SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ક ૯૫ કુમ : ૫૭ : સંસારભ્રમણને હેતુ-મન. मुखाय दुःखाय च नैव देवा, न चापि कालः सुहृदोऽरयो वा । भवेत्परं मानसमेव जंतोः, संसारचक्रभ्रमणैकहेतुः ॥४॥ આ જીવને સુખ અગર દુ:ખ, પણ દેવતાઓ ના કરે, શત્રુ મિત્ર સુખ દુ:ખ ના કરે, કાળ નહિ તેમાં ઠરે; મનુષ્યને સંસારચક્રમાં, ભમાડનારું મન ખરે, મનમક્ષ બંધ કરાવનારું, સાધતાં તેઓ તરે. ૪ દેવતાઓ આ જીવને સુખ કે દુ:ખ આપતા નથી, તેમ જ કાળ પણ નહિ, તેમ જ મિત્રો નહિ અને શત્રુ પણ નહિ, મનુષ્યને સંસારચક્રમાં ભમવાનો માત્ર એક હેતુ મન જ છે.” ૪ ઉપજાતિ. મને નિગ્રહ અને યમનિયમ. बशं मनो यस्य समाहितं स्यात् , किं तस्य कार्य नियमैर्यमैश्च ? । हतं मनो यस्य च दुर्विकल्पैः, किं तस्य कार्य नियमयमैश्च ? ॥५॥ સમાધિવંત મન હેય વશ, તે યમનિયમ કરવાથી શું ? દુર્વિકલથી હણાયેલ, મન પામવાથી લાભ શું? તેવા જનોના યમનિયમ, તે પણ કહે શું કામના? મનોનિગ્રહ કર્યા પછી, ફળ પામીએ યમનિયમના. ૫ જે પ્રાણીનું મન સમાધિવત હોઈને પિતાને વશ હોય છે તેને પછી યમનિયમથી શું ? અને જેનું મન દુર્વિકલ્પથી હણાયું છે તેને પણ યમનિયમથી શું!” ૫ મનોનિગ્રહ વિનાના દાનાદિ ધર્મોનું વ્યર્થપણું. दानश्रुतध्यानतपोऽर्चनादि, वृथा मनोनिग्रहमंतरेण । कषायचिंताकुलतोज्झितस्य, परो हि योगो मनसो वशत्वम् ॥६॥ 3 ન વા ! ૧ ઉપmોત. For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy