SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ (3) પરમાર્થ મોક્ષમાર્ગ (૪) યોગની સાધના કરતાં આયુની પૂર્ણતાદિકારણે સાધના અધૂરી છોડી દેવી પડી એમ સાધનાથી ભ્રષ્ટપણુંચ્યુતથવાપણું થયું એમ અર્થ સમજવાનો છે. યોગ્યતા :ક્ષણિક અવસ્થા, જેને બદલી શકાય. યોગ્યતા યોગ્યતા જ વિષયનું પ્રતિ નિયામક કારણ છે. (આ કથન જ્ઞાનની યોગ્યતા(સામર્થય) ને માટે છે. પરંતુ યોગ્યતાનું કારણપણું સર્વમાં સર્વત્ર સમાન છે. (૨) સામર્થ્ય, શકિત, પાત્રતા, લાયકાત, તાકાત તે યોગ્યતાના શબ્દના અર્થ છે. (૩) ક્ષણિક અવસ્થા, જેને બદલી શકાય. યોગવંશક :સ્વરૂપ લક્ષથી ચૂકવનાર, છેતરનાર, ઠગનાર, છળનાર. યોગ–વૃત્તિઓ :મન-વચન-કાયાની કર્મરૂપ પ્રવૃત્તિઓ, ત્રણે મન-વચન-કાયાની કોઈપણ એકની પ્રવૃત્તિને યોગવૃત્તિ કહે છે. યોગસંક્રાન્તિ કાયયોગને છોડીને મનોયોગ કે વચનયોગને ગ્રહ કરવો અને તે છોડીને અન્ય યોગને ગ્રહણ કરવો તે યોગ સંક્રાન્તિ છે. એ લક્ષમાં રાખવું કે જે જીવને શુકલ ધ્યાન વર્તે છે તે જીવ નિર્વકલ્પ દશામાં જ છે, તેથી તેને આ સંક્રાન્તિની ખબર નથી; પણ તે દશામાં તેવી પલટના છે તે કેવળજ્ઞાની જાણે છે. ઉપર કહેલ સંક્રાન્તિ-પરિવર્તનને વીચાર કહેવાય છે. જયાં સુધી એ વિચાર રહે છે તે ધ્યાનને અવાચાર (અર્થાત્ પહેલું પૃથકત્વવિતર્ક) કહેવાય છે. પછી ધ્યાનમાં દૃઢતા થાય છે ત્યારે તે પરિવર્તન બંધ થઈ જાય છે. જે ધ્યાનને અવીચાર (અર્થાત્ બીજું એકત્વવિતર્ક) કહેવાય છે. યોગસ્થાન :મન, વચન અને કાયાના વ્યાપાર. યોગસ્થાનો ઃ કાયવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ઘણાનું કંપન જેમનું લક્ષણ છે એવાં જે યોગસ્થાનો તે બધાંય જીવને નથી, કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી આત્માની અનુભૂતિથી ભિન્ન છે. આત્મામાં યોગના નિમિત્તે કંપન થાય છે. મનોવર્ઘણા, વચનવર્ગણા, કાર્યવર્ગણાનું કંપન કહ્યું છે. તે નિમિત્ત તરફથી કહ્યું છે. પણ ખરી રીતે તો ૮૦૫ તેમણે યોગના નિમિત્તે આત્માના પ્રદેશનું કંપન થાય છે. પ્રદેશનું કંપન થાય તે પણ આત્માનો સ્વભાવ નથી, પણ વિકારી ભાવ છે. ઘંટીનાં બે પડ ફરે તેના પર માખી બેઠી છે એટલે પડ ફરે તેની સાથે માખી ફરતી હોય તેમ લાગે છે. ઘંટીના પડ સાથે માખી ક્ષેત્ર ફેરવતી હોય તેમ લાગે છે પણ માખી પોતાનું ક્ષેત્ર ફેરવતી નથી પણ પડ ફરે એટલે માખી ફરતી દેખાય છે. તેમ ભગવાન આત્મા હલતો નથી. મન, વચન, કાયાના યોગના પડ ફરે-કંપે, એટલે ભેગો આત્મા હલતો દેખાય છે. તેનું ક્ષેત્રાંતર થતું દેખાય છે. કંપન તે આત્માનું સ્વરૂપ નથી, મન,વચન,કાયાનું કંપન પર છે. તેમાં નિમિત્તે આત્માના પ્રદેશનું કંપન થાય છે, તે આત્માનું મૂળ સ્વરૂપ નથી, પણ પર નિમિત્તે થતો વિકાર છે. પ્રદેશનું કંપન તે આત્માનો સ્વભાવ નથી. જડના નિમિત્તે થતો વિકાર છે માટે તે જડ છે. આત્માના ઘરનો તે નથી. નિરાળો આત્માસ્વભાવ જાણવો હોય તેણે આ ભિન્નતા જામ્યા વિના સત્ન રસ્તે જઈ શકાસે નહિ. (૨) કાયવર્ગણા, વચનવર્ગણા, અને મનોવર્ગણાનું કંપન જેમનું લક્ષણ છે એવા જે યોગસ્થાનો તે બધાંય જીવને નથી. આ વાતને આપણે ત્રણ પ્રકારે વિચારીએ. પ્રથમ વાત :- આત્મામાં જે યોગનું કંપન છે તેને જીવના સ્વભાવની અપેક્ષાએ પુદ્ગલના પરિણામ કહ્યા છે. કંપન છે તો જીવની પર્યાયમાં છતાં જીવના ત્રિકાળી સ્વભાવની દષ્ટિએ તેને પુદ્ગલના પરિણામમાં ગણ્યા છે. બીજી વાત :- સમયસાર સર્વવિશુદ્ધ અધિકારની ૩૭૨મી ગાથામાં આવે છે કે દરેક દ્રવ્યના પરિણામ પોતાથી થાય છે. જેમ ઘડો માટીથી થાય છે., કુંભારથી એટલે નિમિત્તથી નહિ, તેમ જીવદ્રવ્યની કંપન કે રાગની પર્યાય જે તે સમયે સ્વતંત્ર પોતાના કારણે થાય છે, નિમિત્તના કારણે નહિ. ત્યાં અશુદ્ધ ઉપાદાનથી ઉત્પન્ન યેલી દશા પોતાની છે એમ સિદ્ધ કર્યુ છે. ત્યારે અહીં શુદ્ધ ઉપાદાનની દષ્ટિએ તે કપનના પરિણામ પુદ્ગલના છે એમ કહ્યું છે. ત્રીજી વાત ઃ- સ્વયં ભૂસ્તોત્રમાં બાહ્ય અને અત્યંતર એમ બે કારણથી કાર્ય થાય છે એમ આવે છે. કવે કાર્ય તો અત્યંતર કારણથી જ થાય છે. પરંતુ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy