SearchBrowseAboutContactDonate
Page Preview
Page 988
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પાંચેય સમવાય એકી સાથે છે. સ્વભાવ, પુરૂષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ, કર્મના ઉપશામાદિ બધા, એકી સાથે છે. (૧૬) મોક્ષમાર્ગની પ્રાપ્તિો કાળ હોય ત્યારે (૧) (૨) (૩) (૪) ચિદાનંદધન સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય તે સ્વભાવ થયો. ચિદાનંદધન સ્વભાવની દ્રષ્ટિ થઇ તે સ્વભાવ તરફનો પુરુષાર્થ થયો. તે જ કાળે આ (નિર્મળ) પર્યાય થવાનું ક્ષણાન થયું તે કાળલબ્ધિ થઇ. આ જે (નિમૅળ) ભાવ તે કાળે થયો તે થવાનો હતો તે જ થયો તે ભવિતવ્ય અને (૫) ત્યારે પ્રતિકૂળ નિમિત્તનો અભાવ થયો તે નિમિત્ત થયું. આ પ્રકારે પાંચે સમવાય એક સાથે હોય છે. એમ જાણવું (૧૭) પાંચ છે. કાળલબ્ધિ (૧) (૨) પુરુષાર્થ (3) સ્વભાવ (૪) ભવિતવ્યતા અને તે જ સમયે (૫) નિમિત-કર્મના ઉપશમાદિ –એમ પાંચે સમવાય એક સાથે જ હોય છે. સમવાય સંબંધ :ગુણ હોય ત્યાં ગુણી હોય ત્યાં ગુણ હોય. ગુણ ન હોય ત્યાં ગુણી ન હોય અને ગુણી ન હોય ત્યાં ગુણ ન હોય-આવો ગુણ-ગુણીનો અભિન્ન પ્રદેશરૂપ સંબંધ; તાદાત્મય સંબંધ (૨) સંયોગ-મેળાપ સંબંધ; એકઠાંપણું તે પાંચ પ્રકારે હોય છે. જ્ઞાયક સ્વભાવની સન્મુખતા; પુરુષાર્થ; (૧) (૨) (૩) કાળલબ્ધિ; (૪) ભવિતવ્ય-નિયતિ; અને ૯૮૮ (૫) કર્મની ઉપશમાદિ અવસ્થા. એ પાંચ બાબતો ધર્મ કરનારે એકી સાથે હોય છે. (૩) ભિન્ન ભિન્ન પદાર્થોના ઘનિષ્ટ નિત્ય સંબંધને સમવાય સંબંધ કહે છે. (૪) ગુણ હોય ત્યાં ગુણી હોય અને ગુણી હોય ત્યાં ગુણ હોય, ગુણ ન હોય ત્યાં ગુણી ન હોય અને ગુણી ન હોય ત્યાં ગુણ ન હોય - આવો ગુણ-ગુણીનો અભિન્ન પ્રદેશરૂપ સંબંધ; તાદાત્મ્ય સંબંધ. (૫) નિત્ય સંબંધનું નામ સમવાય છે. (૬) ભિન્ન ભિન્ન પદાર્થોના ધનિષ્ટ નિત્ય સંબંધને સમવાય સંબંધ કહે છે. ગુણ, ગુણીને ભિન્ન માનીને તેમનો નિત્ય સંબંધ નૈયાયિક દર્શન માને છે. (૭) નિત્ય સંબંધ (૮) ગુણ હોય તો ગુણી હોય અને ગુણી હોય ત્યાં ગુણ હોય, ગુણ નહોય ત્યાં ગુણી ન હોય અને ગુણી ન હોય ત્યાં ગુણ ન હોય આવો ગુણ-ગુણીનો અભિન્ન પ્રદેશરૂપ સંબંધ; ,સમવાયસંબંધ. સમવાયનું સ્વરૂપ સમવર્તીપણું ઃએટલે અનાદિ અનંત સહવૃતિ છે. દ્રવ્ય અને ગુણોને આવો સમવાય (અનાદિ-અનંત તાત્મ્યમય સહવૃત્તિ હોવાથી તેમને અયુતસિધ્ધિ છે. કદીયે પૃથકપણું નથી. સમવિષય સમ=સમાન, સરખું, સપાટ, સમથળ, વિષમ=અવળું, ઊલટું, વિપરીત, ખરબચડું, ખાડા-ખડબાવાળું, ગૂંચવણ ભરેલું, દારુણ, ભયાનક (સરખું-અસરખુંઃ સમાન-અમાન) સમશ્રેણી :સમભાવની ચાલુ રહેતી પરિણતિ સમસુખદુઃખ સુખ અને દુઃખ (અર્થાત્ ઇષ્ટ તેમ જ અનિષ્ટ સંયોગ) બંન્ને જેમને સમાન છે એવા. (૨) જેને સુખ અને દુઃખ સમાન છે એવો. (૩) સુખદુઃખ જેને સમાન છે, એવા ઈટનિષ્ટ સંયોગોમાં જેને હર્ષશોકાદિ વિષમ પરિણામ થતા નથી એવા. (જેને રાગદ્વેષમોહ નથી તે મુનિ નિર્વિકારચૈતન્યમય છે અર્થાત્ તેનું ચૈતન્ય પર્યાયો પણ વિકાર રહિત છે તેથી તે સમ સુખ દુઃખ છે.) સમસ્તવસ્તુ તત્ત્વનું ઃસર્વ વસ્તુના યથાર્થ સ્વરૂપનું સમસ્ત સઘળું; તમામ; બધુંભેગું; સમગ્ર; સમુદાય.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy