SearchBrowseAboutContactDonate
Page Preview
Page 961
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચારિત્રના પ્રભાવથી સ્વતઃ ધોવાઈ જાય છે, તેને આત્માથી પૃથ થવું જ પડે છે. એથી સાર એ નીકળ્યો કે જો પોતાના આત્માને નિર્મળ કરવો અથવા રાખવો હોય તો પોતાના જ્ઞાનને રાગ-દ્વેષરૂપ કષાયને આધીન ન થવા દેવું જોઈએ. મોહજનિત રાગ-દ્વેષમાં બધા કષાયોનો સમાવેશ થાય છે. સમ્યફ શાન :યથાર્થ દષ્ટિ. (૨) જ્ઞાનીને આત્માની ઓળખાણ થાય કે હું ચિદાનંદ અખંડ જ્ઞાનપિંડ આત્મા છું. તે સિવાય કોઈપણ પરદ્રવ્ય મારું નથી, તે પદ્રવ્યનું કોઈપણ કર્તવ્ય મારૂં નથી.હું પરદ્રવ્યનો કર્તા નથી. હું તો મારા સ્વભાવનો જ કર્તા છું એને સમ્યજ્ઞાન થાય. સમસ્ત મોહનીય :આત્મા આ હશે ?તુવ જ્ઞાન થાય તે સમ્યકત મોહનીય સમજ્ય : જે વસ્તુ જે રૂપે સ્થિત છે તેનું તે જ રૂપે આત્માને જે કારણે જ્ઞાન થાય છે તેને સમ્યત્વ કહે છે. અહીં સખ્યત્વને સ્વઆત્મોપલબ્ધિના સાધનમ સમર્થ બતાવેલ છે. અને એનાથી સમ્યત્વનું મહત્ત્વ પ્રગટ થાય છે કે જે બધા જ આત્મવિકાસનો મૂળ આધાર છે. દર્શન મોહની ત્રણ મિથ્યાત્વ, મિશ્ર અને સભ્યપ્રકૃતિ તથા ચારિત્રમોહની ચાર-અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ. આ રીતે મોહકર્મની સાત પ્રકૃતિઓના ક્ષયથી ક્ષાયિક, ઉપશમથી ઔપથમિક અને ક્ષયોપશમથી #ાયોપથમિક સભ્યત્વનો ઉદય થાય છે. આ ત્રણેયમાં ક્ષાયિક સખ્યત્વ મુખ્ય છે, સ્થાયી છે અને તેથી સાધ્ય તેમ જ આરાધ્ય છે. બાકીના બન્ને સમ્યકત્વ સાધનની કોટિમાં રહેલ છે-તેમના સહારે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી શકાય છે. સમ્યફ ત૬ :સમ્યક તપનો અર્થ શુદ્ધોપયોગરૂ૫ મુનિધર્મ અથવા નિજ પરમાત્માના આશ્રયે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધિ વડે શુભાશુભ ઈચ્છાઓના નિરોધપૂર્વક આત્મામાં નિર્મળ, નિરાકુળ જ્ઞાનઆનંદના અનુભવથી અખંડિત પ્રતાપવંત રહેવું; નિસ્તરંગ ચૈતન્યરૂપે શોભિત થવું તે તપ છે. આવું નિશ્ચય તપ ભૂમિકા અનુસાર સાધકને હોય છે. ત્યાં બાહ્યમાં ૧૨ પ્રકારના તપમાંથી યથાયોગ્ય નિમિત્ત હોય છે, તેનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારતપ કહેવાય છે. (વિશેષપણે સમજવા માટે જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશક અધ્યાય. ૭, નિર્જરાતત્ત્વની શ્રદ્ધાની અયથાર્થતા.) (૨) સમ્યક તપનો અર્થ શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અથવા નિજ-પરમાત્માના આશ્રયે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધિ વડે શુભાશુભ ઈચછાઓના નિરોધપૂર્વક આત્મામાં નિર્મળ, નિરાકુળ જ્ઞાન-આનંદના અનુભવથી અખંડિત પ્રતાપવંત રહેવું; નિસ્તરંગ ચૈતન્યરૂપે શોભિન થવું તે તપ છે. આવું નિશ્ચય તપ ભૂમિકા અનુસાર સાધકને હોય છે. ત્યાં બાહ્યમાં ૧૨ પ્રકારના તપમાંથી યથાયોગ્ય નિમિત્ત હોય છે, તેનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારતપ કહેવાય છે. (વિશેષપણે સમજવા માટે જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશક અધ્યાય, ૭. નિર્જરાતત્ત્વની શ્રદ્ધાની અયથાર્થતા.) (૩) (૧) સ્વરૂપની સ્થિરતારૂપ તરંગ વગરનું (નિર્વિકલ્પ) ચૈતન્યનું પ્રતપન દદીપ્યમાન થવું) તે તપ છે. (૨) સહજ નિશ્ચયનયરૂપ પરમ સ્વભાવમય પરમાત્માનું પ્રતપન (દઢતાથી તન્મય થવું) તે તપ છે. (૩) પ્રસિધ્ધ શુધ્ધ કારણ પરમાત્મતત્વમાં સદા અંતરમુખપણે જે પ્રતપન (લીનતા) તે તપ છે. (૪) આત્માને આત્મદ્વારા ધરવો તે આધ્યાત્મતા છે. (૫) શુભાશુભ ઇચ્છાનો નિરોધ તે તપ છે. સમવું : “આત્મા આ છે' એવો નિશ્ચયભાવ તે સમ્યક્ત (૨) હું રાગ અને શરીરથી રહિત શુધ્ધ ચૈતન્ય છું એવી શ્રધ્ધા તે સમ્યત્ત્વ છે. (૩) જીવ અજીવ આદિ તત્ત્વોનું શ્રધ્ધાન કરવું તે વ્યવહાર સમ્યક્ત છે. (૪) સમ્યત્ત્વના બે પ્રકાર છે: (૧) વ્યવહાર સમ્યક્ત અને પરમાર્થ સમ્યક્ત (૧) સદૂગુરુનાં વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો; તેની પ્રતીતિ કરવી; તે વ્યવહાર સમ્યક્ત્વ. આત્માની ઓળખાણ થાય તે પરમાર્થ સમ્યક્ત. સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે. અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમક્તિ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy