________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
-
-
- -
- -
-
-
-
-
-
શ્રી આયુર્વેદ નિબંધમાળા પડી જવાનો ભય દેખાય એટલે સ્ત્રીને અધૂરે માસે પ્રસવ થવાને સંભવ જણાય, તે તેની ચિકિત્સા નીચે પ્રમાણે કરવી –
પહેલે માસે ગર્ભ પડવાને સંભવ દેખાય તે દ્રાક્ષ, જેઠીમધ, સુખડ, રતાં જળી, એને ગાયના દૂધમાં વાટીને, તેમાં જરા ઘી નાખીને પાવું; અથવા કમળનાં ફૂલ, વાળ, શિંગડાં, ષડચૂરો એને ઠંડા પાણીમાં વાટીને દૂધમાં મેળવીને પાવે. જે બીજે માસે ગર્ભ પડવાને સંભવ જણાય તે કમળનાં ફૂલ અને નાગકેશર, વાટીને દૂધ સાથે પાવાં. જે તેલમાં શૂળ હોય તે, તગર, કમળ, બીલીનું ફળ, કપૂર, એ ગધેડીનાં દૂધમાં વાટીને પાવાં. ત્રીજે માસે ગર્ભપાત થવાને સંભવ જણાય તે, નાગકેશર વાટીને દૂધમાં કાલવીને તેમાં થોડી સાકર નાખીને પાવું. તેમાં જે શૂળ જણાય તે પાક, સુખડ, વાળા, કમળના નાળ; એ ઠંડા પાણીમાં વાટીને, દૂધમાં મેળવીને પાવા. જે ચોથે માસે ગર્ભપાતને સંભવ જણાય અને તેની સાથે તૃષા, શૂળ, દાહ અને જવર હોય, તે કેળને કંદ, નીલકમળ, વાળે; એને વાટીને દૂધ મેળવીને પાવું. જે પાંચમે મહિને ગર્ભપાતને સંભવ જણાય તે દાડમનાં પાન તથા સુખડ વાટીને દૂધ તથા દહીં મેળવીને પાવા; અથવા નીલકમળ, કમળ કાકડી તથા બેરનાં પાતરાં, નાગકેશર, પદ્મકાષ્ઠ, એને પાણીમાં વાટીને, કપડે ગાળીને, દૂધમાં મેળવી પાવું, જેથી ગર્ભ પડશે નહિ અને શૂળની શાંતિ થશે. જે છટ્ટ મહિને ગર્ભપાતને સંભવ જણાય, તે ગેરુ, ગાયનાં અડાયાંની રાખડી, પીપર અને કુલા વેલી ફટકડી, એને ઉકાળો કરી, ટાઢે પડ્યા પછી, દૂધ, સાકર અને સુખડને ઘસારે મેળવી પા. જે સાતમે મહિને ગર્ભપાત થવાનો સંભવ જણાય, તે વાળે, ગોખરુ, મેથ, લજામણી, નાગકેશર અને પાક એને ઉકાળે સાકર મેળવીને પા. જે આઠમે મહિને ગર્ભપાતને સંભવ જણાય તે લેધર, અને પીપરનું ચૂર્ણ
For Private and Personal Use Only