SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મોની અવસ્થા , તેનું નામ ક્ષયોપશમ છે. તેની જે પ્રાપ્તિ થવી તે શ્રયોપશમરૂપ ભાવ થાય છે જેથી તત્ત્વવિચાર થઈ શકે તે વિશુદ્ધિલબ્ધિ છે. દેશના લબ્ધિઃ - શ્રી જિનેનદ્રદેવ દ્વારા ઉપદેશેલા તત્ત્વનું ધારણ થવવું, તેનો વિચાર થવો તે દેશનાલબ્ધિ છે. નરકાદિકમાં જયાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં તે પૂર્વ સંસ્કારથી થાય છે. અહીં “ઉપદેશ” કહ્યો છે. કોઈ ઉપદેશ વિના એકલા શાસ્ત્ર વાંચી દેશનાલબ્ધિ પ્રાપ્ત કરી શકે એમ બને નહિ. ઉપદેશેલા તત્ત્વનું બરાબર ગ્રહણ ધારણ થવું જોઈએ. પ્રાયોગ્યલબ્ધિ :- કર્મોની પૂર્વ સત્તા ધરી અંતઃ કોડાકોડી સાગરપ્રમાણ રહી જાય તથા નવીનબંધ પણ અંતઃકોડાકોડી સાગરપ્રમાણના સંખ્યાતમાં ભાગમાત્ર થાય, તે પણ એ લબ્ધિકાળથી માંડીને ક્રમથી ઘટતો જ થાય અને કેટલીક પાપપ્રકૃતિઓનો બંધ કમથી મટતો જાય છે. ઈશ્વયાદિ યોગ્ય અવસ્થા થવી તેનું નામ પ્રાયોગ્યલબ્ધિ છે. એ ચારે લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બન્નેને હોય છે. એ ચાર લબ્ધિઓ થયા પછી સમ્યકત્વા થાય તો થાય અને ન થાય તો ન પણ થાય- એમ શ્રી લબ્ધિસારમાં કહ્યું એ માટે એ તત્ત્વવિચારવાળાને પણ સમ્યત્વ લેવાનો નિયમ નથી. જેમ કોઈને હિતશિક્ષા આપી, તેને જાણી તે વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે? પછી વિચાર કરતાં તેને “આમ જ છે' એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, થા અન્ય વિચારમાં લાગી તે શિક્ષાનો નિર્ધાર ન કરે તેને પ્રતીતિ ન પણ થાય. તેમ શ્રીગુરુએ તત્ત્વોપદેશ આપ્યા, તેને જાણી વિચાર કરે છે. આ ઉપદેશ આપ્યો તે કેવી રીતે છે ? પછી વિચાર કરતાં તેને 'આમ જ છે' એવી પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થાય, અથવા અન્ય વિચારમાં લાગી તે ઉપદેશનો નિર્ધાર ન કરે તો પ્રતીતિ ન પણ થાય. પણ તેનો ઉદ્યમ તો માત્ર તત્ત્વ વિચાર કરવાનો જ છે. પ્રથમની ચાર લબ્ધિ તો મિથ્યાદષ્ટિ ભવ્ય-અભવ્ય બન્ને જીવને હોય છે. પરંતુ સમ્યકત્વ થતાં તો આ ચાર લબ્ધિ અવશ્ય હોય જ. કારણ લબ્ધિ થતાં તુરતમાં સમ્યકત્વ અવશ્ય પ્રગટે છે. માટે તત્ત્વ વિચારવાળાને ૮૨૧ સમ્યકત્વ થવાનો નિયમ નથી. જેમ કોઈને કોઈએ હિતની શિખામણ આપી હોય તેને જુદી તે વિચાર કરે કે આ શિક્ષા આપી તે કેવી રીતે છે. પછી વિચાર કરતાં “આમ જ છે' એવી તે શિક્ષાની પ્રતીતિ થઈ જાય, અથવા અન્યથા વિચાર થઈ જાય કે અન્ય વિચારમાં લાગી જાય, તો શિક્ષાનો નિર્ધાર ન થાય અને પ્રતીતિ ન થાય. તેમ શ્રીગુરુએ ઉપદેશ આપ્યો હોય ત્યાં પ્રથમ વિચાર કરે અને પછી અન્યથા વિચારમાં લાગી જાય, વિશેષ વિચાર કરે અને પછી અન્યથા વિચારમાં લાગી જાય, વિશેષ વિચાર કરીને નિર્ધાર ન કરે તો અંતરંગ પ્રતીતિ ન થાય. કરણલબ્ધિ :- પાંચમી કરણલબ્ધિ થતાં સમત્વ અવશ્ય થાય જ એવો નિયમ છે, પણ તે તો જેને પૂર્વે કહેલી ચાર લબ્ધિઓ થઈ હોય અને અંતર્મુહર્ત પછી જેને સમ્યત્વ થવાનું હોય તે જ જીવને કરણલબ્ધિ થાય છે. એ કરણલબ્ધિએવાળા જીવને બુદ્ધિપૂર્વક તો એટલો જ ઉદ્યમ હોય છે. કે તત્ત્વવિચારમાં ઉપયોગને તદ્રપ થઈ લગાવે અને તેથી સમયે સમયે તેના પરિણામ નિર્મળ થતા જાય છે. જેમ કોઈને શિક્ષાનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને શિક્ષાની પ્રતીતિ તુરત જ થઈ જશે. જેમ તત્ત્વ ઉપદેશનો વિચાર એવો નિર્મળ થવા લાગ્યો કે જેથી તેને તેનું શ્રદ્ધાન થઈ જાય. વળી એ પરિણામોનું તારતમ્ય કેવળ જ્ઞાન વડે દેખ્યું તે વડે કરણાનુયોગમાં તેનું નિરૂપણ કર્યું છે. એ કરણલબ્ધિના ત્રણ ભેદ છે. - અધ-કરણ, અપૂર્વકરણ, અને અનિવૃત્તિકરણ. જેનું વિશેષ વ્યાખ્યાન તો શ્રી લબ્ધિસારમાં કહ્યુ છે ત્યાંથી જોવું. લણ ધ્યેય (૨) પ્રતીતિ (૩) હેતુ (૪) ધ્યાન, એકાગ્રતા (૫) ધ્યેય (૬) દષ્ટિ (૭) વલણ પણ થાય છે. સમજાય છે, સમજે છે. વણાગત થાય :સમઝાય થાણ ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરવાવાળા હેતુને (સાધનને) લક્ષણ કહે છે. (૨) સત્તા, સ્વરૂપ (૩) એંધણ (૪) સત્તા, સ્વરૂપ, દ્રવ્ય ત્રિકાળ રહે છે અને પર્યાય એક સમય, માટે લક્ષણભેદ છે. (૫)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy