SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવાય તેમ. (૧૩) સર્વજ્ઞની આગમવાણી, આ લોકમાં સમસ્ત વસ્તુઓનો પ્રયાસ કરનાર અને સ્યાસ્પદની મુદ્દાવાળો જે શબ્દબ્રહ્મ, જેનાથી બધી વસ્તુઓ સંબંધીનું જ્ઞાન પ્રગટ થાય છે એવું સામર્થ્ય છે. (૧૪) સર્વજ્ઞ વીતરાગ જે કહે છે તેનો આશય સમજવાથી આત્માનુભવ પ્રગટ થાય છે. સર્વજ્ઞની વાણીને શબ્દબ્રહ્મ કહેવાથી તે સર્વ પદાર્થને જણાવનાર છે. એમ કહ્યું. નિત્યત્વ, અનિત્યત્વ, શુદ્ધત્વ, અશુદ્ધત્વ, અસ્તિત્વ, નાસ્તિત્વ એમ અનેક પ્રકારના કથનથી સંપૂર્ણ પદાર્થનું જ્ઞાન કરાવવામાં સમર્થ હોવાથી સર્વજ્ઞની વાણી શબ્દ બ્રહ્મ કહેવાય છે. તેનાથી રચાયેલાં અહંતના પરમાગમોમાં સામાન્ય ધર્મો જેવા કે જીવત, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, નિત્યત્વ વગેરે કે જેને ધર્મની સંજ્ઞા આપી શકાય અને જ્ઞાન, દર્શન, વીર્ય, ચારિત્ર કે જેને સ્વભાવ-ગુણ કહેવાય તેનું કથન છે અને વચનઅગોચર વિશેષ ધર્મોનું અનુમાન કરાવવામાં આવે છે, તેથી કાંઈ બાકી રહેતું નથી. એવી રીતે પરમાગમ સર્વ વસ્તુને પ્રકાશક હોવાથી સર્વ વ્યાપક કહેવાય છે. અને તેથી તે શબ્દબ્રહ્મ છે. (૧૫) પરમ બ્રહ્મરૂપ વાયુનું વાચક દ્રવ્યશ્રુત ( આ ગાથાઓમાં સર્વજ્ઞોપજ્ઞ સમસ્ત દ્રવ્યકૃતને સમાન્યપણે આગમ કહેવામાં આવ્યું છે. કોઈવાર દ્રવ્યશ્રુતને આગમ અને પરમાગમ એવા બે ભેદ પણ પાડવામાં આવે છે. ત્યાં જીવભેદો તથા કર્મભેદોના પ્રતિપાદક દ્રવ્યદ્ભુત આગમ કહેવામાં આવે છે. અને સમસ્ત દ્રવ્યશ્રુતના સારભૂત ચિદાનંદ એક પરમાત્વતત્વના પ્રકાશક અધ્યાત્મદ્રવ્યશ્રતને પરમાગમ કહેવામાં આવે છે.) (૧૬) અહંતના પરમાગમ, સન્ધાસ્ત્રો. (૧) સમસ્ત પદાર્થોનું કહેનાર હોય તેને શબ્દબ્રહ્મ કહેવાય છે. સમયપ્રાભૃતશાસ્ત્ર. (૧૮) પરમ બ્રહ્મરૂપ વાગ્યનું વાચક દ્રવ્યશ્રુત (આ ગાથાઓમાં સર્વજ્ઞોપજ્ઞ સમસ્ત દ્રવ્યશ્રુતને સામાન્યપણે આગમ કહેવામાં આવ્યું છે. કોઈવાર દ્રવ્યશ્રુતના “આગમ’ અને ‘પરમાગમ” એવા બે ભેદ પણ પાડવામાં આવે છે. ત્યાં જીવભેદો તથા કર્મભેદોના પ્રતિપાદક દ્રવ્યશ્રુતને “આગમ' કહેવામાં આવે છે. અને સમસ્ત દ્રવ્યશ્રુતના સારભૂત ચિદાનંદ એક પરમાત્મતત્ત્વના પ્રકાશક અધ્યાત્મ દ્રવ્યશ્રતને ‘પરમાગમ' કહેવામાં આવે છે.) શબ્દબ્રહામુલક શબ્દબ્રહ્મ જેનું મૂળ છે એવી આગમવાણઈ શુબ્દબ્રહામાં અર્થોની સ્થિતિ : આગમમાં પદાર્થોની સ્થિતિ થબ્દથત ભગવાનની વાણી, આગમવાણી, શાસ્ત્રજ્ઞાન. (૨) જ્ઞાન, આગમ, સેન્શાસ્ત્ર શબ્દસિંધુના ચંદ્ર શબ્દરૂપી સમુદ્રને ઉછાળવામાં ચંદ્ર સમાન, શબ્દાર્થ: વાચ્યાર્થ, ભાવાર્થ અને પરમાર્થ. જાણવો એ જ પુરુષાર્થ. પૂર્ણાર્થ. શબ્દબ્રહામુક :શબ્દ બ્રહ્મ જેનું મૂળ છે એવી શણ :ક્રોધાદિક કષાયોનું શમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ'. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનકંપા આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સમરવા યોગ્ય છે, ઈચ્છાવા યોગ્ય છે. અનુભવવા યોગ્ય છે. (૨) કામક્રોધાદિરૂપ અગ્નિથી ઊપજેલાં સંસાર દુઃખદાહનું ઉપશમ સ્વાત્મભાવના ઉત્થાનરૂપ સુખામૃત જેવા શીતજલથી થાય છે તેને શમ કહે છે. (૩) ક્રોધાદિક કષાયોનું શમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે ‘શમ' (૪) ઈન્દ્રિયો અને વાસનાની શાંતિ,સંયમ (૫) વૈરાગ્ય વિશેષ, નિષ્પક્ષપાતપણું, મધ્યસ્થપણું આત્મામાં આવે તેમ શમ કહેવાય. (૬) ક્રોધાદિ કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોની મંદતા થવી, અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જી તે શમ શમાવવું :મટાડવું, શમાવતી = મટાડતી શયતાન ઈશ્વર સામે બળવો કરનાર એક ફિરસ્તો, બદમાસ, સંતાન શરણ :આશ્રય સ્થાન શરણભત :આશ્રય કરવા લાયક, આશ્રય કરવા યોગ્ય. રણરૂપ :આશ્રય કરવા યોગ્ય, આધાર રાખવા યોગ્ય, પકડી રાખવા યોગ્ય. શરણહીન વિશ્રાંતિ મળતી નથી, શરણ-આશરો મળતો નથી. (૨) પુણય પાપના ભાવમાં આત્માને કયાંય શરણ મળતું નથી, વિશ્રાંતિ મળતી નથી.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy