SearchBrowseAboutContactDonate
Page Preview
Page 970
Loading...
Download File
Download File
Page Text
________________ સમાન થયાનો નિર્ણય પાંચ સમ્યજ્ઞાન છે એ જ પ્રમાણ છે. જે જીવને સમ્યજ્ઞાન થયું હોય તે પોતાના સમ્યક્ઝતિ અને સભ્યશ્રતજ્ઞાન વડે પોતાને સમ્યત્વ થયાનો નિર્ણય કરી શકે છે, અને તે જ્ઞાન પ્રમાણ અર્થાત સાચું છે. સમશાન પર્યાય શેયતત્વ અને જ્ઞાતૃતત્વની તથા પ્રકારે (જેમ છે તેમ, યર્થાથ) પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શન પર્યાય છે. સમશાનનું ફળ આનંદ (સંતોષ), ઉપેક્ષા (રાગદ્વેષ રહિતપણું) અને અજ્ઞાનનો નાશ એ સમ્યજ્ઞાનનું ફળ છે. સમશાનનું લાણ સમ્યજ્ઞાનનું લક્ષણ સ્વ૫ર પ્રકાશકપણું સમાનનો મહિમા સમ્યજ્ઞાન ક્રિયાકર્મના અનુષ્ઠાન (પાલન)નો આધાર છે, જ્ઞાન મહાત્વકારનો નાશ કરનાર છે, જ્ઞાન, પુરૂષના પ્રયોજનને પૂર્ણ કરનાર છે અને જ્ઞાન મોક્ષનું સાધન છે. સમશાનપર્યાય :ણેયતત્વ અને જ્ઞાતૃતત્વની તથા પ્રકારે અનુભૂતિ જેનું લક્ષણ છે. તે સમ્યગજ્ઞાનપર્યાય છે. (જેમ છે તેમ, યર્થાથ પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શન પર્યાય છે. સમશાનાથાર શુદ્ધ સહજાત્મસ્વરૂપમાં સંશય (શંકા), વિપર્યય-(વિપરીત ઊલટું) અને અનધ્યવસાય (અનિશ્ચયતા) રહિત જે સ્વસંવેદનરૂપ ગ્રાહકબુદ્ધિ થવી તે સમ્યજ્ઞાન છે. તેમાં આત્મપરિણતિ થવી તે સમ્યજ્ઞાનાચાર છે. સામ્યગદર્શન :નિર્વિકલ્પદશા (૨) દેવ-ગુરુ-શાસ્ત્રને માને, નવ તત્વના ભેદ જાણે એ કાંઇ સમ્યગ્દર્શન નથી. સમ્યગ્દર્શન તો આત્માની પ્રતીતિરૂપ છે, સૂક્ષ્મ પર્યાય છે, આનંદના સ્વાદ ઉપરથી જ્ઞાનીને તેનો ખ્યાલ આવે છે. પહેલું સમ્યગ્દર્શન થાય, પછી સ્વરૂપમાં વિશેષ એકાગ્ર થઇ સ્થિર થાય તે સક્યોરિત્ર છે. સમકદશસ્ન વિનાનાં વ્રત, તપ, ચારિત્ર એ બધાં એકડા વિનાનાં મીંડા છે. (૩) હવે આત્માને સમ્યગ્દર્શન થાય એ પ્રયોજન છે. આ પ્રયોજન સાધવા માટે શુધ્ધ દ્રવ્યાર્થિકનયને એટલે શુધ્ધ ત્રિકાળી જ્ઞાયકભાવને મુખ્ય કરીને નિશ્ચય કહે છે. તથા અશુધ્ધ દ્રવ્યાર્થિકરૂપ પર્યાયાર્થિકનયને ગૌણ કરીને વ્યવહાર કહે છે. દ્રવ્ય પર્યાયમાં અશુધ્ધપણે પરિણમેલું છે તેથી અશુધ્ધ દ્રવ્ય કહ્યું છે. એટલે પ્રમાણનું જે દ્રવ્ય છે તે અશુદ્ધ છે. તે અશુધ્ધ દ્રવ્યાર્થિકનયનો એટલે પર્યાયાર્થિક નયનો વિષય છે. તેને ગૌણ કરી વ્યવહાર કહે છે. નિશ્ચયની દ્રષ્ટિમાં વ્યવહારનું સ્વરૂપ જ અભાવરૂપ છે અને નિશ્ચયનું સ્વરૂપ ભાવરૂપ છે. એટલે અશુધ્ધ દ્રવ્યાર્થિકનયને ગૌણ કરી, પેટામાં રાખી વ્યવહાર કહ્યો છે. હવે વ્યવહાર ઉપરથી દ્રષ્ટિ હઠાવી લઇ જે પુરૂષ પોતાની દ્રષ્ટિ, જિનવાણીમાં ઉપાદેય કહી છે. જે શુધ્ધ વસ્તુ-જીવ વસ્તુ ત્રિકાળી જ્ઞાયકભાવ તેમાં સ્થાપીને અભ્યાસ કરી રમે છે. (એટલે તેમાં એકાગ્ર થઇ ક્રીડા કરે છે.) તે શુધ્ધ આત્માને યર્થાથ પામે છે. તેને શુધ્ધાત્માની પ્રત્યક્ષ અનુભવ થાય છે. અસ્તુ તો શુધ્ધ છે. પણ તેની દ્રષ્ટિ કરતાં શુધ્ધ છે એવો અનુભવ યર્થાથ થાય છે તે સમ્યગ્દર્શન છે. અહો! ભારતના લોકોનાં મહાભાગ્ય છે કે કેવળીના વિરહ ભુલાવે એવું આ સમયસ્વર શાસ્ત્ર રચાઇ ગયું છે. (૪) સાચી પ્રતીતિ (૫) આત્મામાં બે પ્રકાર : એક ત્રિકાળી સ્વભાવભાવ અને એક વર્તમાન પર્યાયભાવે ત્યાં ત્રિકાળી સ્વભાવ જે શાકભાવ તે કદીય પ્રમત્ત-અપ્રમત્ત એવા ચૌદ ગુણસ્થાનના ભેદરૂપ થયો જ નથી, નિરંતર જ્ઞાયકપણે શુધ્ધ રહ્યો છે. માટે વર્તમાન પર્યાયનુ ગૌણ કરી એવા શુધ્ધ જ્ઞાયકને દ્રષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન અને જાણવો તે સમ્યજ્ઞાન છે. (૬) સર્વજ્ઞ પરમાત્માને જેવું સંપૂર્ણ શુધ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ છે તેવું જ મૂળ સ્વભાવે પોતાનું આત્મસ્વરૂપ પણ છે એમ જેમ છે તેમ, નિજ નિર્મળ આત્મસ્વરૂપની અનુભવપૂર્વક યર્થાથ શ્રધ્ધા, ર્નિર્ધાર, પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. (૭) નવ પર્દાર્થોના શ્રધ્ધાનરૂપ ભાવ તે સમ્યગ્દર્શન છે, કે જે સમ્યગ્દર્શન શુધ્ધ ચૈતન્યરૂપ આત્મતત્વના દૃઢ નિશ્ચયનું બીજ છે. (૮) સમ્યગ્દર્શન એ ધર્મનું પ્રથમ સોપાન છે અને એનો વિષય ત્રિકાળી શુધ્ધ અભેદ ચૈતન્ય સ્વભાવી વસ્તુ છે. શુધ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો, બન્નેનો વિષય ત્રિકાળી શુધ્ધ ચૈતન્યમય ભગવાન આત્મા છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ છે તે એના પરિણામ હોવાથી જીવ છે. જયારે રાગાદિ અને ગુણસ્થાન આદિ ભેદના ભાવો સ્વભાવપૂર્વક નહિ હોવાથી તથા નિમિત્ત પુદગલકમ સ્ના વિપાકપૂર્વક હોવાથી સદય અચેતપણે પુદગલ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy