SearchBrowseAboutContactDonate
Page Preview
Page 986
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) અનુકંપા. સામ્યગ્દષ્ટિ સમ્યગ્દષ્ટિ જીવ ભેદોને નહિ ભાવતાં અભેદ આત્માને જ ભાવે છે. અનુભવે છે. (૨) સુમતિજ્ઞાન અને સુશ્રુત જ્ઞાન સર્વ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે સુઅવધિજ્ઞાન કોઈ કોઈ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. મન:પર્યાયજ્ઞાન કોઈ કોઈ મુનિવરોને-વિશિષ્ટ સંયમધરોને હોય છે. (૩) હું જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા છું, ને પરચીજો ને પુયભાવ ને પાપના ભાવ જે થાય તે હું નથી એમ અંદર તેમને ભિન્નતાનો વિવેક થઈ ગયો હોય એનું નામ સમ્યગ્દષ્ટિ છે. સમષ્ટિજીવ :આ આત્મા અખંડ, એકરૂપ, શુદ્ધ, સામાન્ય, ધ્રુવ અનુભવગોચર વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેને સ્વ સંવેદનજ્ઞાન દ્વારા જે પ્રત્યક્ષ જાણેઅનુભવે તે સમ્યગ્દષ્ટિ જીવ છે. (૨) વર્તમાનમાં જ દ્રવ્ય સ્વભાવ ધ્રુવપણે અખંડપૂર્ણ છે. તેમાં ભૂત, ભવિષ્ય પર્યાયની શક્તિ રહેલી છે. વર્તમાનમાં જે પ્રગટ અવસ્થા છે તે ભંગ એ ભેદરૂપ છે, તે લંગરૂપ અવસ્થા સિવાયની જે વર્તમાન વર્તતી સામર્થ્ય શક્તિ તે ગુણરૂપ છે અથવા તે દ્રવ્યરૂપ છે. અવસ્થા લક્ષમાં નહિ લેતાં હું આત્મા પૂર્ણ, નિર્મળ પવિત્ર, વર્તમાનમાં જ છું, તે દષ્ટિ થતાં પર્યાય પણ નિમળ થઈ જાય છે. તે દષ્ટિ પગટ થવામાં અનંતા સમ્યગ્દષ્ટિનાં બીજું નામો દ્રવ્યદૃષ્ટિ; શુદ્ધદષ્ટિ; ધર્મદષ્ટિ, નિશ્ચયષ્ટિ પરમાર્થ દષ્ટિ, અંતરાત્મા વગેરે નામો આપવામાં આવે છે. સમ્યગ્દષ્ટિની અંતર પ્રતીતિ ચૈતન્ય દ્રવ્યમાં તે વિકારી ભાવો હતા નહિ, છે નહિ અને હશે પણ નહિ. જુઓ, આ સમ્યગ્દષ્ટિથી અંતરની પ્રતીતિ આવા નિરાળા ચૈતન્ય સ્વરૂપને જાણ્યા વિના, પ્રતીતમાં લીધા વિના ભવનો અંત આવે ક્યાંથી ? સમ્યગ્દષ્ટિનું અંતરવલણ ફરી ફરીને પોતાના શુદ્ધ સ્વભાવ તરફ જાય છે, એ જ અંતરની ભાવના, એ જ અંતરનો જાપ છે. ક્રોધ, માન, રાગ વગેરે વિકારી ભાવો છે તેના પણે હું નહિ પરિણમેલો હોવાથી મમતા રહિત છે; મમતારહિત કહીને નાસ્તિપણું બતાવ્યું. આચાર્યદેવે પહેલાં એક છું ને શુદ્ધ છું કહીને અસ્તિપણું બતાવ્યું અને પછી વિકારી ભાવનું સ્વામીપણું મારામાં નથી તેથી હું મમતારહિત છું એમ કહીને નાસ્તિપણું બતાવ્યું. ચિન્માત્ર જ્યોતિ (આત્મા)નું વસ્તુસ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (અખંડપણું) હોવાથી હું જ્ઞાન-દર્શન વડે પરિપૂર્ણ છું. (વસ્તુનો સ્વભાવ સામાન્ય-વિશેષ સ્વરૂપ છે, આત્મા પણ વસ્તુ હોવાથી તે સામાન્ય વિશેષ સ્વરૂપ છે અર્થાત્ દર્શન -જ્ઞાન સ્વરૂપ છે.). સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થાય છે ત્યારે હું તો ભગવાન આત્મા સામાન્ય અને વિશેષથી એટલે દેખવા અને જાણવાના સ્વભાવથી ભર્યો છું, મારા સ્વરૂપમાં પુણય-પાપ છે નહિ આવી દઢ પ્રતીત થયા છે; ધર્મી આ રીતે પ્રતીત અને જ્ઞાન કરીને સ્વરૂપમાં સ્થિર થાય છે અને સ્થિરતા વધારતાં વધારતાં વીતરાગ થાય છે તેનું નામ ચારિત્ર છે. આ ધર્મની અનંતી ક્રિયા; ચૈતન્યના ધર્મની ક્રિયા ચૈતન્યમાં હોય, પરમાં ન હોય. પુણ્ય પાપની વિકારી ભાવ પણે આત્મા કોઈ દિવસ થતો નથી અને દર્શન જ્ઞાનથી કોઈ દિવસ છૂટ્યો નથી. આત્મા અનંત ગુણનો પિંડ અને અનાદિ અનંત, પરથી નિરાળો અખંડ છે એવી પ્રતીતિ કરી અને એમાં સ્થિર થવું એનું નામ પ્રતિક્રમણ છે, એનું નામ પ્રાયશ્ચિત છે. આ પ્રતિક્રમણ અને આ પ્રાયશ્ચિતથી મોક્ષ થાય. સમ્યગ્દર્શન :ધ્રુવના ધ્યાન વિના ત્રણેય કાળમાં સમ્યગ્દર્શન થતું નથી. એકમાત્ર નિત્યાનંદ ધુવધામ પ્રભુ આત્માની દ્રષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન થતાં અનુભવ થાય તેની મહોર-છાપ શું? તો કહે છે કે આનંદનો સ્વાદ આવે તે સમ્યગ્દર્શનની મહોર-છાપ છે. પરથી લક્ષ હઠાવી, દયા, દાનના જે વિકલ્પ રાગ છે ત્યાંથી લક્ષ હઠાવી,દર્શન-ગુણ-ચારિત્રના ગુણભેદનું લક્ષ છોડી જયાં અભેદસ્વભાવમાં લક્ષ જાય ત્યાં અનુભવ પ્રગટ થાય છે, તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન થતાં સુંદર આનંદ સહિત જ્ઞાનતરંગો ઊછળે છે. ત્યારે આત્મા એનો યર્થાથ અર્થ સુંદર રીતે સમજાય છે. સાવ્યવહારિક પ્રત્યા, જે ઇન્દ્રિય અને મનની સહાયતાથી પદાર્થને એકદેશ સ્પષ્ટ જાણે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy