SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ. લીંબડીમાં ઉત્તમોત્તમ પ્રાચીન હસ્તલિખિત જૈન ગ્રંથને જ્ઞાનભંડાર છે, તેમાં નાં અને કેટલાંએક અપૂર્વ પુસ્તક છે. તેનું લીસ્ટ પરમ પૂજ્ય શ્રીમદ્દ વિજયનેમિસૂરિ પાસેથી રા. રા. વકીલ કેશવલાલ પ્રેમચંદને મળેલું, તે ઉપરથી તેમણે ગ્રંથને અકારાદિ ક્રમ - કરાવી, તેને અમારી અનુમતિથી શ્રીયુત વકીલે છપાવવું શરૂ કરેલ, તેના પહેલા ફરમાનું છેવટનું મુફ મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજશ્રીને જેવા મોકલેલું, પણ તે કામ તેમને પસંદ નહીં આવવાથી અને તેમાં ઘણી ભૂલ રહી ગએલી હોવાથી શ્રીયુત કેશવલાલ વકીલની વિનંતિથી તે કામ મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે ઉપાડી લીધું તેઓશ્રીએ જ આ ભંડારની બધી ટિપ (સૂચીપત્ર) કર્યા ઉપરાંત પુસ્તકની સારી રક્ષા થાય તેવી વ્યવસ્થા કરેલી હેવાથી, ખરેખર આ કાર્ય કરવા તેઓશ્રી જ લાયક હતા. અમારી વિનંતિથી તેઓશ્રીએ પોતે જ પોતાની પાસેના લીસ્ટ ઉપરથી ફરીથી અકારાદિ ક્રમ તૈયાર કરી આ લીસ્ટ તૈયાર કર્યું છે. તેમજ પ્રફ પણ તેઓશ્રીએજ શોધી આપ્યાં છે. ઉપરોકત લીસ્ટમાં ગ્રંથના કર્તા વગેરેની કેટલીએક માહિતી આપી છે તે ઉપરાંત લીસ્ટના અંતમાં ગ્રંથના વિષય આદિનાં પરિશિષ્ટ આપી આ લીસ્ટને ઘણું મહત્વનું બનાવ્યું છે તેથી આ કાર્ય ઘણું પ્રશંસનીય થયું છે એમ કહીએ તે તે કોઈ રીતે ખોટું નથી. જ્ઞાનભંડારનું અવલોકન અતિ પરિશ્રમ વેઠી મુનિશ્રી ચતુરવિજયજીના વિદ્વાન શિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજીએ લખીને જે અશ્રુતપૂર્વ ભંડારોની ઐતિહાસિક હકિકત પૂરી પાડી છે તેથી આ લીસ્ટના મહત્વમાં વધારો થયો છે. આ પ્રમાણે જેસલમેર પાટણ ખંભાત અને અમદાવાદ વગેરેના મોઢા મેટા ભંડારનાં લીસ્ટો છપાય તે તે ઘણું ઉપયોગી થઈ પડે. જો કે આવું કામ કરવાને પ્રયાસ વિદેશી પંડિતાએ ઘણુ વર્ષથી શરૂ કરેલ છે, તે પણ તે કાર્ય વિદ્વાન જૈન સાધુમુનિરાજોની દેખરેખ નીચે થાય તે ઘણું શુદ્ધ અને લેકેપગી નિવડે એ નિર્વિવાદ છે. અંતમાં આવા ઉપયોગી સૂચીપત્રને પ્રસિદ્ધિમાં લાવવા માટે મુનિવર્ય શ્રી ચતુરવિજયજી અને તેઓના વિદ્વાન શિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજીએ જે સહાભ્યતા કરી છે તે બદલ અમે તેઓશ્રીને ખરા અંત:કરણથી ઉપકાર માનીએ છીએ, અને અમારા ગ્રંથદ્વારમાં અંક ૫૮ માં પ્રસિદ્ધ કરીએ છીએ. જણાવતાં અતિ દિલગીરી ગ્રામ થાય છે કે શ્રીમતી આગમાદય સમિતિના એક સેક્રેટરી સુરત નિવાસી શેઠ ચુનીલાલ છગનચંદ શ્રોફ ચાલુ વર્ષમાં સ્વર્ગવાસ પામ્યા છે. એઓશ્રીના આત્માને પરમાત્મા પરમશાંતિ બક્ષે એવું પ્રાથએ છીએ. મુંબાઈ લિ. જીવણચંદ સાકરચંદ ઝવેરી. માનદ મંત્રી ધનતેરસ, ૮૪ છે
SR No.018101
Book TitleLimbdi Jain Gyanbhandar Hastlikhit Prati Suchipatra
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherAgamoday Samiti
Publication Year1928
Total Pages268
LanguageGujarati
ClassificationCatalogue & Catalogue
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy