SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૩૮ : અધ્યાત્મસમતાની વાનકી ફળાવાપ્ત. स्त्रीषु धलिषु निजे च परे वा, संपदि प्रसरदापदि चात्मन् !। तत्वमेहि समतां ममतामुग, येन शाश्वतसुखाद्वयमेषि ॥४॥ સ્ત્રી ઉપર કે ધૂળ ઉપરે, પર કે પોતાનીય સદા, સંપત્તિ વિસ્તૃત આપત્તિ પર પણ, મમતા કરવી નહિં કદા; હે આત્મન ! સમતા દિંલ જ, તે અનુપમ સુખો વરશે, અને એહ ગુણવડેથી, શાશ્વતા સુખ પણ ઐક્ય થશે. ૪ “સ્ત્રી ઉપરથી અને ધૂળ ઉપરથી, પિતાના ઉપરથી અને પારકા ઉપરથી, સંપત્તિ ઉપરથી અને વિસ્તૃત આપત્તિ ઉપરથી મમતા મૂકી દઈને હે આત્મન ! તું સમતા રાખ, જેથી કરીને શાશ્વત સુખ સાથે એક્ય થશે.” ૪ સ્વાગતા. સમતાના કારણરૂપ પદાર્થોનું સેવન કર. तमेव सेवस्व गुरुं प्रयत्ना-दधीष्व शास्त्राण्यपि तानि विद्वन् ! । तदेव तत्वं परिभावयात्मन् !, येभ्यो भवेत्साम्यसुधोपभोगः।५। તે જ ગુરુની કર સેવા તું, તે જ શાસ્ત્ર-અભ્યાસ કરે, હે આત્મન ! તે જ તત્વનું, ચિંતવન કાયમ દિલ ધરે; જેના વડે આત્મહિત થાય, તે આદરીયે ભાવે, તને જેહથી સમતારૂપ, અમૃતનો સ્વાદ સદા આવે. ૫ તે જ ગુરુની પ્રયત્નથી સેવા કર, તે જ શાસ્ત્રોને અભ્યાસ કર અને હે આત્મન ! તે જ તત્ત્વનું તું ચિંતવન કર કે જેનાથી તેને સમતારૂપ અમૃતનો સ્વાદ આવે.” ૫ ઉપજાતિ. આ ગ્રંથ સમતાસની વાનકી. समग्रसच्छास्त्रमहार्णवेभ्यः, समुद्धृतः साम्यसुधारसोऽयम् । निपीयतां हे विबुधा! लभध्व-मिहापि मुक्तेः सुखवर्णिकां यत् ॥६॥ આ સમતા અમૃતને રસ, જ્ઞાની જ્ઞાનથી ઓળખતા, મોટા મોટા સમગ્ર શાસ્ત્રથી, અનુપમ રસ એ ઉદ્ધરતા; For Private and Personal Use Only
SR No.020018
Book TitleAdhyatma Kalpadrum Mul Padyanuvad Sarth
Original Sutra AuthorN/A
AuthorDurlabhji Gulabchand Mehta
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1953
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy