SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી બકરીના દૂધમાં ગોળી વાળી સૂકવવી. એ ગોળી બકરીના દૂધમાં ઘસી અંજન કરવાથી આંખની ઝાંખ મટે છે. –માસ્તર કેશવરામ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા ૧. શરૂઆતને મોતિયો તથા ઝાંખા-સરપંખાનાં બીનું સુરમા જેવું બારીક ચૂર્ણ કરી દિવસમાં બે વખત આંજવાથી શરૂઆતને મેતિયા તથા ઝાંખ મટે છે. ૨, આંખનાં સાધારણ દર્દી માટે -ત્રિફળાને ક્વાથ કરી તેનાં ટીપાં મૂકવાં, તે પાણીથી ધોવું તથા તે પાણીનાં પિતાં મૂકવાં. આથી ખીલ, તાપેલિયાં, ખૂજલી, આંખની ગરમી, લાલાશ વગેરે મટે છે. –વૈદ્ય નુરમહમદ હમીર–રાજકોટ આંખનું ફૂલું-ચંદ્રોદયાવતી કાંસાના વાસણમાં ઘસી બે વખત અંજન કરવાથી આંખનું ફૂલું મટે છે. –ઘ આણંદજી અને પીતાંબર સવ-ઉના ૧. આંખનું ફૂલું -એક માણસને આંખમાં મેટુંકેર જેવું ફૂલું પડયું હતું, તેણે ઘણું ઉપાય કર્યા છતાં મટયું નહિ. પછી એક ગામડાને માણસ આવ્યો તેને કહેતાં રાયણનાં બી આપ્યાં, એ બી વડના દૂધમાં ઘસી ત્રણ વખત આંજવાથી કૂલું મટી ગયું. આ નજરે જોયેલું છે તેમજ મેં આ પ્રયોગને અજમાવી જોયે છે. ૨. રાયણનાં બી બારીક વાટી સરસડા (કાળિયા સરસ) ના પાનના રસમાં ચારપાંચ દિવસ ખૂબ ખરલ કરી વડના દૂધમાં પાંચ-છ દિવસ ખરલ કરી આંજવાથી ફૂલું મટે છે. –ડૉકટર ચંદુલાલ મુકુંદરાય–પાટણ For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy