SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ બાવન જિનાલય તીર્થ ભાયંદર : એક પાવન પરિચય પૂજ્યપાદ સમર્થ સંઘનાયક શતાધિક જિનાલયપ્રણેતા યુગદિવાકર આ. ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.ની પુણ્યપ્રેરણા ઝીલીને, મોદ્રકાનિવાસી દાનવીર-ધર્મવીર-કર્મવીર શ્રેષ્ટિવર્યશ્રી દેવચંદ જેઠાલાલ સંઘવીએ ભાયંદરની ભાગ્યવતીનગરીમાં પોતાની મોકાની ભૂમિ ઉપર બાવન જિનાલયતીર્થનાં મંડાણ કર્યા. વિ.સં. 2043માં મૂળનાયક શ્રી શંખેશ્વરપાર્શ્વનાથાદિ તમામ જિનબિંબોની પ્રતિષ્ઠા વૈશાખ શુદિ-11ના મંગલ મુહૂર્ત થઈ. | શેઠશ્રીના અવસાન બાદ તેમના ધર્મભાવનાશીલ સુપુત્રો શ્રી સુરેશભાઈ-શ્રી જિતેન્દ્રભાઈ-શ્રી અતુલભાઈના ટ્રસ્ટીપદે તીર્થનો વિકાસ નિરંતર ગતિશીલ રહ્યો છે. ત્યાર બાદ વિ.સં. 2058માં બે ગુરુમંદિરો અને દશ અધિષ્ઠાયક દેવોના મંદિરો તેમજ વિ.સં. 2062માં 108 ઇંચના કાઉસ્સગ્નમુદ્રાલીન શ્રી આદિશ્વરદાદાની પ્રતિષ્ઠા થઈ. વિ.સં. 2068માં બાવનજિનાલયતીર્થ પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય રજત મહોત્સવ ઉજવાયો, વિ.સં. 2071માં પુણ્યવાન દાતા પરિવાર તરફથી દેવચંદનગર-શ્રાવિકા ઉપાશ્રય તથા આયંબિલભવનના પુનરુદ્ધાર થયા. તેમજ વિ.સં. 2073ના વર્ષે ગુરુમંદિર, ભૂગર્ભગૃહમાં નવનિર્મિત કલ્યાણમંદિર સંકુલની શાનદાર અંજનશલાકાપ્રતિષ્ઠાનું આયોજન થયું. _ઉપકારતીર્થ માતા-પિતાને સ્મરણાંજલિ “ઘટમાં ઘોડા થનગને, ને આતમ વીંઝે પાંખ; અણદીઠી એ ભોમ પર, માંડે યૌવન આંખ.” રાષ્ટ્રીય શાયર મેઘાણીની આ ઝીંદાદિલ પંક્તિ સાર્થક કરતાં હોય તેમ પૂ. પિતાશ્રી દેવચંદ જેઠાલાલ સંઘવી માત્ર 13 વર્ષની ઊગતી વયે મોઢુકા જેવા નાના ગામડામાંથી નસીબ અજમાવવા મુંબઇ આવ્યા અને ધીંગી કોઠાસુઝઅણિશુદ્ધવ્યવહારથી એમણે શૂન્યમાંથી સર્જન કર્યું. | મુંબઇના મલાડ તથા ભાયંદર ઉપનગરોમાં ‘દેવચંદનગર’નું નિર્માણ કરીને કેટલાય જ્ઞાતિજનોને એમણે પગભર કર્યા, તો “શેઠ દેવચંદ જેઠાલાલ હાઇસ્કૂલ” જેવી સંસ્થાઓ દ્વારા એમણે શૈક્ષણિક ક્ષેત્રે યોગદાન આપ્યું; પિતાશ્રી દેવચંદભાઇ સંઘવી મલાડમાં શાંતિનાથ જિનાલય, ભાયંદરમાં બાવન જિનાલય, હિંમતનગરમાં આદિનાથ જિનાલય, ઠાકુરદ્વારમાં 24 જીનાલય (મૂળનાયક શાંતીનાથ ભગવાન)ની સ્થાપના કરીને ધર્મશક્તિ કરી, તો સાતસો જ્ઞાતિજનોને બસ દ્વારા સમેતશિખરતીર્થયાત્રા કરાવીને એમણે તીર્થભક્તિ કરી. શ્રી હરસોલ 27 જ્ઞાતિના લાભાર્થે ભાયંદરમાં દેવવાટિકાના સંકુલનું ભવ્ય નિર્માણ કર્યું. પૂ. માતુશ્રી ચંપાબા તથા શાંતાબા પિતાશ્રીનાં સર્વ ધર્મકાર્યોમાં પ્રેરણામૂર્તિ બન્યા. ઉપરાંત ત્રણ ઉપધાન-50 0 આયંબિલ- વર્ષીતપ વર્ધમાનતપ- ઓળીઓ- નવપદજીઓળીઓ- અટ્રાઈઓ આદિ અનેકાનેક માતુશ્રી ચંપાબેન માતુશ્રી શાંતાબેન તપસ્યાઓ દ્વારા તેઓએ જીવનને તપોનિષ્ઠ બનાવ્યું હતું. | નિત્ય નવકારશી-ચોવિહાર-અનેક ધર્મનિયમો ધરાવતાં પૂ. ઉપકારતીર્થ પિતાશ્રીની ચિરવિદાયને પણ આ વર્ષે એકત્રીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જીવનયાત્રા - તા. 22-6-1912 તેઓએ દર્શાવેલ ધર્મમાર્ગે સદાય આગળ વધતા રહીએ એ શુભ ભાવના સાથે અનંતયાત્રા - તા. 18-7-1987 સમસ્ત પરિવારની હાર્દિક સ્મરણાંજલિ. | લિ. શેઠ દેવચંદ જેઠાલાલ સંઘવી સમસ્ત પરિવાર પ. પૂ. આ. ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. ના આશિર્વાદથી પ. પૂ. રાષ્ટ્રસંત આ. ભ. શ્રી પાસાગરસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી શ્રી દેવચંદ જેઠાલાલ સંઘવી પરિવાર સુરેશભાઈ-જ્યોત્નાબેન, જિતેન્દ્રભાઈ-શર્મિષ્ઠાબેન, અતુલભાઈ-ભારતીબેન, હર્ષિત-અમી, આનંદ-ક્રિષ્મા, સિદ્ધાર્થ-ફોરમ, આદિત્ય-અદિતી, સૌરભ-સમર્થ-નિર્મય-નેવીલ-ધ્રુવિલ-અનન્યા હેમલતા સુભાષચંદ્ર શાહ, સરસ્વતી પ્રફુલચંદ્ર દોશી, જયા પ્રદીપકુમાર વોરા, ઈલા પ્રફુલકુમાર શાહ, પલ્લવી ધીરેનકુમાર વખારીયા આદિ પરિવાર ' જ ' For Private and Personal Use Only
SR No.018070
Book TitleKailas Shrutasagar Granthsuchi Vol 24
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Aradhana Kendra Koba
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2018
Total Pages612
LanguageHindi
ClassificationCatalogue & Catalogue
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy