________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૪ ) રાતાં ફૂલ આવે છે. નવાં ઝાડ બીજથી થાય છે. એ સાધારણ જાતની જમીનમાં થાય છે. એને પાણી સાતમે દિવસે જોઈએ.
સારંગી જેવાં પાનનું ઝાડ. JATROPHA PANDURÆFOLIA. (N. 0. Euphorbiaceæ.)
એ સુંદર નાનું ઝાડ છે. એનાં પાન સારંગીના આકારનાં હેય છે. અને એને કિરમજી રંગનાં ફૂલ આવે છે. એની એક ગુલાબી રંગનાં ફૂલની જીત છે. એ સાધારણ જાતની જમીનમાં ઉગે છે. અને તેને પાણી દશમે દિવસે મળે તો બસ. નવાં ઝડ બાજથી અને કલમથી થાય છે.
જાડા થડવાળું પરવાળાંનું ઝાડ. JATROPHA PODAGRIDA. (2.0. Euphorbiacec.)
એ ઝાડ નાનું થાય છે, અને તે કુંડાંમાં વાવવું જોઈએ. એનું થડ ઘણું જાડું અને માંદાં જેવું દેખાય છે. એનાં કુલ ચળતા રાતા રંગનાં હોય છે. એ ઘણું સુંદર દેખાય છે. સખ્ત તડકો એ સહન કરી શકતું નથી. નવાં ઝાડ બીજથી થાય છે. પાણી ત્રીજે દિવસે જોઈએ.
જસનીરા. GESNERA. (N. 0. Gesneracec.) એ ઘણી નાની જાતનાં હૈમવાળાં મૂળનાં સુંદર ઝાડ છે. એની ગાંઠ મે મહિનામાં ફુટ કરવા લાગે એટલે છીછરા કુંડાં બે ભાગ પાનનું ખાતર, એક ભાગ કાંપની માટી અને એક ભાગ નળિયાં ભૂકે એ એકત્ર કરી તેથી ભરવાં. અને તેમાં એ
For Private and Personal Use Only