SearchBrowseAboutContactDonate
Page Preview
Page 934
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લેષ :ભેટવું એ, આલિંગવું એ, વળગી પડવું એ, ચોટીં પડવું એ. (૨) બે અર્થ હોવા એ (૩) ભેટવું એ, આલિંગવું એ, વળગી પડવું એ. (૪) સારા રંગ અથવા અક્ષરવાળી શ્લેષમ :કફ, લીંટ, સેડો. શ્લાધ્ય :પ્રશંસાપાત્ર થ્લિટ :વળગવું, ચોટવું, (કર્મરજથી વળગેલો, રંગવડે રંગાયેલો) શ્વેત-નીલ :ગંગાનું પાણી શ્વેત હોય છે અને જમનાનું પાણી નીલ (વાદળી) હોય છે. ચૈત્ય :શ્વેત કરાવા યોગ્ય, સફેદ કરવા યોગ્ય (૨) શ્વેત કરનારી શ્વેતામ્બર મત કુંદકુંદાચાર્યના સમયથી એકસોવર્ષ પહેલાં શ્વેતાબરમત નીકળી ચૂકેલો. દિગંબર સનાતન મતમાંથી જુદા પડી નવો શ્વેતાંબરમત શરૂ કરેલો. શ્વાસોચ્છવાસપ્રાણ :નીચે તથા ઊંચે જવું તે જેનું સ્વરૂપ છે એવો વાયુ (શ્વાસ) તે શ્વાસોચ્છ્વાસ છે. ચૈત્ય :શ્વેત કરાવવા યોગ્ય, સફેદ કરાવવા યોગ્ય. શ્વાસ લોહીની ગતિપ્રમાણ સમય, કે જે એક મિનિટમાં ૮૦ વખતથી થોડા અંશ ઓછી ચાલે છે. ટ્કર્મ દેવપૂજા, સદગુરુની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન આ છ ગૃહસ્થોનાં નિત્યકર્મ છે. ષટ્કારક જડની પર્યાય હોય કે ચેતનની પર્યાય હોય, દરેકની પર્યાયમાં ષટ્કારક છે. ષટ્કારક એટલે શું ? (૧) કર્તા, જે સ્વતંત્રતાથી પોતાના પરિણામ કરે તે કર્તા છે. (૨) (૩) કર્મ(કાર્ય) કર્તા જે પરિણામને પ્રાપ્ત કરે છે તે પરિણામ તેનું કર્મ છે. કરણ, તે પરિણામના સાધકતમ અર્થાત્ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે. (૪) સંપ્રદાનઃ કર્મ (પરિણામનું કાર્ય) જેને દેવામાં આવે અથવા જેને માટે કરવામાં આવે છે તેને સંપ્રદાન કહે છે. (૨) જેમ કે ૯૩૪ (૫) અપાદાન : જેમાંથી કર્મ કરવામાં આવે છે તે ધ્રુવ વસ્તુને અપાદાન કહેવામાં આવે છે. (૬) અધિકરણ : જેમાં અથવા જેના આધારે કર્મ કરવામાં આવે છે તેને અધિકરણ કહે છે. સર્વ દ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં આ છએ કારક એકસાથે વર્તે છે તેથી આત્મા અને પુદ્ગલ શુદ્ધ દશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં જ છએ કારકરૂપ પરિણમન કરે છે અને અન્ય કોઈ કારકો (કારણો) ની અપેક્ષા રાખતા નથી. (પંટાસ્તિકાય ગાથા-૬૨ સં.ટીકા) (૧) કર્તાપણું, (૨) કરણપણું, (૩) કર્મપણું, (૪) અપાદાનપણું, (૫) સંપ્રદાનપણું, (૬) અધિકરણપણું પુદ્ગલ સ્વતંત્રપણે દ્રવ્યકર્મને કરતું હોવાથી પુદ્ગલ પોતે જ કર્તા છે, (૨) પોતે દ્રવ્યકર્મરૂપે પરિણમવાની શકિતવાળું હોવાથી પુદ્ગલપોતે જ કરણ છે, (૧) (૩) દ્રવ્યકર્મને પ્રાપ્ત કરતું- પહોંચતુ હોવાથી દ્રવ્યકર્મ કર્મ છે અથવા દ્રવ્યકર્મથી પોતે અભિન્ન હોવાથી પુદ્ગલ પોતે જ કર્મ (કાર્ય) છે, (૪) પોતાનમાંથી પૂર્વ પરિણામનો વ્યય કરીને દ્રવ્યકર્મરૂપ પરિણામ કરતું હોવાથી અને પુદ્ગલદ્રવ્યરૂપે ધ્રુવ રહેતું હોવાથી પુદ્ગલ પોતે જ અપાદાન છે, (૫) પોતાને દ્રવ્યકર્મરૂપ પરિણામ દેતું હોવાથી પુદ્ગલ પોતે જ સંપ્રદાન છે,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy