SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧ ૨૧ કદાચિ અત્રે આ શંકા થશે કે સ્વરૂપથી અવ્યાવૃત્તિ તે જ પરરૂપથી વ્યાવૃત્તિ છે, પણ તે અયુક્ત છે, અને એનો ઉત્તર અપાઈ ગયો છે. આવી સ્થિતિ છે માટે પક્ષપાતને દૂર મૂકી ન્યાયને અનુસરનાર જનો એ યુક્તિયુક્ત એવી સદસકૂપ વસ્તુ અંગિકાર કરવી જોઈએ. કહ્યું પણ છે કે “સત્ત્વ અને અસત્ત્વ એ પરસ્પર વિરૂદ્ધ નથી, માટે ઉભયરૂપ એક વસ્તુ માનવી એ શું યોગ્ય નથી ?” વળી જે એમ કહ્યું કે વસ્તુને સદસકૂપ માનતા સત્ત્વ તેમ અસત્ત્વને વસ્તુના ધર્મ તરીકે સ્વીકારવાની જરૂર પડશે, તો એ તો અમે માનીએ છીએ તેમાં શી હાનિ છે? (પાના નં. ૨૨) વળી તમે જે કહ્યુ હતુ કે-તો અહીં પણ કહેવું જોઈએ કે ધર્મ ધર્મીનો ભેદ છે કે નહિ ? ઇત્યાદિ તેમાં પણ કહેવાનું છે કે ભેદ પક્ષ અને અભેદ પક્ષ ઉપજાવી જે દોષ બતાવ્યા છે તેનો સ્વીકાર ન કરવાથી જ તિરસ્કાર થઈ જવાથી અમને કોઈ ક્ષતિ નથી, ભેદભેદ પક્ષનો તો અમે સ્વીકાર કરીએ જ છીએ. પ્રશ્ન-એમાં પણ જે આકારે ભેદ છે તે આકારે ભેદ છે, ઇત્યાદિ દૂષણ કહ્યાં છે. જવાબ-હા, કહ્યા છે, પણ તે અયોગ્ય જ કહ્યાં છે, કેમકે જે અધિકૃત વિકલ્પ છે તેનો યથાર્થ અર્થ ન જાણવાથી કહ્યા છે. પરસ્પર વ્યાપ્તિ હોવાથી ભેદભેદપક્ષ એ અલગ For Private and Personal Use Only
SR No.020041
Book TitleAnekantvad Pravesh
Original Sutra AuthorHaribhadrasuri
AuthorHemchandrasuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages220
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy