SearchBrowseAboutContactDonate
Page Preview
Page 917
Loading...
Download File
Download File
Page Text
________________ છે. જે જીવ બંધમાર્ગરૂપ પર્યાયમાં તેમ જ મોક્ષમાર્ગરૂપ પર્યાયમાં આત્મા એકલો જ છે એમ યથાર્થપણે (દ્રવ્ય સામાન્યની અપેક્ષા સહિત) જાણે છે, તે જીવ પર દ્રવ્ય વડે સંવૃત થતો નથી અને દ્રવ્યસામાન્યની અંદર પર્યાયોને ડૂબાડી દઈને સુવિશુદ્ધ હોય છે. આ રીત પર્યાયોનો યથાર્થ જ્ઞાનમાં દ્રવ્યસામાન્યનું જ્ઞાન અપેક્ષિત હોવાથી અને દ્રવ્ય-પર્યાયોના યથાર્થ જ્ઞાનમાં દ્રવ્યસામાન્યના આલંબનરૂપ અભિપ્રાય અપેક્ષિત હોવાથી ઉપરોકત નિશ્ચયનયને ઉપાદેય કહ્યો છે. શુદ્ધ પ્રકાશ :અનંત જ્ઞાનનું પ્રગટ થવું શુદ્ધ પર્યાયને ઉઘાડે પૂર્ણતાને લો સાધક-સ્વભાવ પ્રગટ કરે. શુદ્ધ સંપ્રયોગ :શુભ ભકિતભાવ(સિદ્ધિના નિમિત્તભૂત એવા જે અહંતાદિ તેમના પ્રત્યેના ભકિતભાવને પૂર્વે શુદ્ધસંપ્રયોગ કહેવામાં આવ્યો છે. જેમાં ‘શુદ્ધ’ શબ્દ હોવા છતાં તે ‘શુભ’ ઉપયોગરૂપ રાગભાવ છે. (‘શુભ’ એવા અર્થમાં જેમ ‘વિશુદ્ધ’ શબ્દ કદાચિત વપરાય છે તેમ અહીં ‘શુદ્ધ’ શબ્દ વપરાયો છે.) શુદ્ધ સંપ્રયોગવાળો : શુદ્ધ સમ્યગ્દષ્ટિ શુદ્ધ સમ્યગ્દષ્ટિ વ્રત રહિત હોવા છતાં નારકી, પશુ, નપુંસક,સ્ત્રી, નીચ કુળ, અપંગ, અલ્પ આયુધારી તથા દરિદ્ર પેદા થતા નથી. (૨) શુદ્ધ સમ્યગ્દષ્ટિ વ્રત રહિત હોવા છતાં નારકી, પશુ, નપુંસક, સ્ત્રી,નિચકુલી, અપંગ, અલ્પ આયુધારી તથા દરિદ્રી પેદા થતા નથી. શુદ્ધ સ્વચારિત્ર પ્રવૃત્તિનો માર્ગ :જે યોગીન્દ્ર સમસ્ત મોહવ્યૂહથી બહિર્ભૂત હોવાને લીધે પર દ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહિત સ્વરૂપવાળો વર્તતો થકો, સ્વદ્રવ્યને એકને જ અભિમુખપણે અનુસરતાં થકાં નિજ સ્વભાવભૂત દર્શનશાન ભેદને પણ આત્માથી અભેદપણે આચરે છે, તે ખરેખર સ્વચારિત્રને આચરે છે. શુદ્ધ ઉપયોગ :જે સાધુ ભલે પ્રકારે જીવાદિ પદાર્થોને અને સિદ્ધાંતને જાણે છે, સંયમ તપ સંયુકત છે. રાગ રહિત છે, અને સુખ કે દુઃખમાં સમાન ભાવવાળા છે તે જ શ્રમણ શુદ્ધ ઉપયોગવાળા કહેવાય છે. ૯૧૭ શુદ્ધ ઉપયોગ અને શુભઉપયોગનું મૂળ ધર્મે પરિણમેલા સ્વરૂ'વાળો આત્મા જો શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને પામે છે. અને જો શુભ ઉપયોગવાળો હોય તો સ્વર્ગના સખને (બંધને) પામે છે. શુદ્ધદ્રવ્યને આશ્રિત ઃઅહીં નિશ્ચયનયનો વિષય શુદ્ધ અર્થાત્ શુદ્ધ પર્યાય પરિણતિ દ્રવ્ય છે, એટલે કે એકલા દ્રવ્યનો (પર નિમિત્ત વિનાનો) શુદ્ધ પર્યાય છે, જેમ કે નિર્વિકલ્પ શુદ્ધપર્યાય પરિણત મુનિને નિશ્ચયનયથી મોક્ષમાર્ગ છે. શુદ્ધદ્રવ્યાર્થિનયે આત્મા એક છે શુદ્ધ એટલે ત્રિકાળ પવિત્ર અને ‘દ્રવ્ય’એટલે ત્રિકાળી અખંડવસ્તુ અને ‘આર્થિક’ એટલે પ્રયોજન જેનું છે તે-તે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા એક છે જે સમ્યગ્દર્શનનો વિષય છે, તેને શુદ્ધદ્રવ્યાર્થિકનય બતાવે છે. શુદ્ધનય ઃનય છે તે શ્રુતપ્રમાણનો અશ છે. તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુતપ્રમાણ છે તે પરોક્ષપ્રમાણ છે કારણ કે વસ્તુને સર્વજ્ઞનાં આગમનાં વચનથી જાણી છે, તેથી આ શુદ્ધનય સર્વ દ્રવ્યોથી જુદા આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપત, પૂર્ણ ! ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ-સર્વ લોકાલોકને જાણનાર, અસાધારણ ચૈતન્યધર્મન પરોક્ષ દેખાડે છે. આ વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, શુદ્ધનયે દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે તે શ્રદ્ધાન નિશ્ચય સમ્યગ્દર્શન છે. જયાં સુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાંસુધી નિશ્ચય સમ્યગ્દર્શન નથી, તેથી આચાર્ય કહે છે કે એ નવ તત્ત્વોની સંતતિને (પરિપાટીને) છોડી શુદ્ધનયનો વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હો, બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે. કોઈ નયપક્ષ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે. (૨) આત્માનો આશ્રય લઈને જે શુદ્ધ પરિણમન થયું એને શુદ્ધનય થયો એમ કહેવામાં આવે છે. એટલે કે શુદ્ધનયનો આશ્રય લઈને જે પર્યાય થઈ તે પર્યાયમાં ‘શુદ્ધ ’ નું ભાન થયું માટે તેને શુદ્ધનય કહ્યો છે, પરિણમન તે શુદ્ધનય પરિણમનમાં જે શુદ્ધ લક્ષમાં આવ્યો તેને પણ શુદ્ધનય કહે છે. શુદ્ધનયનો આશ્રય કરીને જીવનો સદાય એકાગ્રતાનો અભ્યાસ કરે છે તેઓ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy