SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. કાળની ગહન ગતિ છે. પૂર્વે એક સમય એવો પણ હતો કે જે વખતે પુસ્તક-પાનાની જરા પણ જરૂર ન પડતી, સ્મરણ શક્તિ જ સામ્રાજ્ય હતું, એક વખત શ્રવણ કરેલું “પુનઃ પુનઃ” યાદ લાવનાર મનુષ્ય વિશેષ હતાં. આ સુવર્ણયુગને વિશે જ્ઞાની પુરૂષ વિધમાન હતા, જે ઉચ્ચ સ્થિતિ સંપાદન કરવાથી સર્વેન દિગવિજય મેળવતા. ઈતિહાસની તવારીખ ઉપરથી જણાય છે કે એવા સમયમાં જૈન માર્ગ સત્તમતાને શિખરે બિરાજતો હતે. જેમ દિવસને વિષે સૂર્યના, અને રાત્રિને વિષે ચન્દ્રના તેજથી, સર્વત્ર પ્રકાશ થઈ રહે છે તેમ ચરમ-છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુની હૈયાતી વખતે અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ સર્વત્ર જ્ઞાનરૂપી પ્રકાશ છવાઈ ગયો હતો. તે ભગવંતના નિર્વાણ પછી ધીમે ધીમે મનુષ્યની સ્મરણશકિત ઘટતી ગઈ, તે એટલે સુધી કે પર્વનું જ્ઞાન જાળવી રાખવા માટે પુસ્તકો લખાવવાની જરૂર પડી. આનું પરિણામ એ થયું કે પુસ્તકો લખાવાથી મનુષ્યો બે દરકાર બનતા ગયા અને તેઓએ સ્મરણશક્તિને તે બાબતમાં શ્રેમ આપો બંધ કર્યો. જે વખતે પુસ્તકો લખાયાં તે વખત શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછીના કેટલાએક સૈકા પછીનો હતો. આ પ્રમાણે સ્મરણશક્તિની ન્યૂનતા–અને દિનપરિદિન હાનિ થતી જઈ તે વખતના પુરૂષ, જેના આપણે ઘણાજ આભારી છીએ, તેઓએ જે કાંઈ જોયેલું, સાંભળેલું, અનુ. ભવેલું હતું તે બધું પોતાની જ્ઞાનશક્તિ અને સ્મરણશક્તિ અનુસાર લખાવવું શરૂ કર્યું. (તે પુરૂષોનું જ્ઞાન આજના જમાના કરતાં ઘણું જ ચઢીઆનું હતું. હાલની પેઠે કાગળ વગેરે ઉપર નહિ, પણ તાડપત્રો પર તે સૂત્રો લખાયાં હતાં. તે ઉપકારી પુરૂષને એવી ભીતિ લાગી કે જે આ પ્રમાણે સ્મરણશક્તિ ઘટતી જશે તે જ્ઞાનને લય થવાનો સમય નજદીક આવશે. શ્રમણ ભગવંત શ્રીમહાવીરસ્વામીના નિવાણ પછી ૮૮૦-૯૮૩ વર્ષ એટલે ઈરીસન ૮૫૪-૬૭ ની સાલના અરસામાં, આવે અણીને સમયે શ્રીવલ્લભીપુર નગરને વિષે શ્રમણ ભગવંત શ્રી દેવર્કિંગણિની દેખરેખ નીચે જૈન સંપ્રદાયના વિદ્વાન આચાર્યોએ એકઠા મળી જૈન આગમ લખી લેવાનો નિશ્ચય કર્યો. મોટા મોટા શ્રીમંત તે સમયે જૈન ધર્માનુરાગી હોવાથી જૈન આચાર્યો પિતાની ધારણામાં ફતેહ પામ્યા અને પુષ્કળ શ્રમ લઈ પુસ્તક લખી તેની જૂદી જૂદી પ્રતો જૂદા જૂદા શહેરોના જૈન ભંડારમાં દાખલ કરાવી. આ સૂત્રો નિપક્ષપાતી વિદ્વાનોની કસાયેલી કલમથી લખાયેલાં છે એમ પુરવાર કરવાને એટલું જ બસ થશે કે આ સૂત્ર વિદ્વાન પુરૂષના મંડળે એકઠાં મળીને એકત્ર અભિપ્રાયથી લખાવેલાં છે જેથી કોઈ પણ મતમતાંતર કે કદાગ્રહનો પક્ષ તેમાં હોય તે ધારવું ભૂલ ભરેલું છે. વળી આ સૂત્રો લખવામાં કોઈ પણ જાતની વિષમતા યાતો (પાછળની પ્રજામાં દેખાતી) સ્વાર્થપરાયણ દૃષ્ટિ હોવાનું કશું પણ કારણ નહતું. જેથી આ સો નિષક્ષપાત શૈલીથી લખાયાં છે એમ કબૂલ કર્યા વિના ચાલતું નથી. કારણ કે તે સર્વ વિદ્વાન આચાર્યોના મગજમાં જે હકીકત ખરેખરી યાદ આવી અને સર્વ માન્ય થઇ તેજ સૂત્રોમાં ગુંથાઈ હતી For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy