SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉ૦૬૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે (.. . . . . . . . . . . . - - - - - - - - પસીને લાવે છે, પણ તેથી હૃદય નબળું પડી જાય છે. તેવી રીતે આ અતિવિષની કળીના ફાંટથી હદયના ધબકારા ઓછા થતા નથી. અતિવિષની કળીનું ચૂર્ણ મધ સાથે મેળવી તેની વટાણા જેવડી ગોળીઓ વાળી તે ગળી ૧ થી ૩ સુધી પાણી સાથે આપવાથી કેઈપણ જાતના તાવને મટાડે છે. અતિવિષની કળીને ભૂકે એકલે પાણી સાથે આપવાથી અંગ્રેજી “સિન્કના ફેબ્રિફયુજ” જેટલું કામ કરે છે. અમે એક વાર નીચે પ્રમાણેની ગાળી બનાવી હતીઃ અતિવિષની કળીને ભૂકે તેલા ૧૦, સિકેના બાક તેલા રા અને સિન્કોના કેબ્રિફયુજ તેલ ૧ એ સઘળાંને એકઠાં કરી મધમાં મેળવી, વટાણા જેવડી ગળી વાળી, દરેક તાવને રોગીને આપવાથી તાવના રોગીને બરાબર ફાયદે દેખાતો હતો. અતિવિષની કળીના ગુણ જાણતાં પહેલાં અમે કિવનાઈન એક ઔસ, સિના ફેબ્રિક્યુજ ૧ ઑસ, સિન્કોના બાક એક સ અને એકસટેકટ જન્સિયન ૧ ઑસ મેળવીને તેની ગોળીઓ આપતા હતા. આથી એકાંતરિયા, ચેથિયા અને ટાઢિયા તાવ જતા હતા. પણ જ્યારથી અતિવિષની કળીને પ્રગમાં લેવા માંડી ત્યારથી કિવનાઈન વગેરેની જરૂર રહી નહિ. એક રોગીને એ તાવ આવ્યું કે, થરમામિટરથી માપતાં ૧૦૪ ડિગ્રી તાવ જણાત હત; પણ બહારથી સ્પર્શ કરતાં તેનું શરીર ઠંડું લાગતું હતું. ૧૦૪ ડિગ્રી ભારતમાં ગરમી હોવા છતાં તે રોગીને તાવના કોઈ પણ જાતના ઉપદ્રવ દેખાતા નહોતા; માત્ર માથું જરા દુખતું હતું અને તે રોગીને હરતાંફરતાં, ખાતાંપીતાં અડચણ પડતી ન હતી. પરંતુ જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ તે રોગી અને શત થતે ગયે. એવી જાતના તાવને માટે અમે ઘણાયે ફાંફાં માર્યા પણ તાવ ૧૦૪ ડિગ્રીથી ઓછો થો નહિ. આખરે અમે For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy