SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) અમૃતસાગર. (તરંગ - - - - - - - - - - - - સ્નાન, રેચ, તેલમર્દન, કસરત, દિવસે સુવું, દુધ, ધી, ચણા, અડદ, તથા મસૂરની દાળ, માંસ, પાનબીડાં, છાસ, દારૂ, મીઠા પદાર્થો, કટિણ ખારાક, શોધ અને ઉતાવળું બેલવું એ કુપથ્ય છે. જીર્ણજવરવાળાને રેચ, વમન, સ્ત્રી સંગ, તેલમર્દન, કંડ ઉપચાર, માંસાહારીને મૃગ, કુકડાનું માંસ, ગાયનું દુધ, ઘી, શીતળપાણી, ચાંદીમાં બેસવું, સુંદર વાર્તા વિનોદ, હલકું ભોજન અને ધોયેલાં સુંદર વસ્ત્રાદિ જુના વાવવાળાને પથ્ય છે. બાકીનાં કાર્યો અપછે. સર્વ જવરવાળાને અપથ્ય. ભારે અન્ન, અશુદ્ધ પાણી, ખટાસ, તેલ, અક્ષણ, ભાજીઓનાં શાક, ઉગતું ધાન્ય, તરબુજ-કાળ ગડું, પુષ્ટિકારી–ગરીષ્ટ વસ્તુ, શ્રમ, સ્નાન, મૈથુન, ઉલટી કે રેચ લે કુપઅહિતકારી છે માટે આહાર વિહારદિ વિચારીને ઉપયોગમાં લેવા. વર રોગીના માટે અગત્યની સુચના. જ્યાં સુધી ઉત્પન્ન થએલ ના અંશાંશ માટે નિચે થએલ નથી: અર્થાત વાત, પિત્ત કે કફ એ દો પૈકી કયા દોધના કેટલા અંશ ઉત્પન્ન થએલ વ્યાધિમાં છે એનો નિય ન થયો હોય ત્યાં સુધી વૈધને ઉચિત છે કે–સાધારણ ક્રિયા-જેનાથી કોઈ દોષ ન વધે તેવી ચિકિત્સા કરવી. તાવ આવતાં જ સામાન્ય યત્ન એ છે પવન વગરની જગ્યામાં, અર્થાત ખરાબ અને ઘણી હવા–પવવાળી જગ્યામાં ન રાખતાં સ્વચ્છ હવાવાળી જગ્યામાં રેગીને રાખો. જે પંખાનો પવન વિશેષ હિતકારી હોય તેથી પવન નાખે. ભારે અને ગરમ કપડાંથી અંગ ઢાંકવું. ઋતુ પ્રમાણે પકવેલા પાણીને ડીવાર તરશને રોકી પીવું, અર્થત વર્ષા ઋતુમાં આઠને ભાગે, શરઋતુમાં છ બાગે, હેમંતત્રતુમાં ચોથે ભાગે, શિશિરઋતુમાં પાંચમે ભાગે, વસંતઋતુમાં ત્રીજે ભાગે અને ગ્રીષ્મઋતુમાં અધ ભાગે એટલે ઉપર બતાવ્યા પ્રમાણે પાણીને ઉકાળવાં અવશેષ રાખીને પાવું. પાણીના ઉકાળવા વિષે બહુમત છે માટે દોષના ઉગ્રપણું કે હીનપણનો વિચાર કરી તેઓની વ્યવસ્થા કરવી. શેર પાણીને ઉકાળી પશેર રાખી, ઉકાળેલા વાસણમાંજ ઠારી પીવાથી પિત્તને, શેરનું અર શેર રાખી પીવાથી વાયુ અને શેરનું પાશેર રહે તેવું ઉકાળી ઠારી પીવાથી કફ નાશ થાય છે. શેરનું પાશેર રહે તે રેગ્યાંબુ કહેવાય છે તે દસ્તને રોકનાર, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર છે, તાવને તુરત મટાડે છે, પાચન છે, હલકું છે, અને ઉધરસ, શ્વાસ, કફ, આફરો, પાંડુ, શૂળ, અરશ ગેટ, સોજા તથા પેટના રોગો એને મટાડનાર છે. માટે આવું પાણી પ્રત્યેક સમય પાવું, પણ તરશને વિશેષ રોકાવવી નહીં. રેશીએ સદા પથ્યમાં રહેવું; કેમકે વધ કર્યા વિના પણ જે રોગી પશ્ચામાં રહે તો એકલા પથ્થથીજ રોગને નાશ થાય છે; પરંતુ પથ્ય રહિત રોગીને વ્યાધિ સેકડો વધ કરવાથી પણ નાશ થતો નથી. તાવની શાતમાં લાંધણ તાવના મધ્યમાં પાચન અને તાવના અંતમાં ઔષધ આપવું; અર્થાત દોષને ઓછા વત્તાપણને વિચાર કરી લાંઘણ, પાચન અને ઔષધનો ઉપયોગ કરો. લાંઘણ કરાવવાનું મુખ્ય કારણ એ છે કે-આમાશયમાં રહેલા દેવો જાદશગ્નિની ઉનાશને ન કરી આમ સહિત માર્ગને ઢાંકી તાવ ઉત્પન્ન કરે છે; એટલાજ માટે તે આમને નાશ કરવા અને અગ્નિને પ્રદીપ્ત કરવા લાંધણજ કરવું જોઈએ. તેમાં પણ રાબ બ ઉપર આધાર For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy