SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ ન હોય તો પછી ત્યાંથી પાછું વળવાનું શું ? અને સ્વભાવ અવિકારી ન હોય તો પછી વળવું શેમાં ? ઢળવું શેમાં ? સ્વભાવ અવિકારી છે, તેના તરફ ઢળે છે ને પર્યાયમાં વિકાર છે તેના તરફથી પાછો વળે છે. માટે નિશ્ચયનયનો વિષય સ્વભાવ અને વ્યવહારનયનો વિષય પર્યાયનો તે બન્ને નય જ્ઞાન કરવા યોગ્ય છે અને આદરવા યોગ્ય નિશ્ચયનય છે. વ્યવહારનય આશ્રયે :વ્યવહારનયની અપેક્ષાએ વ્યવહારનયાભાસ શુભાશુભ વિકારી ભાવને પોતાના મનવા તે વ્યવહારનયાભાસ વ્યવહાર-નિયમના અવિરોધ :છઠ્ઠા ગુણસ્તાને મુનિયોગ્ય શુધ્ધ પરિણતિ નિરંતર હોવી તેમજ મહાવ્રતાદિ સંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે નિશ્ચયવ્યવહારના અવિશેળ (સુમેળ) નું ઉદાહરણ છે. પાંચમા ગુણસ્થાને તે ગુણસ્થાનને યોગ્ય શુદ્ધપરિણતિ નિરંતર હોવી તેમજ દેશવ્રતાદિસંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે પણ નિશ્ચય વ્યવહારના અવિરોધનું ઉદાહરણ છે. વ્યવહાર-નિશ્ચયના સુમેળપણામાં વીતરાગતાની સિદ્ધ :વ્યવહાર-નિશ્ચયના અવિરોધ વડે જ (સુમેળપણે) અનુસરવામાં આવે તો ઈષ્ટસિદ્ધિ થાય છે, પરંતુ અન્યથા નહિ (અર્થાત્ વ્યવહાર અને નિશ્ચયની સુસંગતા રહે એવી રીતે વીતરાગપણાને અનુસરવામાં આવે તો જ ઈચ્છિતની સિદ્ધિ થાય છે. બીજી રીતે થતી નથી. છઠ્ઠા ગુણસ્થાને મુનિયોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી તેમજ મહાવ્રતાદિ સંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે નિશ્ચય-વ્યવહારના અવિરોધ (સુમેળ)નું ઉદાહરણ છે. પાંચમા ગુણસ્થાને તે ગુણસ્થાનને યોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી તે જ દેશવ્રતાદિસંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે પણ નિશ્ચયવ્યવહારના વિરોધનું ઉદાહરણ છે. ઉપરોકત વાત વિશેષ સમજાવવામાં આવે છે : ૮૪૬. અનાદિ કાળથી ભેદવાસિત બુદ્ધિ હોવાને લીધે પ્રાથમિક જીવો વ્યવહારનયે ૧ ભિન્ન સાધ્ય સાધનભાવને અવલંબીને ૨ સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે. (અર્થાત્ સુગમપણે મોક્ષમાર્ગની પ્રારંભભૂમિકાને સેવે છે.) ૧. (૧મોક્ષમાર્ગ પ્રાપ્ત જ્ઞાની જીવોને પ્રાથમિક ભૂમિકામાં સાધ્ય તો પરિપૂર્ણ શુદ્ધતાએ પરિણત આત્મા છે. અને તેનું સાધન વ્યવહારનયે (આંશિક શુદ્ધિની સાથે સાથે રહેલ) ભેદરત્નત્રયરૂપ પરાવલંબી વિકલ્પો કહેવામાં આવે છે. આ રીતે તે જીવોને વ્યવહારનયે સાધ્ય અને સાધન ભિન્ન પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (નિશ્ચયન સાધ્ય અને સાધન અભિન્ન હોય છે.) ૨ (જેમણે દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપનાં શ્રદ્ધાનાદિ કરેલ છે એવા સમ્યજ્ઞાની જીવોને તીર્થ સેવનની પ્રાથમિક દશામાં (મોક્ષમાર્ગ સેવનની પ્રારંભિક ભૂમિકામાં) આંશિક શુદ્ધિની સાથે સાથે શ્રદ્ધાન-જ્ઞાનસારિત્ર સંબંધી પરાવલંબી વિકલ્પો (ભેદરત્નમય) હોય છે, કારણ કે અનાદિકાળથી જીવોને જે ભેદવાસનાથી વાસિત પરિણતિ ચાલી આવે છે તેનો તુરત જ સર્વથા નાશ થવો કઠિન છે.) જેમકેઃ (૧) આ શ્રદ્ધેય (શ્રદ્ધવાયોગ્ય) છે,(૨) આ અશ્રદ્ધેય છે, (૩) આ શ્રદ્ધનાર છે. અને (૪) આ શ્રદ્ધાન છે, (૧) આ ય (જાણ વાયોગ્ય) છે, (૨) આ અશેય છે, (૩) આ જ્ઞાતા છે અને (૪) આ જ્ઞાન છે, (૧) આ આચરણીય(આચરવાયોગ્ય) છે, (૨) આ અવારણીય છે. (૩) આ આચરનાર છે અને (૪) આ આચરણ છે,-એમ (૧) કર્તવ્ય(કરવાયોગ્ય), (૨) અકર્તવ્ય, (૩) કર્તા અને (૪) કર્મરૂપ વિભાગોના અવલોકન વડે જેમને કોમળ ઉત્સાહ ઉલ્લસિત થાય છે એવા તેઓ (પ્રાથમિક જીવો) ધીમે ધીમે મોહમલ્લને (રાગાદિન) ઉખેડતા જાય છે. કદાચિત અજ્ઞાનને લીધે (સ્વસંવેદનજ્ઞાનના અભાવને લીધે) મદ (કષાય) અને પ્રમાદને વશ થવાથી પોતાનો આત્મ-અધિકાર(આત્માને વિષે અધિકાર)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy