SearchBrowseAboutContactDonate
Page Preview
Page 984
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૪ પણ ઉત્પન્ન થાય છે; પણ ત્યાં તેની સ્થિતિ (આયુષ્ય) અલ્પ થઈ જાય છે. જેવી રીતે શ્રેણિક રાજા સાતમી નરકનું આયુષ્ય બાંધ્યા પછી સમક્તિ પામ્યા હતા તેથી, જો કે તેને નરકમાં તો જવું પડ્યું પણ આયુષ્ય સાતમી નરકથી ઓછું થઈ ને પહેલી નરકનું જ રહ્યું. એ રીતે જે જીવ સમ્યગ્દર્શન પામ્યા પહેલે તિર્યંચ તા મનુષ્ય આયુનો બંધ કરે છે તે ભોગભૂમિમાં જાય છે પરંતુ ભૂમિમાં તિર્યંચ અથવા મનુષ્યપણે ઉપજે નહિ. સમગ્દર્શન-સભ્યશાન સંસારી જીવ શુદ્ધ જીવનું (પર અહંતાદિનું) લક્ષ કરે છે, માટે સમ્યજ્ઞાન છે, એમ નથી. શુદ્ધ પોતે ત્રિકાળ શુદ્ધ છે. તેને પર્યાયમાં સ્વીકારે, ત્યારે સાચું જ્ઞાન અને સાચું સુખ થાય, ત્યારે તેને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને શાંતિ થાય. સમ્યગ્દર્શન-સભ્યશાન-સમસ્થારિત્ર અખંડ, અભેદ, એકરૂપ જે ત્રિકાળી શાકભાવ એની દ્રષ્ટિ એ નિર્વિકલ્પ સમ્યગ્દર્શન, એનું સ્વસંવેદનજ્ઞાન એ સમ્યજ્ઞાન અને એમાં રમણતા-લીનતા-આચરણરૂપ અનુષ્ઠાન અ સમ્યક્યારિત્ર. આ નિશ્ચયરત્નત્રયનું સેવન કરે તે સાધુ છે. અંતઃ તત્વસ્વરૂપ જે શુધ્ધ ચૈતન્યધન એનાં શ્રધ્ધા-જ્ઞાન અને શાંતિરૂપ જે નિર્વિકલ્પ વીતરાગી પર્યાય એનું સેવન કરવા યોગ્ય છે એમ વ્યવહારથી કથન છે. ભગવાન જ્ઞાયક સ્વભાવ એકલો છે, એ જ્ઞાયકસ્વભાવનું એકનું સેવન કરવું એ નિશ્ચય છે, પરમાર્થ છે, વાસ્તવિક છે.તથા ઉપદેશમાં ભેદ પાડીને દર્શન, જ્ઞાન અને ચારિત્ર સદા સેવવા યો છે એમ કહેવું એ વ્યવહાર છે. એકરૂપ આત્મામાં દર્શન-જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણ પ્રકાર કહેવા એ વ્યવહાર છે. સમ્યગ્દર્શનાદિ તથા તત્વ જાણવાના આમખ્ય ઉપાય :નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન-તેનાથી પણ સમ્યગ્દર્શનાદિ તથા જીવાદિક તત્ત્વોનો વ્યવહાર થાય છે. (૧) ર્નિદેશ=વસ્તુ સ્વરૂપના કથનને નિર્દેશ કહે છે. (૨) સ્વામિત્વ=વસ્તુના અધિકારીપણાને સ્વામિત્વકહે છે. (૩) સાધન=વસ્તુની ઉત્પતિના કારણને સાધન કહે છે. (૪) અધિકરણ વસ્તુના આધારને અધિકરણ કહે છે. (૫) સ્થિતિ=વસ્તુના કાળની અવધિને સ્થિતિ કહે છે. (૬) વિધાન=વસ્તુના ભેદોને વિધાન કહે છે. ઉપર કહ્યા તે જ પ્રકારે સમ્યગ્દર્શનનું વર્ણન નીચે પ્રમાણે છે:(૧) નિર્દેશ=જીવાદિ સાત તત્ત્વોની યર્થાથ શ્રધ્ધાપૂર્વક નિજ શુધ્ધાત્માનો પ્રતિભાસ-વિશ્વાસ-પ્રતીતિ સ્વામિત્વ=ચારેય ગતિનાં સંજ્ઞી-પંચેન્દ્રિય ભવ્ય જીવો. સાધન=સાધનના બે ભેદ છે. અંતરંગ અને બાહ્ય. અંતરંગ સાધન (અંતરંગકારણ) તો પોતાના શુધ્ધાત્માના ત્રિકાળી શાકભાવ (પારિણામિક ભાવ)નો આશ્રય છે અને બાહ્ય કારણ જુદા જુદા પ્રકારના હોય છે. તિર્યંચ અને મનુષ્યગતિમાં ૧.જાતિસ્મરણ, ૨.ધર્મસ્મરણ અગર (૩) જિનબિંબદર્શન એ નિમિત્તો હોય છે; દેવગતિમાં બારમાં સ્વર્ગ પહેલાં ૧.જાતિસ્મરણ, ૨.ધર્મશ્રણ અગર (૩) જિન-કલ્યાણક દર્શન અગર ૪. દેવધિદર્શન હોય છે અને તેનાથી આગળ સોળમાં સ્વર્ગ સુધી ૧.જાતિ સ્મરણ, ૨.ધર્મશ્રવણ, અગર ૩ જિન-કલ્યાણકદર્શન હોય છે. નવરૈવેયકોમાં ૧.જાતિ સ્મરણ અગર ૨.ધર્મશ્રવણ હોય છે. નરક ગતિમાં ત્રીજી નરક સુધી જાતિસ્મરણ, ધર્મશ્રવણ અગર દુઃખાનુભવ નિમિત્ત હોય છે. અને ચોથાથી સાતમી નરક સુધી જાતિસ્મરણ અગર દુઃખાનુભવ નિમિત્ત હોય છે. નોંધઃ-ઉપર જે ધર્મશ્રવણ જણાવાયું છે તે ધર્મશ્રવણ સમ્યજ્ઞાનીઓ પાસેથી કર્યું હોવું જોઇએ. (૪) અધિકરણ =સમ્યગ્દર્શનનું આભ્યતંર અધિકરણ આત્મા છે અને બાહ્ય અધિકરણ ત્રસનાહી છે. (લોકાકાશની મધ્યમાં ચૌદ રાજુ લાંબી અને એક રાજુ પહોળી જે સળંગ જગ્યા છે તેને ત્રસનાડી કહેવાય છે.). સ્થિતિ=ત્રણ પ્રકારના સમ્યગ્દર્શનની નાનામાં નાની સ્થિતિ અંતમુર્હત છે. ઔપશમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ તેટલી જ છે,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy