SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૩૫ સ્થિતિ કરવાના ધર્મવાળું છે તેનાથી વિજ્ઞાનાદિ ઉત્પન્ન થવાનો સંભવ નથી. કેમકે તે વસ્તુ જ ત્યારે નથી. જુઓજેનો ધર્મ ક્ષણમાત્ર સ્થિતિ કરવાનો છે તે ક્ષણમાત્ર રહેવાના સ્વભાવવાળો કહેવાય છે, એટલે અથપત્તિથી જ દ્વિતીયાદિક્ષણોને વિશે એની અસ્થિતિ છે એમ ન ઇચ્છતાં પણ કબુલ કર્યા વિના છૂટકો નથી, કેમકે એ સ્વીકાર કરવો ન્યાયયુક્ત છે. ત્યારે હવે જે આ સ્થિતિ અને અસ્થિતિ તે પરસ્પરથી અન્ય છે, કે અનન્ય છે, તે જ કહો. (પાના નં. ૩૭) એ કહેવાથી શું થાય તે જુઓ. જો અન્યત્વ કહો તો તે સર્વથા અન્યત્વ કે કથંચિત્ ? જો સર્વથા કહો તો દ્વિતીયાદિક્ષણે પણ સ્થિતિનો પ્રસંગ આવશે, કેમકે બીજી રીતે તો પ્રથમણે સ્થિતિ અને દ્વિતીયક્ષણે અસ્થિતિ એ બેના ભેદની વ્યવસ્થા થઈ શકે નહિ. જુઓ-અવ્યવહિત દ્વિતીયક્ષણમાં જેની અસ્થિતિ થનાર છે એવા ભાવની એકાંતે ભિન્ન એવી અસ્થિતિથી વર્તમાન ક્ષણમાં જેની સ્થિતિ છે તે ભાવની સ્થિતિનો વિરોધ નથી, તેમ દ્વિતીયાદિક્ષણે જે અસ્થિતિ એ સ્થિતિથી અત્યંત ભિન્ન હોવાથી સ્થિતિથી અસ્થિતિનો કેવલ અવિરોધ છે એવી જ ભાવના કરવી પડશે. જો એમ કહો કે કથંચિત્ અન્યત્વ છે, તો તો અમારી અભીષ્ટ સિદ્ધિ જ થઈ કેમકે (નિત્યાનિત્યરૂપ) For Private and Personal Use Only
SR No.020041
Book TitleAnekantvad Pravesh
Original Sutra AuthorHaribhadrasuri
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages220
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy