SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાલોચના, ( ૧૧ ) વાક્ષાર્થપ્રધાન ભાષાંતર કરવાને અમારો બીજે (ગણ) હેતુ એ પણ છે કે કેટલાએક (Orthodox) લોકોની હજીલગણ એવી માન્યતા છે કે શ્રાવકથી મૂળ પાઠ વાંચી શકાય જ નહિ. આ રીતે તેઓ એકાંત પક્ષ ખેંચે છે, પણ તેમણે જાણવું જોઈયે છીયે કે જિનાજ્ઞા આહારમય હોય છે. એકાંતવાદજિનાજ્ઞામાં હતું જ નથી. શાસ્ત્રમાં અમુક વાતને વિષેધ કરેલ હોય અથવા અમુક વાતની હા પાડેલી હોય છે તેનો અમલ અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરે પ્રસંગોને અનુસરીને જ કરાય છે. મહાનિશીથ સૂત્રમાં લખ્યું છે ? કે અમુક ઉપધાન તપ કર્યા સિવાય જે કોઈ નવકાર મંત્ર ભણે કે ભણાવે છે તે અનંત સંસારી થાય છે –હવે આ વાતને પકડીને શું આપણે આપણા નાના બાળકોને નમસ્કાર મંત્ર ભણાવવું બધ પાડીશું કે? અલબત જે વખતે સેંકડે અને હજારે બુદ્ધિશાળી પુરૂષ શુદ્ધ સંયમ ધારણ કરીને આ ભૂમંડળ પર જગે જગે અપ્રતિબદ્ધપણે વિહાર કરતા થકા , રાજા અને રંકની ઊપર સમાન દષ્ટિ રાખીને શુદ્ધ ધર્મોપદેશ કરતા હતા બલ્ક જ્ઞાન, દર્શન (સત્ય શ્રદ્ધા), અને ચારિત્ર ( સદાચાર) નો ફેલાવો કરવા માટે કમર કસીને તૈયાર રહેતા હતા, તે વખતે શ્રાવકને સૂત્રો વાંચવાની તે શું પણ લખાવવાની પણ જરૂર રહેતી ન હતી –પણ આ જ વખત જૂદે આવ્યો છે. આજકાલ બુદ્ધિશાળી પુરૂષો તે ઘણા થોડા જ હોય છે, અને તેવા લોકોમાંથી દીક્ષા લેવા તે થોડા જ તૈયાર થાય છે, દીક્ષા લેનારાઓમાં શુદ્ધ સંયમ પાળનારા વળી થોડા જ નીકળે છે, અને તેઓ પણ અપ્રતિબદ્ધપણે દરેક દેશ અને દરેક જગે વિહાર કરતા નથી પણ જયાં વધુ માનપાન મળે ત્યાંજ ભરાઈ બેસે છે, વળી તેવામાં પણ સમાન-દષ્ટિ રાખનાર તે કઈ ભાગ્યે જ મળી શકે છે, બાકી મોટો ભાગ તે પોતપોતાની જ બડાઈ ગાનાર દેખાય છે. વળી વ્યાખ્યાન સભામાં પણ શેઠીઆ લેકનું ભાન વિશેષ ઝાળવવામાં આવે છે, તેઓ સૌથી આગળ બેસવાને હક ધરાવતા હોય તેમ તેઓ મોડા આવે તે પણ કેટલાક વ્યાખ્યાનક મુનિઓ તેમના તરફ નજર નાંખીને તેમને પોતાની નજીક ખેંચાવે છે. વળી આજકાલના સાધુઓમાંના ઘણા એક તે દેશી ભાષાને પણ શી રીતે શુદ્ધ બોલાવી લખવી તે પણ જાણતા નથી. તે પછી તેઓ સભ્યજનો પર ભાષાની છટાથી તે શી અસર કરી શકે? આ રીતે વર્તમાન સાધુ વર્ગમાંના અમુક મહાપુરૂષો બાદ કરતાં બાકીના મોટા ભાગ ઉપર આવી સબ ટીકા કરવાને અમારે મુખ્ય હેતુ એટલો જ છે કે વાચકવર્ગને યથાર્થ વસ્તુ દર્શન કરાવીને તેને પૂર્વકાળ તથા વર્તમાન કાળની સ્થિતિને સ્પષ્ટ ભેદ બતાવી આપવાનો છે. માટે આવા સમયમાં શ્રાવકોની ખાસ ફરજ રહેલી છે કે તેમણે કોઈ પણ રીતે સૂત્રોના અર્થનું જ્ઞાન દુનિયામાં જેમ વધુ ફેલાય તેમ યત્ન કરે જોઈએ. સૂત્રોમાં રહેલી પવિત્ર વાતે દુનિયાભરમાં જાહેર કરવાથી આપણે આપણું ભગવાન શ્રી મહાવીરસ્વામિના વિશેષ વિશેષ આરાધક થઈશું એ વાતમાં લગારે સંશય લાવવા જેવું નથી. કેમકે તે ભગવાન જૈનધર્મને જગતમાં ફેલાવવા ખાતર અને દેશ વિદેશમાં જિનવાણીને ઉષ બચાવવા ખાતર અથાગ મહેનત કરતા હતા એમ તેમના વર્તન પરથી સે કઈ જાણી શકે છે. માટે ભગવાનની પવિત્ર વાણીને દુનિયાભરમાં પ્રસાર ચવા ખાતર જૈનના તમામ સૂત્રોનાં દુનિયામાં ચાલતી જાણવામાં આવેલી લગભગ ૩૩૦૦ ભાષાઓમાં ભાષાંતરે કરાવીને હિંદુસ્તાન તે શું પણ એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા, આસ્ટ્રેલિયા, અને પાસિફિક મહાસાગરમાંના તમામ બેટે સુધીમાં રહેલા દેઢ અબજ માણસે માંથી જેમને જેમને પિત પિતાની લિપિ અને ભાષા વાંચતાં આવડતી હોય તેમને તેમને For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy