SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ શ્રીયુર્વેદ નિમ ધમાળા-ભાગ ૨ જો સુધી, આપણા પ્રાણ નિત્ય દરેક શ્વાસેાાસે પહેાંચતા રહે છે અને તેથીજ આપણે જીવીએ છીએ. જો આપણા એકજ વખતના શ્વાસ, પૃથ્વી પર રહેલા પ્રાણવાયુને ભેદીને, વિષ્ણુના પાદનું અમૃત પીધા વિના પાછે શરીરમાં જાય, તે માણસનું હૃદય ચાલતું બંધ પડી માણસ તુરત મરણ પામે; જેને અંગ્રેજીમાં ‘હાર્ટ ફેઇલ’ અને યુનાનીમાં ‘મુગે નાગહાની' કહે છે. એટલા માટે આપણે બહારની હવામાં આપણા શ્વાસને મેળવી, તેના ઉપર શરીરની ભીતરના ઢાષા અને મળેાના વિષથી જે પડ ચડેલું હોય, તેને અમૃતના રૂપમાં ફેરવી નાખવું જોઇએ. જે લેા પરમાણુ ઉપર રંગ ચડાવવાની વિદ્યાને જાણે છે, તે લેાકેા શ્વાસના ઉપર ચડેલા વિષને અમૃતના રૂપમાં ફેરવવાની ક્રિયાને સમજી શકશે, જેમકે કમરખનું ફળ ખાટા રસથી ભરેલું છે. કમરખમાં રહેલા જળતત્ત્વના પરમાણુ ઉપર ખાટા રસનુ પડ ચડેલુ છે; તે કમરખને ચીરીને એક આંગળી કળીચૂના ચાપડયો હોય, તે તેની ખટાશ બિલકુલ ઊડી જાય છે. તેવી રીતે કાળીજીરીમાં કડવા રસ અત્યંત ભરેલા છે. તે કાળીજીરીના ઉકાળે કરીને, તે ઉકાળે ઊકળતા હાય તે વખતે તેમાં થાડુ' અક્કલકરાનું ચૂર્ણ નાખ્યું હાય તા કાળીજીરીના કડવા પરમાણુ બિલકુલ કડવાશ વિનાના થઈ જાય છે. એ પ્રમાણે આપણા શ્વાસ વિષ્ણુપદને પહેાંચે, એટલે તેના અમૃતને લીધે શ્વાસમાં રહેલા વિષરૂપ પરમાણુએ અમૃતરૂપને પામે છે, એ વાત ધ્યાનમાં આવશે. જો કે કુદરતી રીતે આપણા શ્વાસ નાભિમાંથી નીકળી વિષ્ણુપદ સુધી પહેાંચ્યા કરે એવી ગેાઠવણ કુદરત તરફથી થયેલી છે; પરંતુ મનુષ્યેા શારીરિક અને માનસિક વિક્રિયાને લીધે, તેના ક્રમમાં અવ્યવસ્થા કરે છે. જેમ કબીર ભગતે કહ્યું કેઃ— બેઠત ખારા, ચલત અઠારા, સૂતે વીસવીસા, મૈથુન કરતાં તેસઠ તૂટે, કહેતે દાસ કખીરા, For Private and Personal Use Only
SR No.020058
Book TitleAayurved Nibandhmala Part 01
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy