ - ખને વિસ્તાર થાય તે સિવાય બીજા કેટા અગર ડાળીઓ ફુટવા દેવી નહીં. એ આંખ ચઢાવેલ પાને પાણી દેતી વખતે પાણી નવી ચઢાવેલ આંખ માથે પડે નહીં એવી સંભાળ For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy