SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહારરત્નત્રય પ્રશ્નઃ-પ્રભુ! આ પાપનો અધિકાર ચાલે છે. જેમાં આપ વ્યવહારરત્નત્રયની વાત કેમ કરો છો? વ્યવહારરત્નત્રયતો પુણ્ય છે. જેનો ઉત્તર આપે છે. એક તો વ્યવહારરત્નત્રયમાં આવતાં જીવ પરાધીન થાય છે અને બીજું સ્વરૂપમાંથી પતિત થાય ત્યારે જ વ્યવહારરત્નત્રયમાં આવે છે. થી નિશ્ચયનયની અપેક્ષાએ તે પાપ જ છે. વ્યવહાર રાશિ: વ્યવહાર-વ્યવહાર સ્વરૂપ એનું ફળ આત્મપ્રત્યથી નથી સંભવતું. અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગોનુસાર જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય તે વ્યવહાર-વ્યવહાર સ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે. વ્યવહારવિણ :વ્યવહારમાં જ વિમૂઢ (૨) વ્યવહારની મોહી, વ્યવહારમાં જ વિમઢ. વ્યવહારશુદ્ધિ વ્યવહારશુદ્ધિની યોગ્યતામાં નીચેના ત્રણ પ્રકાર આવ્યા છે. (૧) સંસાર તરફના વિચાર બંધ કરી પાંચ ઈન્દ્રિયના વિષયનાં તીવ્ર રાગથી પાછો ફરી મનશુદ્ધિ વડે સાચા નવતત્ત્વની ભૂમિકામાં આવ્યો તે પોતાની યોગ્યતા છે. પોતાની વર્તમાન યોગ્યતા અને નિમિત્તની યોગ્યતારૂપ હાજરીનો સ્વીકાર કર્યો કે પર મને ભૂલ કરાવતું નથી પણ જયારે હું પરલક્ષે વિકાર કરું ત્યારે મારી જ યોગ્યતાથી ભૂલ અને વિકાર ક્ષણિક અવસ્થામાં થાય છે. એ પાપના નિમિત્તથી અને વિકલ્પથી જરા ખસીને પોતાની અવસ્થાના શુભ વ્યવહારમાં આવ્યો તો પુણ્ય ભાવ પૂર્વનું કોઈ કર્મ કરાવતું નથી. આ નિમિત્તની શુદ્ધતા છે. નિમિત્તરૂપ જે દેવ, ગુરુ, શાસ્ત્ર ને પરચીજ છે, મારી યોગ્યતાની તૈયારી થઈ ત્યાં સાચા દેવ, ગુરુનું નિમિત્તે તેના સ્વતંત્ર કારણે હાજર હોય છે. તીર્થરૂપ વ્યવહારથી બીજાને મોક્ષમાર્ગ સમજાવતાં પરમાર્થની શ્રદ્ધા માટે પ્રથમ નવતત્ત્વના ભેદ પાડવા પડે છે. તે ભેદથી અભેદ ગુણમાં જવાતું નથી, પણ પોતાની જાતની તૈયારી કરી જયારે અખંડ રુચિના જોરથી યથાર્થ નિર્મળ અંશનો ઉત્પાદ અને વિકાર તેમ જ ભૂલનો નાશ કરે છે ત્યારે પોતાના તેવા અનુસાર નિમિત્તને (દેવ, ગુરુ, શાસ્ત્ર, કે નવતત્ત્વના ભેદને) ઉપચારથી ઉપકારી કહેવાય છે. જો પોતાથી ન સમજે તો અનંતકાળનો સંસાર ખાતેનો પરાશ્રયરૂપ વ્યવહાર ભાસ એવોને એવો ઊભો જ છે. દરેક વસ્તુની અવસ્થા પોતાથી સ્વતંત્રપણે બદલાયા કરે છે. કોઈની અવસ્થામાં કોઈ નિમિત્ત કાંઈ કરતું નથી, બન્ને પદાર્થની સ્વતંત્ર યોગ્યતા માને ત્યારે વ્યવહાર પુણય પરિણામરૂપ નવતત્ત્વની શુદ્ધિના આંગણે આવે છે. અને તે નવતત્ત્વના વિચારમાંથી એકલા અવિકારી સ્વભાવને માનવો તે જ સમ્યગ્દર્શન છે. નિમિત્ત-નૈમિત્તિકપણે અવસ્થાથી વ્યવહારે છે. દ્રવ્ય દ્રવ્યનું નિમિત્ત વયિવહારે પણ નથી. વ્યવહારશકિની યોગ્યતાના ત્રણ પ્રકાર : (૧) સંસાર તરફના વિચાર બંધ કરી પાંચ ઈન્દ્રિયના વિષયના તીવ્ર રાગથી પાછો ફરી, મનશુદ્ધિ વડે સાચા નવ તત્ત્વની ભૂમિકામાં આવ્યો તે પોતાની યોગ્યતા છે. (૨) પોતાની વર્તમાન યોગ્યતા અને નિમિત્તની યોગ્યતારૂપ હાજરીનો સ્વીકાર કર્યો કે પર મને ભૂલ કરાવતું નથી પણ જયારે હું પર લક્ષે વિકાર કરું ત્યારે મારી જ યોગ્યતાથી ભૂલ અને વિકાર ક્ષણિક અવસ્થામાં થાય છે. એ પાપના નિમિત્તથી અને વિકલ્પથી જરા ખસીને પોતાની અવસ્થાના શુભ વ્યવહારમાં આવ્યો તે પુણ્યભાવનું કોઈ કર્મ કરાવતું નથી. આ નિમિત્તની શુદ્ધતા છે. નિમિત્તરૂપ જે દેવ, ગુરુ, સાચ તે પરચીજ છે. મારી યોગ્યતાની તૈયારી થઈ ત્યાં સાચા દેવ-ગુરુનું નિમિત્તે તેના સ્વતંત્ર કારણે હાજર હોય છે. તીર્તરૂપ વ્યવહારથી બીજાને મોક્ષમાર્ગ સમજાવતાં પરમાર્થની શ્રદ્ધા માટે પ્રથમ નવતત્ત્વના ભેદ પાડવા પડે છે, તે ભેદથી અભેદ ગુણમાં જવાતું નથી, પણ પોતાની તૈયારી કરી જયારે અખંડ રુચિના જોરથી યથાર્થ નિર્મળ અંશને ઉત્પાદ અને વિકાર તેમ જ ભૂલનો નાશ કરે છે ત્યારે પોતાના તેવા અનુસાર નિમિત્તને (દવ,ગુરુ, શાસ્ત્ર કે નવતત્ત્વના ભેદને) ઉપચારથી ઉપકારી કહેવાય
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy