SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાન્દ્રકુલ–તપાગચ્છ-સંવિગ્નશાખાગ્રણી–આચાર્ય શ્રી વિજયહર્ષસૂરિ ગુરુગુણસપ્તપદી હરિગીત સત્ય સાત્વિક સગુણે, શોભતા અવનમહીં, વિનય વિમળતા વિપુલ વાણું, હર્ષ ઉપજાવી રહી નમ્રતા સમતા દયા, દુખ દુખીઓનાં કાપતા, ચમ દમ શમે તપવૃત્તિઓ, સજ્ઞાન જ્ઞાને આપતા. ૧ વંદાય વિકવે જ્ઞાનીઓ, શ્રી હર્ષસૂરિને વાદીએ, રન કરી ગુરુરાજનાં, શ્રી વીરને આરાધીએ; નયન તલસત હૃદય વિકસત, સેવતાં ગુરુચરણને, હો જીવન અમ સાફલ્ય એવું, ઈચ્છીએ ગુરુશરણને. ૨ શ્રીમદ્ વિજયનીતિસૂરિના, શિષ્ય પટ્ટ સહામણ, મન મેદથી કીધાં અધૂરાં, કાર્ય પૂરણ ગુરુતણું; યાતણી સાક્ષાત્ મૂર્તિ, હૃદય અમૃતથી ભર્યું, ગુણવંત શ્રી ગુરુરાજનું, શુભ નામ જગ અમર કર્યું. ૩ ચિ સદા ધર્મોપદેશે, જગત જીવ ઉદ્ધારવા, મહેનત કરે છે નિશદિન, મહાપાતકીને તારવા; હાજરજવાબી છે ગુરુ, વિદ્વાન વ્યાખ્યાતા મહા, રાજનગર બિરાજતા, જ્યાં શામળાની પળ હા. ૪ યકાર કીધે જીવનને, સંપૂર્ણ સૂરિપદ દીપાવ્યું, શ્રી શાંત દાંત ક્ષમા ભૂષણથી, માન અધિકું મેળવ્યું; For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy