SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિન પ્રતિદિન નિબળ ટુકી આવરદાવાળા થયા છે તે થવાનો વખત દષ્ટિ સમીપ આવી જ નહીં, પરંતુ અતિ દિલગિરીની વાર્તા છે કે જે દેહથી અલભ્ય લાભો પ્રાપ્ત કરી શકાય છે, તેવા ઉત્તમ દેહ માટે આપણે બેદરકાર રહીએ છીએ, જેથી દેશોન્નતિ, ધર્મેન્નતિ કે સ્વજનોન્નતિ કરવા ભાગ્યશાળી થવાને સમય આવતેજ નથી, પણ જે દેહનું પૂર્ણપણે સંરક્ષણ કરીએ તે એ સર્વેમાં ફતેહમંદી મળે છે. કહેવાનો તાત્પર્ય એજ કે જે દેહનું સંરક્ષણ કરાશે, તે લેકિફ અને પાલૈકિક કામમાં સર્વશે વિજય મેળવાશે એમાં જરા આશ્રર્ય જેવું નથી. વળી સંસારની સર્વ વસ્તુઓ-સ્ત્રી, પુલ, ધન, ધાન્ય, ઘર કે સજન વગેરે ને સુખદાતા સમજીએ છીએ, તે સર્વ વરતુઓ જ્યાં લગી શરીર સુખી છે, ત્યાં લગી જ સુખદાતા છે, પરંતુ જે કઈ પ્રકારનો રોગ ઉત્પન્ન થયે કે, તે સર્વ સુખદાતા વસ્તુઓ દુઃખદાતા જેવી જણાય છે. સારાંશમાં એ કે સભાને સંત વા પંપ. સ્ત્રી, ધનાદિ નું રક્ષણ કરવા કરતાં પણ શરીરનું હમેશાં રક્ષણ કરવું એજ ઉત્તમ કાર્ય છે આ ઉપરથી ચોખું સમજાય છે કે, મનુષ્ય માત્રને જેમ બને તેમ સમરત પ્રકારે શરીર જેમ લાંબે વખત નિરોગી પણે કાયમ રહી શકે તેમ યત્ન કરે; અર્થત સારા અનુભવી વૈદ્યની ચિકિત્સા ઉપયોગમાં લઈ આરોગ્યમાં રહી પુરૂષાર્થ કરી જીવન ગુજારવું એજ આ લેખનો મુખ્ય હેતુ છે. અગાડીના સમયમાં ક્રિયા અને ચિકિત્સામાં સારી પેઠે નિપુણ અને ઉત્તમ જ્ઞાતિને જન હેય તે વૈદ્યની મહાન પદવીના એગ્ય ગણાતો હતો અને તેવાએનિજ સમ્મતિ પ્રમાણે રાજામહારાજાએ વર્તતા હતા, પરંતુ હાલ તો ઘાંચી, મોચી, તળી, કાછીઆ, માળી, કાળી અને એવાજ હલકી કૅમના માત્ર એક બે દવાઓનું જેવું તેવું જ્ઞાન મેળવી, એકાદ જેવાતેવાના હાથની લખાયેલી વૈદ્યની ચોપડી વાચી નાટકમાં થતા રાજાની પેઠે પિતાના જ હાથે વૈદ્યરાજનું માન ધરાવી સંસાર સાગરમાં વિહાર કરતા શરીર રૂપી વહાણને તોફાની વાયરા રૂપ થઈ બૂડાડી દેનારા તે દુષ્ટ લેભાગુ વેવ નામ ધરાવનારા વૈદ્યકશાસ્ત્રની અને વૈદ્યની પદવીની મહત્તા ગુમાવવા સતત ઉધમ કરી રહેલા હોવાથી અત્યારે દેશી વૈધ ઉપર કેવળ અશ્રદ્ધા થએલી જોવામાં આવે છે, અને પરદેશી વૈદ્યો ડૉક્ટરો) નાં જ વખાણ કરી કરી ભકલાતા ફરે છે એ ઓછા સંતાપની વાર્તા નથી. પણ કરવું શું છે કારણ કે જે ધોરણ પ્રમાણે અંગ્રેજોને ધનાદિની સહાયતા મળે છે, તે ધોરણ પ્રમાણે આપણા દેશી જનેને સહાય મળતી ન હોવાથી તેઓ જોઈએ તેવું-વૈદ્યકશાસ્ત્ર સંબંધી જ્ઞાન મેળવી શકતા નથી. જુઓ કે હાલ થોડા વખત ઉપર જામનગર નિવાસી સ્વર્ગસ્થ વૈિદ્યરાજ જડુભટજીએ પ્રાચીન વૈદ્ય ગ્રંથોનું અધ્યયન કરી વૈદ્યવિષયમાં ઉત્તમ જ્ઞાન મેળવ્યું અને તેમણે ઘણાંક રાજ્ય તરફથી પણ ઉત્તમ સહાયતા મેળવી હતી કે, તેમણે કેટલીક વખત સારા સારા ડૉકટરો કે જેઓ દરદીને સાજો કરવા નિરાશ થએલા તેઓના મંડળમાં દરદિઓને સાજા કરવા માટે જ ડુભટજીએ ઉત્તમ માન મેળવ્યું. કહેવાનું એજ કે રાજા-મહારાજાઓ કે સંગ્રહસ્થા તરફથી જો ધનાદિની સહાયતા મળે, અને વૈધશાસ્ત્રની પરીક્ષા આપ્યા વગર વૈધનું પદ ધરાવી શકે તેમ થાય તે, પુન: આર્યની જાહેરજલાલી દેશાંતર લગી ઝળકી નિકળે, એમાં જરા સંદેહ જેવું નથી, પરંતુ લક્ષમાં કોણ લે છે ? - આર્યબાધે હાલમાં શ્રીમાન ભારતેશ્વરીના પ્રતાપે અનેક વૈવા કબદ્ધ ગ્ર છપાઈને પ્રકટ થયા છે અને હજુ પણ પ્રકટ થતા જાય છે, પરંતુ તે પ્રકટ થએલા ઝપૈકી For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy