SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ અનાર્હત અર્હા મતને નહિ માનનારો; અજૈન; મિથ્યાદષ્ટિ અનારાધકપણું આરાધના નહિ કરવાપણું, અનઉપાસકપણું અનાવૃત ઃપ્રગટ (કરવું.) (૨) ખુલ્લો કરવો; પ્રગટ કરવો. અનાવશ્યક :બિનજરૂરી અનાસક્તિ : વિરક્તિ (૨) કોઈ કહે છે કે અમે પરદ્રવ્યના કર્તાપણામાં અહંકાર ન કરીએ પણ અનાસક્તિ ભાવે પરનું કામ કરીએ તો ? - ઉત્તર : પરનુ કરવાની જ્યાં ઇચ્છા છે ત્યાં અનાસક્તિ ભાવ જ નથી પણ અનંતી આક્તિ પરનું હું કરી શકું છું એમ જ્યાં જીવે સ્વીકાર્યું તે પાપી છે – મોહી છે, મૂઢ છે, અનંત આસકિતનો ધણી છે. જ્ઞાનીને પરદ્રવ્યના કર્તાપણાની બુદ્ધિ હોતી નથી. પણ કાર્ય થાય છે તે જ ખરી અનાસક્તિ છે પરંતુ પર દ્રવ્યને હું કરું તેવી બુદ્ધિ છે ત્યાં અનંતી આસક્તિ છે. અનાહત :આત વિના એની મેળે થતો અનહદ નાદ, અનહદ નાદ. અનહદ હદ વગરના. અનાહાર વિહારી અનાહારી અને અવિહારી. અનિઃસૃત :એક ભાગના જ્ઞાનથી સર્વ ભાગનું જ્ઞાન થવું. (જેમ બહાર નીકળેલી સૂંઢને દેખી પાણીમાં ડૂબેલા પૂરા હાથીનું જ્ઞાન થયું.) એક ભાગ અવ્યકત રહ્યા છતાં જ્ઞાનગોચર થયું. અનિચ્છ ઈચ્છા રહિત. અનિચ્છાબુદ્ધિ :દ્વેષ; અદિત. અનિત્ય આસ્રવો, શીતફાહજવરના આવેશના જેમ અનક્રમે ઉત્પન્ન તથા હોવાથી, અનિત્ય છે. (૨) ક્ષણિક. (૩) ક્ષણિક; ઘડી ઘડીમાં પલટવું. (૪) ક્ષણિક; તદ્દન ફરી જાય; અસ્થિરમય; પલટો થઈ જાય. (૫) જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા. અનિત્ય જાણિકા :અનિત્ય સભાનતા; અનિત્ય સાવચેતી; અસાવધતા; અનિત્ય બોધ :સંયોગ મળ્યા તેનાથી સુખ-સગવડતા નથી, પરવસ્તુ આત્મતત્ત્વને કિંચિત માત્ર લાભદાયક કે નુકસાનકારક નથી, મેં આમ કર્યું માટે આમ થયું ૮૧ એ માન્યતા ખોટી છે, સંયોગથી જે વર્તમાન જાણપણું થયું છે તે અનિત્ય બોધ છે, તે જાણપણું પાંચ ઈન્સિય તથા મનના ક્ષણિક સંયોગ આધીન હોવાથી ઈન્શિય આદિ સંયોગનો નશ થતાં, નાશ પામે છે. અનિત્ય સ્વભાવ આત્મા કાયમ રહીને પલટતો રહે છે. આત્માના વિકારી દશા તે સંસાર છે અને નિર્મળ દશા તે માક્ષ છે. શરીર તો સંયોગી છે. જે તારો સ્વાભાવ નથી. અને ક્ષણિક વિકાર પણ તારો સ્વભાવ નથી. ત્રિકાળી સ્વભાવનું વેદન હો તે તારો સ્વભાવ છે. આત્મામાં અનિત્ય સ્વભાવ તો કાયમ રહે છે, પરંતુ વિકારી પર્યાય સદા રહેતી નથી, તેથી તે ખરેખર આત્માનો અનિત્ય સ્વભાવ નથી. સમયે સમયે જે જાણવાની પર્યાય થયા કરે છે, તે આત્માનો અનિત્ય સ્વભાવ છે, નવી નવી જ્ઞાનની પર્યાય સદા થતી રહે છે; તે જ આત્માનો અનિત્ય સ્વભાવ છે. અનિત્યપણું રક્ષણે ક્ષણે દરેક વસ્તુમાં અવસ્થાનું બદલવું ને નવી અવસ્થાનું ઊપજવું એ અનિત્યપણું છે. આ જાણવાની એ માટે જરૂર છે કે દરેક ચીજ સ્વતંત્ર છે, ત્રણે કાળે પરથી જુદા પણે છે, તેમ ન માને તો રાગ દ્વેષ; અજ્ઞાનને ટાળી સ્વભાવને ઓળખી શકાય નહિ. (૨) દરેક દ્રવ્ય ટકીને સમયે સમયે અવસ્થા બદલે છે તેથી અવસ્થા દષ્ટિએ અનિત્ય છે. જે અપેક્ષા નિત્યપણું અને અનિત્યપણું એટલે વસ્તુથી ટકવાપણું અને અવસ્થાથી બદલવાપણું એ બે થઈને એક સ્વરૂપ છે. જો તદ્દન એકરૂપ અખંડ હોય તો વિકારી અવસ્થા બદલાવી અવિકારી થઈ શકે નહિ. કર્તા, કર્મ કે ક્રિયા કાંઈ રહે નહિ. જો વસ્તુ અનિત્ય જ હોય તો નિત્યપણાના આધાર વગર અનિત્યપણું કહી શકાય નહિ. અનાદિઢ અનાદિ કાળથી ચાલ્યા આવેલા વ્યવહારમાં મૂઢ. અર્નિંદિત :નિર્દોષ; વખણાયેલું; ઉત્તમ; પ્રશસ્ત, ન નિંદાયેલું. અનિધન :અવિનાશી. અનિન્દ્રિય ઃઈન્દ્રિયથી પર. (૨) ઈન્દ્રિયરહિત; ઈન્દ્રિયોનો અભાવ. (૩) મન. અભિનંદવું ઃપ્રશંસવું, અભિનંદન= પ્રશંસા; ધન્યવાદ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy