SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ અશુદ્ધતાને રોકવાનો અને નિર્જરા અશુદ્ધતાને દૂર કરવાનો ઉપયા બતાવે છે, મોક્ષ બંધરહિત શુદ્ધ અવસ્થાને બતાવે છે. આ સાત તત્ત્વ ઘણાં ઉપયોગી છે, તેને બરોબર જાણ્યા વિના આત્માનો કર્મરોગ મટી શકતો નથી. આ સાત તત્ત્વોની સાચી શ્રદ્ધા વ્યવહાર સમ્યગ્દર્શન છે, તેના મનનથી નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે. એટલા માટે એ નિશ્ચય સમ્યક્ત થવામાં બાહ્ય નિમિત્ત કારણ છે. અંતરંગ નિમિત્ત કારણ અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વ કર્મનો ઉપશમ થવો કે દબાઈ જવું તે છે. વ્યવહાર સમ્યગ્દર્શનનું સ્વરૂપ નિશ્ચય સમ્યક્રર્શન હોય ત્યારે તેની સાતે વ્યવહાર સમ્યગ્દર્શન કેવું હોય તેનું અહીં વર્ણન છે. જેને નિશ્ચય સમ્યગ્દર્શન ન હોય તેને વ્યવહાર સમ્યગ્દર્શન પણ હોઈ શકે નહિ, નિશ્ચય શ્રદ્ધા સહિત સાત તત્ત્વની વિકલ્પ-રાગ સહિતની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. (૨) તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે, તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. અહીં જે સાત તત્ત્વની શ્રદ્ધા કહી છે તે ભેદરૂપ છે. રાગ સહિત છે. તેથી તે વ્યવહાર સમ્યગ્દર્શન છે. નિશ્ચય મોક્ષમાર્ગમાં કેવું નિમિત્ત હોય તે બતાવવા અહીં ત્રીજી ગાથા કહી છે. પણ તેનો અર્થ એવો નથી કે નિશ્ચય સમકિત વિના કોઈને પણ વ્યવહાર સમકિત હોઈ શકે. વ્યવહાર સબક્તિ અંતઃતત્ત્વ સ્વરૂપ ભગવાન આત્મા અને બહિતત્ત્વ એવી નિર્મળ પર્યાય એ બંની માન્યતા (શ્રદ્ધાન) એ વ્યવહાર સમકિત છે. બેને વિષય કરે એ રાગ છે.(તેથી જીવને રાગ જ ઉત્પન્ન થાય) વ્યવહાર સમકિત એ રાગરૂપ પરિણામ છે. વ્યવહાર-અકલવ્રત:વ્યવહાર સકલવ્રતમાં તો પાપોનો સર્વ દેશ ત્યાગ કરવામાં આવે છે અને વ્યવહાર અણુવ્રતમાં તેનો એકદેશ ત્યાગ કરવામાં આવે ચે. એટલો એ બન્નેમાં તપાવત છે. વ્યવહાકાળ સમય, નિમેષ, કાષ્ટા, કલા, નાલી, મુહર્ત, દિવસ,રાત્રિ,માસ,ઋતુ અને સંવત્સરાદિ તે વ્યવહાર કાળ છે. (૨) કાળ દ્રવ્યની, ઘડી, દિવસ, માસ આદિ પર્યાયોને, વ્યવહાર કાળ કહે છે. ૮૪૪ વ્યવહાર ચારિત્ર વ્યવહાર ચારિત્ર શુભકર્મને બાંધે છે તે મોક્ષનો ઉપાય નથી. વ્યવહારથી વર્તમાન દષ્ટિથી, સ્થૂળ દષ્ટિથી (૨) પર નિમિત્તની અપેક્ષાથી, એક સાથે રહેલાને જુદા જુદા કહેવા, ભેદ પાડીને સમજાવવું, તે વ્યવહાર છે. વ્યવહારથી પરંપરાએ નિશ્ચય પ્રાપ્ત થાય :વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રાપ્ત થાય. વ્યવહારથી પરંપરાએ નિશ્ચય પ્રાપ્ત થાય :વ્યવહાર કરતાં નિશ્ચય પ્રાપ્ત થાય. વ્યવહારદષ્ટિ અવસ્થા દષ્ટિ, સંયોગાધીન દષ્ટિ, નિમિત્તાધીન દષ્ટિ પરાત્રિતદષ્ટિ, વર્તમાન સ્થૂળ દષ્ટિ એ બધા એકાર્યવાચક છે. (૨) લૌકિક સમઝ, લોક વ્યવહારનો ખ્યાલ વ્યવહારનું લણણ એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં ભેળવીને કથન કરે, એકના ભાવને બીજાના ભાવમાં ભેળવીને કથન કરે અને કારણમાં કાર્યને ભેળવીને કથન કરે એવું વ્યવહારનું લક્ષણ છે. વ્યવહારનય :વ્યવહારનય ચાર પ્રકારે છે તે નીચે પ્રમાણે છેઃ(૧) અનુપચરિત સભૂતવ્યવહાર (૨) ઉપચરિત સભૂતવ્યવહાર, અનુપચરિત અસભૂતવ્યવહાર, (૪). ઉપચરિત અસભૂત વ્યવહાર. આ ચાર વ્યવહારનયની વ્યાખ્યા આ પ્રમાણે છે. (૧) અનુપચરિત સભૂતવ્યવહાર :- જ્ઞાન તે આત્મા એમ કહેવું તે અનુપચરિત સભૂત વ્યવહાર છે. “જ્ઞાન તે આત્મા’ એમ કહેતાં ત્રિકાળી જ્ઞાયકમાં ભેદ પડ્યો તેથી વ્યવહાર જ્ઞાન આત્માનું છે અને તે આત્માને જણાવે છે માટે અનુપચરિત સદ્ભુત વ્યવહાર છે. ઉપચરિત સભૂત વ્યવહાર :- જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું તે ઉપચરિત સંભૂત વ્યવહાર છે. “જ્ઞાન રાગને જાણે છે' એમાં જાણનારું જ્ઞાન પોતાની પર્યાય છે માટે સદ્ભુત, ત્રિકાળીમાં ભેદ પાડયો માટે વ્યવહાર અને રાગ જે પર છે, પોતાના સ્વરૂપમાં નથી તેને જાણે છે તે ઉપચાર છે. આ પ્રમાણે જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું ઉપચરિત સર્ભત વ્યવહાર છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy