SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમે ) શુળ પ્રકરણ (૧૫૯) પિત્તશુળનાં નિદાન, સંપ્રાપ્તિ તથા લક્ષણ ખાર, અતિ તીક્ષ્ણ, ગરમ, બળતરા કરનાર, તેલ, ચેળા, તલ, કળથી, તલને બળ, તીખા ખાટા અને લુખા એટલા પ્રકારના પદાર્થોના ખાવાથી, કેuથી, ભયથી, શેથી, તાપ તડકાથી, ઉતાવળું ચાલવા કે દેડવાથી, ઘણે પરસેવો થવાથી–શ્રમથી, દારૂ-આસવના પી. વાથી, ખેદના કરવાથી, સુકાં માંસ તથા જવના આથાના પાણીથી, મૈથુનના અતિવેગથી અને રાંધેલાં અને આથી કાઢેલા મધપાનથી, વાયુએ પ્રેરેલું પિત્ત કપ પામી, છાતિમાં કે હાજરીમાં શળ ઉત્પન્ન કરે છે, તેથી કરીને અંગમાં બળતરા, અત્યંત પરસેવે, તરશ, મચ્છ અંતરમાં દાહ, મુખમાં શેષ, અને ભ્રમ-ફેર આવે છે, આ શળ–મધ્યાહુકાળમાં અધરા2, ગ્રીષ્મ તથા શરદઋતુમાં પ્રકોપ પામે છે. તે શળ શીતકાળમાં, ઠંડા પવનથી અને ઘણાં જ ઠંડકતાવાળાં તથા અતિ મીઠાં ભેજનથી શાંત થાય છે. કફના શૂળનાં નિદાન, સંપ્રાપ્તિ તથા લક્ષણ. ઘણું પાણીવાળા પ્રદેશમાં ઉત્પન્ન થનારાં ધાન્ય, ફળો તથા માંસના ખાવાથી, માછલાં ખાવાથી, કમળકંદ ખાવાથી, (ભેંશના) દુધનો માવો, દુધપાક, દુધના પદાથી ખાવાથી, શેલડી, અડદનો લેટ વા મેદાન ખાવાથી, ખીચડી, તલની પૂરી, તેલ અને સ્નિગ્ધ કે મધુર ભજનોના ખાવાથી, દિવસે ઉંઘવાથી, ઘણું ખાવાથી, ઠંડકથી તથા દહી વા અતિ ઠંડા પદાર્થોના ખાવાથી અને કફકારી વસ્તુઓના સેવનથી કફ ઉત્પન્ન થઈ–પ્રકોપ પામ આમાશયકાનાં શૂળને ઉત્પન્ન કરે છે. તેથી અગ્નિ મંદ થઈ જાય છે, મોળ, ઉધરસ, ગ્લાનિ, અરૂચિ, છાતીમાં પીડા, ઉલટી, જડતા, માથાનું ભારેપણું, શરીરનું ભીનાપણું તથા શરીર ઠંડું, ખાધા પછી મુખમાં મોળ, મિઠાશ અને ચીકણપણું થાય છે. આ શૂળ જમ્યા પછી હમેશાં ઘણી પીડા કરે છે. પ્રથમ પિહેરમાં, શિશિર ઋતુમાં, વસંત ઋતુમાં વિશેષ કરીને કફનો સંચય કિંવ વધારે થવાથી કફળ થાય છે. જે શળમાં પાછળ કહેલા ત્રણે દોષનાં લક્ષણ હોય તો ત્રિદેશનું શળ જાણવું. - આમ અને નિરામ શૂળનાં લક્ષણ જેમાં કફળનાં લક્ષણો જણાતાં હોય તથા જેમાં આફરો, પેટમાં ગડગડાટ, માળ, ઉલટી, ભારેપણું, ભીના વસ્ત્રથી વિંટેલું હોય તેવું શરીર જય અને લાળ કે કફ પડ્યા કરે-મતલબમાં જે રોગીને અન્ન પચી ગયા છતાં કફળનાં લક્ષણે જેવાં ચિનહ થાય ૧ આમ શળ વાયુના સંબંધવાળું હોય તે મૂત્રાશયમાં, પિત્તના સંબંધીથી નાભિમાં, કફના સંબંધથી છાતીમાં, પડખાઓમાં, તથા પેટમાં, ત્રણે દેષના સંબંધથી સર્વ અંગમાં, કફવાયુના સંબંધથી મૂત્રાશય-પદ્ધ, છાતી, કેડ અને પડખાઓમાં, કફપિત્તના સંબંધથી પેટમાં, છાતીમાં તથા ટીમાં શૂળ પેદા કરે છે, અને વાયુ પિત્તના સંબંધથી દાહ, તથા તાવને ઉત્પન્ન કરે છે; અર્થાત દેના ભેદથી આમ શળ જુદા જુદા ઠેકાણે ભયંકર પીડા ઉત્પન્ન કરે છે. શળ-ચસકાચબકા, સણકા વગેરેના નામથી ઓળખાય છે. તથા ઘણું જમવામાં આવવાથી અગ્નિ મંદ થઈ, કોઠામાં વાયુ સ્થિર થઇ ચારે કોર વટલાઈ અનને પચવા ન દેતાં ભારે શળને પેદા કરે છે તેથી મૂચ્છ, આફરે, બળતરા, હદયમાં કલેશ, વિલંબીકા, અતિસાર, કંપવા, ઉલટી અને પ્રમેહને ઉત્પન્ન કરે છે. તે પણ આમથળ કહેવાય છે, એમ કેટલાક ગ્રંથકારો કહે છે. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy