SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૬ અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ સ્વભાવવાળો છે અને એક સ્વભાવથી જ વ્યાવૃત્ત છે. આમ કહેવું યુક્તિહીન છે, કેમકે અનુભવ વિરૂદ્ધ છે. જુઓ, જો કપાલ જે સ્વભાવે કરીને અમૃત્સ્વભાવથી વ્યાવૃત્ત છે તે જ સ્વભાવે કરીને મૃત્સ્વભાવથી પણ વ્યાવૃત્ત હોય, તો તે જેમ અમૃત્સ્વભાવવાળા પદાર્થોના એકાન્તે ભિન્ન એવા અવભાસમાં હેતુ બને છે તેમ જ મૃત્સ્વભાવની અપેક્ષાએ પણ થાય. પણ તેમ નથી થતું; મૃત્સ્વભાવ જ અનુભવાય છે, કેમકે તે સ્વભાવની જ કપાલરૂપે પરિણતિ થઈ છે. અનુભવનો અપલાપ થઈ શકતો નથી અને અર્થાધિગમને વિષે સત્પુરુષો અનુભવને પ્રમાણ માને છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (પાના નં. ૫૦) પ્રતિનિયત એવા એક સ્વભાવનો અનુભવ સ્વીકારો તો પણ પર્યાયે કરીને સમાન પરિણામ જ સ્વીકારાય છે એટલે અમારે કશો બાધ નથી. હવે વધારે વિસ્તાર કરવાનું પ્રયોજન રહેતું નથી. એમજ એકાંત અનિવૃત્તિ માનતાં, કપાલભાવ જે ઘટથી વિલક્ષણ બુદ્ધિરૂપ છે, તે જ સંભવે નહિ, તેથી કપાલની બુદ્ધિ જ નહી થાય, કેમકે કાંઈ વિશેષનો સંભવ નથી, વસ્તુનો સ્વભાવ અપ્રચ્યુત, અનુત્પન્ન, સ્થિર, એકરૂપ છે. આટલું કહેવાથી કૂટસ્થનિત્ય રૂપે પણ પદાર્થ નથી, For Private and Personal Use Only
SR No.020041
Book TitleAnekantvad Pravesh
Original Sutra AuthorHaribhadrasuri
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages220
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy