SearchBrowseAboutContactDonate
Page Preview
Page 926
Loading...
Download File
Download File
Page Text
________________ (૩). ઈન્દ્ર પોતે સમ્યગ્દષિટ છે, તેને પૂર્ણ વીતરાગના ગોઠી છે તે નજીક લાવવા માટે વીતરાગનો વર્તમાનમાં આરોપ કરી ભકિત કરે છે. શ્રેય આત્માનું કલ્યાણ કરનારું-વધારનારું. (૨) કલ્યાણ શ્રેયકર :શ્રેયકારી, કલ્યાણકારી શ્રાંત :શ્રમિત, થાકેલો શ્રાદ્ધોત્પત્તિ શ્રાદ્ધ એટલે શ્રાવકધર્મ અને ઉત્પત્તિ એટલે પ્રગટતા શ્રામાણ્ય વડે દ્રવ્યમુનિપણા વડે. શ્રામાયનું અંતરંગ લિંગ મૂર્છા(મમત્વ) અને આરંભ રહિત ઉપયોગની અને યોગની શુદ્ધિથી યુકત તથા પરની અપેક્ષા વિનાનું એવું જિનદેવે કહેલું શ્રમયનું અંતરંગ લિંગ છે, કે જે મોક્ષનું કારણ છે. શ્રામાણ્ય મુનિપણું (૨) શ્રમણપણું, સાધુપણું (૩) શુદ્ધાત્મતત્ત્વમાં પ્રવૃત્તિરૂપ મુનિપણું (૪) એકાગ્રતા લક્ષણવાળો મોક્ષમાર્ગ (૫) મુનિપણું શ્રમયનું બીજું નામ મોક્ષમાર્ગ છે. જયાં મોક્ષમાર્ગ છે ત્યાં જ થાય છે. જેને મોક્ષમાર્ગ નથી તેને શ્રમય પણ નથી. (૬) વિરતિની પ્રવૃતિને તુલ્ય આત્માનું રૂપ અર્થાત્ વિરતિની પ્રવૃત્તિને મળતી-સરખી આત્મદેશા તે શ્રામ છે. સમાન=તુલ્ય, બરોબર, સરખું, મળતું. (૭) મુનિપણું જેનું બીજું નામ મોક્ષમાર્ગ છે. શ્રામયે મુનિપણામાં શ્રામયે હીન :મુનિપણામાં પોતાનાથી હલકો. શ્રામજ્યનું બહિરંગ :જન્મ સમયના રૂપ જેવા રૂપવાળું, માથાના અને દાઢીમૂછના વાળનો લોચા કરાયેલું. શુદ્ધ(અકિંચન), હિંસાદિથી રહિત અને પ્રતિકર્મ(શરીરની સજાવટ) વિનાનું એવું શ્રમયનું બહિરંગ લિંગ છે. શાખશ્યવડે દ્રવ્ય મુનિપાવડે શાખશ્યાર્થી શ્રમણ (મુનિ) થવા ઈચ્છનાર શ્રાવક જ્ઞાનીના વચનના શ્રોતા, જ્ઞાનીનું વચન શ્રવણ કરનાર. દર્શનજ્ઞાન વગર, ક્રિયા કરતાં હતાં, શ્રુત જ્ઞાન વાંચતાં છતાં શ્રાવક કે સાધુ હોઈ શકે નહિ. ઔદયિક ભાવે તે શ્રાવક, સાધુ કહેવાય, પારિણામિક ભાવે રહેવાય નહીં. (૨) જૈનગૃહસ્થ, સંભળાવનાર (૩) છે એટલે કે વાસ્તવિક તત્ત્વસ્વરૂપ જેમ છે તેમ શ્રવણ કરીને તેની શ્રદ્ધા કરી હોય વ એટલે રાગથી આત્મા પોતે ભિન્ન છે એમ વિવેક કર્યો હોય અને ક એટલે સ્વાનુભવની ક્રિયાનો કરનારો હોય - આનું નામ શ્રવક છે. (૪) જેને સ્વ-પરનો અંતર વિવેક જાગ્યો હોય અને જે રાગથી છૂટો પડી સ્વરૂપમાં રમે તેને શ્રાવક કહેવાય. (૫) ત્રણ પ્રકારના શ્રાવક કહ્યા છે :- પાક્ષિક શ્રાવક, નૌષ્ઠિક શ્રાવક અને સાધક શ્રાવક, પાક્ષિક શ્રાવક = પાક્ષિક શ્રાવક સમ્યગ્દર્શનનો ધારક હોય છે, તે સાત વ્યસનોનો ત્યાગી અને આઠ મૂળ ગુણોનો પાળનાર હોય છે. નૈષ્ઠિક શ્રાવક =નૈષ્ઠિક શ્રાવક ઉપરની વાતો સહિત બાર વ્રતોનુ પાલન કરે છે. એ નૈષ્ઠિક અવસ્થા જીવન પર્યત રહે છે. સાધક શ્રાવક જ્યારે મરણનો સમય નિકટ આવી જાય છે ત્યારે તે નૈષ્ઠિક શ્રાવક સાધક અવસ્થાને પ્રાપ્ત થઈ શકે છે. આ રીતે જે મનુષ્ય આ ત્રણ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે તે અવશ્ય સ્વર્ગને પામી શકે છે અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. એ જ મોક્ષ પ્રાપ્તિનો ક્રમ છે. શ્રાવક આશ્રયી, પરમી ત્યાગ તથા બીજ અત વિષે:- : (૧) જયાં સુધી મૃષા પર સ્ત્રીનો ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે, ત્યાં સુધી આત્મામાં છળકપટ હોવાથી ધર્મ પરિમણતો નથી. (૨) ઘર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. (૩) જયાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વકતા તથા શ્રોતા હોઈ શકે નહીં. (૪) મૃષા જવાથી ઘણી અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિનો પ્રસંગ આવે છે. સહજ વાતચીત કરતાં પણ વિચાર કરવો પડે. મૃષા બોલવાથી જ લાભ થાય એવો કાંઈ નિયમ નથી, જો તેમ હોય તો સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તો તેઓને ઘણો લાભ થવો જોઈએ. જેમ કાંઈ જોવામાં આવતું નથી, તેમ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy