SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાલાચના. ( ૧૫ ) બધું યાદ રહી જનાર નથી, માટે તેમને આ ભાષાંતર સ્મરળ જેથી તરીકે ઉપયાગી થઈ પડશે, અને જે વ્યાખ્યાનમાં નહિ જઈ શકતા હોય તેમને આ તરીકે ઉપયાગમાં આવી શકશે. ભાષાંતર જ્ઞાન પોથી નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામિ કહે છેકેઃ अंगाणं किं सारो, आयारो तस्स किं हवइ सारो ? अणुओत्थ सारो, तस्सविय परूवणा सारो. આ ગાથાને ભાવાર્થ એ છે કે ઈંગ્યારે અંગેામાં આચારાંગ સાર ભૂત છે, પણ એ આચારાંગના સાર શૉ ગણાય ? ( કેમકે પુસ્તક તે વખતે ભંડારની અંદર પડયુ રહી એમને એમ સડી જાય, એના ઉત્તરમાં કહે છે કે ) આચારાંગના સાર એ કે તેના અનુયાગાથે— ખુલાસાપૂર્વક અર્થ પ્રકા ચાય, અને તેના પણ આખરે એજ સાર કે તેની પ્રરૂપણા ચાલતી રહે ( એટલે કે ચાલુ પ્રસાર થયા કરે) આ ઊપરથી સિદ્ધ થાય છે કે સૂત્રની સળતા અર્થ જાણવાથીજ થાય છે, એટલે કે અર્થથી વાકે થવું એજ સારભૂત છે, માટે શ્રાવકને સૂત્રેાના અર્થ જાણવાની શાસ્ત્રમાં સર્વથા છૂટ આપેલી છે. શ્રાવકના વિશેષણેામાં તેમનાં એવાં વિશેષણા આવે છે કે જલુકા, નદીયટ્ટા, પુષ્કિયદા, વિિિષ્ક્રયઢ્ઢા એટલે જેએ અર્થના મેળવનાર, અર્થતા ગ્રાહક, અર્ચના પૂછનાર, અને અર્થને નિશ્ચય કરનારા હોય તે ખરા શ્રાવક કહેવાય નહિ કે આજના જેમ અર્થ જ્ઞાનથી તદન એ ખબર, અને વાજબી કે ગેરવાજબીને વિચાર કર્યા વગર પકડયું તે પકડયુ કરીને ચાલનારા. અર્થ જ્ઞાન મેળવવાના એ રસ્તા છેઃ-લક્ષ્ય પૂર્વક શ્રવણુ અને લક્ષ્ય પૂર્વક વાચન. હવે જ્યારે એક વખત એવા પણ હતો કે જ્યારે જૈન સૂત્રેાને પુસ્તકા પર લખવાની પણ મનાઈ હતી, અને જૈન મહર્ષિ સપ્ત અભ્યાસ કરીને તેમને પેાતાને કાગ્રેજ રાખતા હતા, તે વખતે તેમની પાસે શ્રવણ કરવાથીજ શ્રાવકો અર્થ જ્ઞાન મેળવી શકતા. પણ તે વખત બદલાઇને ફેર એવા વખત આવ્યા કે જે બાબત ભગવાને ના પાડેલી તેજ બાબત વખતને અનુસરીને ચાલુ કરવી પડી એટલે કે સાધુઓને સૂત્રેા લખવાં પડયાં, એટલુંજ નહિ પણ તે લખીને શ્રાવકોને સોંપવાં પડયાં કે તમે આ જ્ઞાનના પુસ્તકે સભાળા, આનું નામ તે. દેશકાળનું અનુસરણ કહેવાય. ફેર વખત બદલાયા અને પ્રાકૃત ભાષાના પ્રચાર ઓછો પડી સંસ્કૃતના પ્રચાર કાયમ દેખાયા એટલે એ પ્રાકૃત સૂત્રેાપર સંસ્કૃત ટીકાએ રચાઈ અને લખાઇ, એથી મુનિ અથવા શ્રાવકમાંથી જે કોઈ સસ્કૃત ભાષા જાણુતા તેને સૂત્રેાના અર્થ સમજવાની સહેલાઇ થઈ, પણ વખત તે હંમેશ બદલાઇ જતા હોવાથી છેવટે એવા પણ વખત આવી લાગ્યા કે ધણા જૈન પુસ્તકો જૈતેના હાથમાંથી અલગા થઇ યૂરોપ દેશમાંના ગાર લોકાને હાથે જ આયા. તેઓએ તેમને વધાવી લઈ ભારે પરિશ્રમ કરીનેવાંચી ઉકેલી તેમના અર્થ જગ જાહેર કરવા પ્રયત્ન આરબ્યા છે અને તેમાં તેએ કુંતેહમદ થતા દેખાય છે. હવે એક તરફ જ્યારે આમ છે ત્યારે બીજી તરફ્ વખતે શા તમાશે કર્યા છે તે જીવે ! જ્યારે વિદેશી વિદ્યાતા જૈન જ્ઞાનને ફેલાવવાને યત્ન કરે છે ત્યારે અમારા જૈનબધુ વખતે ધારનિદ્રામાં ઊંધે છે, અને જગવ્યા પણ જાગતા નથી. તે પ્રાકૃત સ ંસ્કૃત તે દૂર રહે પણ ગુજરાતીએ પૂરું ભણુતા નથી ! અને વખત બદલાતા જાય છે, તનાપુર કશા વિચાર ન કરતાં પર'પરાને નામે વગર પ્રયેાજનની રૂઢિએ જોરથી પકડી રાખે છે અને આ For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy