SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૨ ) પેટીમાં ઝાડ ભરવાં હોય અગર કાઢવાં હોય ત્યારે તે એ સ્કુથી સેહેલાઈથી જડી દેવાય અથવા કાઢી લેવાય. એ કાચ ઉપર મજબુત જાતનાં લાકડાંની આડી ચીપ આશરે પિણા પિણા ઈચને છે. જડેલી હોય છે કે જેથી કરીને એ પેટી પછડાય તે પણ એ કાચને ઈજા થાય નહીં. એ પેટીની બંને બાજુ એ છાપરાંના કરામાં આશરે અર્ધ ઈચ રસ ચોરસ વિંધ હોય છે અને તેના ઉપર લોઢાની ઝીણાં વિંધવાળી જાળી જડેલ હોય છે જેમાંથી એમાં સેજસાજ હવા જઈ શકે છે. એ વાસ-કેસ નાજુક જાતનાં ઝાડ છે. લાંબા દિવસની મુસાફરીમાં મોકલવા માટે વાપરવામાં આવે છે. જે ઝાડ મેકલવાનાં તે પ્રથમ નહાનાં કુંડાંમાં બે ચાર મહીને ફેરવી રાખવા જોઈએ અને એ નાહાને કુંડામાં ફેરવ્યા પછી તેને નવી ફુટ થાય એટલે તે છેટે રવાના કરવાને લાયક થયાં એમ સમજવું. પ્રથમ જ. ણાવ્યા પ્રમાણે વાન્સ-કેસ તૈયાર કર્યા પછી તેને તળિયે પીળી માટી આશરે આઠ નવ ઇંચ ઉંચાઈમાં ભરી તે માટીમાં એ કું. ડાંમાંનાં ઝાડોની નાહાને પિંડે કાઢી એક બીજાને અડોઅડ જેમ જમીનમાં વાવે છે તેમ એ માટીમાં વાવવી અગર વધારે નાજુક ઝાડે તેનાં નાહાનાં કુંડાં સાથે જ એમાં મૂકવાં; બાદ એ ઝાડે એ પિટીમાંની માટીમાંથી ખશે નહીં એવી રીતે આડી અને ઉભી ચીપે અંદરની બાજુ જવી અને એ ઝાડ એકબીજા ઉપર અથડે નહીં અગર એ માટીમાંથી ખશે નહીં એવી રીતે કરવું. અને એને માથે કાચવાળા એપેડા અગર ઢાંકણું જડી લેવા અને એ પેટી જ્યાં મેકલવી હોય ત્યાં રવાના કરવી. For Private and Personal Use Only
SR No.020094
Book TitleBagichanu Pustak
Original Sutra AuthorN/A
AuthorGanesh G Gokhle
PublisherGanesh G Gokhle
Publication Year1888
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy