SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ વેદક જ્ઞાતા, જાણનાર, ગ્રાહક (૨) ભોકતા, વેદન કરનાર, અનુભવ કરનાર, કર્મનો ભોકતા (૩) વિષય અભિલાષનો ઉપભોગ કરનાર, જ્ઞાતા. (૪) ભોકતા, કર્મનો ભોકતા. વેદક સમૃત્વ ક્ષયોપશમ સમ્યત્વ ને વેદક સમ્યકૃત્ય પણ કહેવામાં આવે છે. પરંતુ શ્રેયોપશમમાંથી ક્ષાયિક થવાના સંધિના વખતનું જે સમ્યકત્વ તે વાસ્તવિક રીતે વેદક સભ્યત્વ છે. વેદગ :ભોગવટો વૃદ્ધિ કે હાનિ લાભ કે નુકશાન વૃદ્ધિગણન :ગળવું તે; દુર્બળ થવું તે; કૃષતા; હાનિ; ઘટાડો. (૧) પરમાણુઓના વિશેષ ગુણો જે સ્પર્શ-રસ-ગંધ-વર્ણ છે તેમનામાં થતી ષટ્રસ્થાનપતિત વૃદ્ધિ તે પૂરણ છે અને ષટ્રસ્થાન પતિત હાનિ તે ગલન છે; માટે એ રીતે પરમાણુઓ પૂરણ-ગલનધર્મવાળા છે. (૨) પરમાણુઓમાં સ્કંધરૂપ પર્યાયનો આવિર્ભાવ થવો તે પૂરણ છે અને તિરોભાવ થવો તે ગલન છે; એ રીતે પણ પરમાણુઓમાં પૂરણ-ગલન ઘટે છે. વેદન : તે જાણયણાને કહે છે કે જેની સાથે રાગ-દ્વેષ, અહંકાર, ક્રોધ, માન,માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શકો, ભય, જુગુપ્સાદિ વિકારભાવ મળેલા હોય. અર્થાત્ કોઈ વસ્તુને જોતાં જ એમાંથી કોઈ વિકાર ભાવ ઉત્પન્ન થઈ ઝાય, તે વિકાર સાથે જે તેનું જાણવું છે- અનુભવ છે- તે વેદન કહેવાય છે. વેદન :(૧) ભોગવટો (૨) ભોદવવું, ભોગવવાપણું વેદન કરવું સંવેદન કરવું, અંતરનો અનુભવ કરવો. વેદનીય આઠ કર્મ બધાં વેદનીય છે, કારણ કે બધાં વેદાય છે. પરંતુ લોક પ્રસિદ્ધ વેદવું થતું નહીં હોવાથી લોકપ્રસિદ્ધ વેદનીય કર્મ જુદુ ગઢયું છે. વદનીય કર્મ એ નિજારૂપે છે, પણ દવા ઈત્યાદિ તેમાંથી ભાગ પડાવી જાય. વેદનીય કર્મ જે કર્મના ઉદયથી જીવને શાત -અશાતા વેદાય, સુખ,દુખની સામગ્રી પ્રાપ્ત થાય. (૨) સાતા વેદનીય અને અસતાવેદનીય એ બે ભેદ વેદનીય કર્મના છે. ટીકા : સાતાવેદનીય અને અસતાવેદનીય; તે બે જ વેદનીય કર્મની પ્રકૃતિઓ છે. સાતા તે નામ સુખનું છે. તે સુખનું જે વેદન અર્થાત્ ૮૩૩ ભોગવટો કરાવે તે સાતવેદનીય કર્મ છે. અસાતા નામ દુઃખનું છે. તેનું જે વેદન અર્થાત્ ભોગવટો કરવો તે અસતાવેદનીય કર્મ છે. શંકા -જો સુખ અને દુઃખ કર્મોથી થાય છે. તો કર્મોનું વિનષ્ટ થઇ જવા પછી જીવ સુખ અને દુઃખથી રહિત થઇ જવો જોઇએ ? કેમ કે તેને સુખ અને દુઃખના કારણભૂત કર્મોનો અભાવ થઇ ગયો છે. જો એમ કહેવામાં આવે કે કર્મો નષ્ટ થઇ જતાં જીવ સુખ અને દુઃખ રહિત જ થઇ જાય છે, તો એમ કહી શકાતું નથી. કારણ કે જીવદ્રવ્યને, નિઃસ્વભાવ થઇ જવાથી અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય છે; અથવા જો દુઃખને જ કર્મજનિત માનવામાં આવે તો સાતાવેદનીય કર્મનો અભાવ પ્રાપ્ત થશે. કેમ કે, પછી તેનું કોઇ ફળ રહેતું નથી. સમાધાન :- દુઃખ નામની જે કોઈ પણ વસ્તુ છે તે અસતાવેદનીય કર્મના ઉદયથી થાય છે. કારણ કે તે જીવનું સ્વરૂપ નથી. જો જીવનું સ્વરૂપ માનવામાં આવે તો ક્ષીણકર્મા અર્થાત્ કર્મરહિત જીવોને પણ દુઃખ હોવું જોઇએ. કેમ કે જ્ઞાન અને દર્શનની સમાન કર્મનો વિનાશ થવા છતાં દુઃખનો વિનાશ નહિ થાય. પણ સુખે કર્મથી ઉત્પન્ન નથી થતું, કેમ કે તે જીવનો સ્વભાવ છે અને તેથી તેકર્મનું ફળ નથી. સુખનો જીવનો સ્વભાવ માનતાં સાતવેદનીય કર્મનો અભાવ પણ થતો નથી, કેમ કે દુઃખઉપશમના કારણભૂત સુદ્રવ્યોના સંપાદનમાં સાતવેદનીય કર્મનો વ્યાપાર થાય છે. • ધન, સ્ત્રી, પુત્ર વગેરે બાહ્ય પદાર્થોના સંયોગ-વિયોગમાં પૂર્વ કર્મનો યોગ (નિમિત્ત) કારણ છે તેના આધારો શાસ્ત્રોમાં છે. આવી વ્યવસ્થા માનતાં સાતાવેદનીય પ્રકૃતિને પુલવિપાકીપણું પ્રાપ્ત થશે એવી આશંકા ન કરવી; કેમ કે દુ:ખના ઉપશમથી ઉત્પન્ન થયેલ દુઃખના અવિનાભાવી, ઉપચારથી જ સુખ સંજ્ઞાને પ્રાપ્ત અને જીવથી અપૃથભૂત એવા સ્વાથ્યના કણનો હોવાથી સૂત્રમાં સાતવેદનીય કર્મને જીવ-વિપાકીત્વ અને સુખ-હેતુત્વનો ઉપદેશ દેવામાં આવ્યો છે. જો એમ કહેવામાં આવે કે ઉપર્યુક્ત વ્યવસ્થાનુસાર તો સાતા વેદનીય કર્મને જીવવિપાકીપણું અને પુલ-વિપાકીપણું પ્રાપ્ત થાય છે. (તો) તો તે પણ કોઇ દોષ નથી, કેમ કે; જીવનું અસ્તિત્વ અન્યથા બની
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy