SearchBrowseAboutContactDonate
Page Preview
Page 932
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષરૂપે જાણવો તે શ્રુતજ્ઞાન છે. (૧૫) શ્રુતજ્ઞાનના ત્રણ પ્રકાર છે. (*). સંપૂર્ણ પરોક્ષ, (૯) અંશે પરોક્ષ અને (૯) પરોક્ષ બિલકુલ નહિ પણ પ્રત્યક્ષ. (૧) શબ્દરૂપ શ્રુતજ્ઞાન છે તે પરોક્ષ જ છે. તેમ જ દૂર એવાં વર્ગ નરકાદિ બાહ્ય વિષયોનું જ્ઞાન કરાવવાવાળું વિકલ્પરૂપ જે જ્ઞાન છે. તે પણ પરોક્ષ જ છે. આવ્યંતરમાં સુખ-દુઃખના વિકલ્પરૂપ જે જ્ઞાન થાય છે છે, અથવા હું અનંત જ્ઞાનાદિપ છું એવું જે જ્ઞાન તે ઈષત-પરોક્ષ છે. જે નિશ્ચય ભાવકૃતજ્ઞાન છે તે શુદ્ધાત્માની સન્મુખ ઈષત. કિચિત હોવાથી સુખસંપિનિ(જ્ઞાન) સ્વરૂપ છે. તે જ્ઞાન જો કે પોતાને જાણે છે તો પણ ઈન્દ્રિયો તથા મનથી થતા વિકલ્પોના સમૂહથી રહિત હોવાના કારણે નિર્વિકલ્પ છે. અભેદનયે તેને આત્મજ્ઞાન શબ્દથી ઓળખવામાં આવે છે. જો કે તે કેવળજ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ છે તોપણ છઠ્ઠા સ્થાને ક્ષાયિક જ્ઞાનની પ્રાપ્તિ ન હોવાથી ક્ષયોપથમિક હોવા છતાં તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. (૧૬) શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ અને અતિધિ૩ય મનના આવલંબન સહયોગથી યુકત જે જ્ઞાન કોઈક મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિશેષરૂપે જાણવામાં આવે છે તેને શ્રુતજ્ઞાન કહે છે. (૧૭) અરૂપી આત્માની શ્રુતજ્ઞાન પર્યાય છે. એટલે કે મતિજ્ઞાન પછી વિશેષ તર્ક ઉઠે તે શ્રુતજ્ઞાન છે. (૧૮) શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયપસમથી ઉન્ન થયેલ અને અતિન્દ્રિય મનના અવલંબનન-સહયોગથી યુકત જે જ્ઞાન દ્વારા કોઈક મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિશેષરૂપે જામવામાં આવે છે તેને શ્રુતજ્ઞાન કહે છે. (૧૯) વિકલ્પ નહિ, શબ્દ નહિ પણ ભાવશ્રુત જ્ઞાનનો અંતર ઉપયોગ એટલે જ્ઞાનનો નિર્મળ અંતર એકાગ્રતાનો વ્યાપાર. (૨૦) પ્રથમ તો શ્રુત એટલે સૂત્ર, અને સૂત્ર એટલે ભગવાન અહંત-સર્વત્રે સ્વયં જાણીને ઉપદેશેલું ચાત્કાર જેનું ચિન્હ છે એવું, પૌલિક શબ્દબ્રહ્મ, તેની ક્ષતિ(શબ્દબ્રહ્મને જાણનારી જાણનક્રિયા, તે જ્ઞાન છે, શ્રુત(સૂત્ર) તો તેનું (જ્ઞાનનું) કારણ હોવાથી જ્ઞાન તરીકે ઉપચારથી જ કહેવાય છે. જેમ અન્નને પ્રાણ કહેવાય છે તેમ, આમ હોવાથી એમ ફલિત થાય છે કે સૂત્રની ન્નતિ કે શ્રુતજ્ઞાન છે હવે જો સૂત્ર તો ઉપાધિ હોવાથી તેનો આદર ન કરવામાં આવે તો ક્ષતિ જ બાકી રહે છે. (સૂત્રની જ્ઞપ્તિ કહીએ છીએ ત્યાં નિશ્ચયથી ક્ષતિ કાંઈ પૌદગલિક સૂત્રની નથી, આત્માની છે, સૂત્ર જ્ઞતિના સ્વરૂપભૂત નથી, વધારાની વસ્તુ અર્થાઉપાધિ છે, કારણ કે સૂત્ર ન હોય ત્યાં જ્ઞપ્તિ તો હોય છે. માટે જો સૂત્રને ન ગણીએ તો જ્ઞતિ જ બાકી રહે છે.) અને તે ક્ષતિ કેવળીને અને શ્રુતકેવળીને આત્મ-અનુભવમાં તુલ્ય જ છે. માટે જ્ઞાનમાં શ્રત-ઉપાધિકૃત ભેદ નથી. (૨૧) ભાવજ્ઞાન (૨૨) સર્વજ્ઞ ભગવાને કહેલું શ્રુતજ્ઞાન અસ્તિ-નાસ્તિ દ્વારા વસ્તુસ્વભાવને સિદ્ધ કરે છે. અને કાન્ત સ્વરૂપ વસ્તુને સ્વપણે છે અને પરપણ નથી. એમ જે વસ્તુને સ્વતંત્ર સિદ્ધ કરે છે તે શ્રુતજ્ઞાન છે. પર વસ્તુને છોડવાનું કહે અથવા પર ઉપરના રાગને ઘટાડવાનું કહે- એ કાંઈ ભગવાનને કહેલા શ્રુતજ્ઞાનનું લક્ષણ નથી. એક વસ્તુ પોતાપણે છે. અને તે વસ્તુ અનંત પર દ્રવ્યથી છૂટી છે. આમ અસ્તિ-નાસ્તિરૂપ પરસ્પર વિરુદ્ધ બે શકિતઓ પ્રકાશીને વસ્તુસ્વરૂપને જે બનાવે છે અને કાન્ત છે. અને તે જ શ્રુતજ્ઞાન નું લક્ષણ છે. વસ્તુ સ્વપણે છે અને પરપણે નથીઆમાં વસ્તુ કાયમ સિદ્ધ કરી. એક વસ્તુમાં છે અને નથી એવી બે પરસ્પર વિરુદ્ધ બે શકિતઓ જુદી જુદી અપેક્ષાથી પ્રકાશીને વસ્તુનું પરથી ભિન્ન સ્વરૂપ જે બતાવે તે શ્રુતજ્ઞાન છે. આત્મા સર્વ પદ્રવ્યોથી જુદી વસ્તુ છે એમ પ્રથમ શ્રુતજ્ઞાનથી નકકી કરવું જોઈએ. (૨૩) અનાદિ અનંત પ્રવાહરૂપ આગમોરૂપી જ્ઞાન. શ્રતાનની બુદ્ધિ અનેક પ્રકારના નવપક્ષના અવલંબનથી અનેક પ્રકારના કિલ્પોથી આકુળતા ઉત્પન્ન થાય એવી શ્રુત જ્ઞાનની બુદ્ધિ. થતાની અને કેવળજ્ઞાની શ્રુતજ્ઞાનીને અધૂરું જ્ઞાન છે અને કેવળજ્ઞાનીને સમસ્ત જ્ઞાન ઊઘડી ગયું છે એટલો ફેર છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy