SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિમાન મનુષ્ય પોતાની શકિત જોઈને અવિરુદ્ધ ભોગ પણ છોડી દેવાં યોગ્ય છે અને જે ઉચિત ભોગઉપભોગનો ત્યાગ ન થઈ શકે તો તેમાં પણ એક દિવસરાતની ઉપભોગ્યતાથી મર્યાદા કરવી જોઈએ. બુદ્ધિમાન શ્રાવક પોતાની શકિતનો વિચાર કરીને ખાવા યોગ્ય પદાર્થો પણ છોડે અને જે સર્વથા ફૂટી ન શકે તેમાં એક દિવસ એક રાત, એક અઠવાડિયું, ૫ખવાડિયું વગેરેની મર્યાદા કરીને ક્રમે ક્રમે છોડે. હજી વિશેષ કહે છેઃપ્રથમ કરેલી મર્યાદામાં ફરીથી પણ તે સમયની અર્થાત્ વર્તમાન સમયની પોતાની શકિતનો વિચાર કરીને દરરોજ મર્યાદામાં પણ થોડી મર્યાદા કરવા યોગ્ય છે. પહેલાં જે એક દિવસ , એક સપ્તાહ ઈત્યાદિ ક્રમે ત્યાગ કર્યો છે તેમાં પણ તે સમયની પોતાની શકિત જોઈને ઘડી, કલાક પહોર વગેરેની થોડી થોડી મર્યાદા કરીને જેટલો ત્યાગ બની શકે તેટલો ત્યાગ કરવો. આ રીતે પોતાના ભોગ-ઉપભોગની સામગ્રીના પદાર્થોની સંખ્યા તથા જેટલા કાળની મર્યાદા ઓછી કરી શકે તેટલી અવશ્ય કરવી. એમાં જ આત્માનું કલ્યાણ છે. વિશેષ બતાવે છે :જે ગૃહસ્થ એ રીતે મર્યાદારૂપ ભોગોથી સંતુષ્ટ થઈને ઘણા ભોગોને છોડી દે છે તેને ઘણી હિંસાના ત્યાગથી વિશેષ અહિંસાવૃત થાય છે. આ રીતે જે શ્રાવક ભોગ-ઉપભોગના પદાર્થોથી સંતુષ્ટ થયો થોડા ઘણા ભોગ-ઉપભોગના પદાર્થોને છોડી દે છે તેને ઘણી હિંસા ન થાવાના કારણે વિશેષ અહિંસા થાય ૯૧૧ ભાવાર્થ : જે શ્રાવક ભોગ-ઉપભોગના પદાર્થોનો મર્યાદાપૂર્વક ત્યાગ કરતો રહે છે તેને તેટલા જ અંશે સંતોષ પ્રગટ થઈને અહિંસા પ્રગટ થાય છે. તે વસ્તુઓના જીવોની હિંસા નહિ થવાથી દ્રવ્યહિંસા થતી નથી તથા એટલા જ અંશે લોભકષાયનો ત્યાગ થવાને લીધે ભાવહિંસા પણ થતી નથી. તેથી (અકષાય જ્ઞાતા સ્વરુપમાં સાવધાન એવા) ત્યાગી મનુષ્યને અવશ્ય જ વિશેષ અહિંસા હોય છે. આ રીતે ભોગ-ઉપભોગ પરિમાણ નામના ત્રીજા શિક્ષાવ્રતનું વર્ણન કર્યું. ચોથું શિક્ષાવ્રત વૈયાવૃત(અતિથિ સંવિભાગ) નામના શિક્ષાવ્રતનું વર્ણન દાતાના ગુણવાળા ગૃહસ્થ દિંગબર મુનિને પોતાના અને પરના અનુગ્રહના હેતુથી વિશેષ દ્રવ્યનો અર્થાત્ દેવા યોગ્ય વસ્તુનો ભાગ વિધિપૂર્વક અવશ્ય જ કર્તવ્ય છે. નવધા ભકિતપૂર્વક તથા દાતારના સાત ગુણ સહિત જે શ્રાવક છે. તેણે દાન દેવા યોગ્ય વસ્તુનું જે ગુણવાન પાત્ર છે તેમને પોતાના અને પરના ઉપકારના નિમિત્તે અવશ્ય દાન કરવું જોઈએ. ભાવાર્થ :- શ્રાવક જે ન્યાયપૂર્વક ધન પેદા કરે છે તેણે પોતાના ધનમાંથી થોડું ધન ચારે સંઘના દાન નિમિત્તે કાઢવું જોઈએ અને તેનું વિધિપૂર્વક દાન આપવું જોઈએ, તેથી ધનનો સદુપયોગ થઈને કર્મોની નિર્જરા થાય અને ચારે સંઘ પોતાનાં તપની વૃદ્ધિ કરે. (આવેલા અભ્યાગતને પ્રતિદિન ભોજનાદિકનું દાન કરીને પછી પોતે ભોજન કરે એવું શ્રાવકોનું નિત્યકર્મ છે. તેને અતિથિસંવિભાગ કહે છે.)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy