SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૧ (૨ સમુદ્રમાં સ્નાન કરવું, રેતી પથ્થરના ઢગલા કરીને પૂજા કરવી, પહાડ પર ચડીને પડતું મૂકવું, આગમાં બળીને મરવું આ વગેરે પ્રકાર લોકમૂઢતાના છે. લોકમાં પ્રચલિત આ મુર્ખતાઓનો ત્યાગ કરવો એ સમ્યકત્વનો પ્રથમ ગુણ છે. દેવ મૂઢતા=રાગી-દ્વેષી દેવોની સેવા કરવી દેવમૂઢતા છે. આ દેવ વિષયક મૂર્ખતાને છોડવી તે બીજો ગુણ છે. (૩). ગુરુમૂઢતા=બાહ્ય અને અત્યંતર પરિગ્રહવાળા અગુરુઓને નમસ્કાર કરવા તે ગુરુમૂઢતા છે. આ ગુરુવિષયક મૂર્ખતાને છોડવી તે ત્રીજો ગુણ છે. ખટદષ્ટિ :યથાર્થ જ્ઞાનરહિત (૨) યર્થાથ જ્ઞાનરહિતનું નામ છે. તે શ્રદ્ધાનવાળા થવું યોગ્ય નથી. કયાં કયાં ? (૧) લોકેઃલોકમાં ઘણા માણસો વિપરીત ભાવમાં પ્રવર્તતા હોય તો પણ પોતે તેમની જેમ (દેખાદેખીથી) ને પ્રવર્તવું શાસ્ત્રાભ્યાસે કશાસ્ત્ર જેવા લાગતા, અન્ય વાદીઓએ નીપજાવેલા ગ્રંથોમાં રુચિરૂપ ન પ્રવર્તવું સમયાભાસે= સાચા મત જેવા લાગતા અન્ય મતમાં કોઇ ક્રિયા ભલી જેવી દેખીને તેમાં ભલું જાણીને ન પ્રવર્તવું. અથવા સમય એટલે પદાર્થ સરખાં લાગે તેવાં અન્ય વાદીઓએ કહેલાં કલ્પિત તત્વો તેમાં યુક્તિ જેવું જોઇને સત્યબુધ્ધિ ન કરવી. દેવતાભાસે દેવ જેવા પ્રતિભાસે એવા, અરિહંત દેવ સિવાય અન્ય દેવોમાં કાંઇક ચમત્કારિક દેખીને વનયરૂપ ન પ્રવર્તવું ચકાર વડે બીજા પણ જે ગુરુ જેવા પ્રતિભાસે એવા વિષય -કષાય વડે લપટી, વેશધારીઓ તેના પ્રત્યે વિનયરૂપ ન પ્રવર્તવું. (૩) દ્રવ્ય-ગુણ-પર્યાય વિષે જ મૂઢતારૂપ પરિણામ તે મોહ છે. (૪) મૂઢતારૂપ પરિણામ તે મોહ છે. મોહથી નિજરૂપ આચ્છાદિત હોવાથી આ આત્મા પરદ્રવ્યને સ્વદ્રવ્યપણે. પરગુણને સ્વગુણપણે અને પર પર્યાયોને સ્વપર્યાયોપણે સમજીને. -અંગીકાર કરીને અતિરૂઢ થયેલા દઢતર સંસ્કારને લઈને પર દ્રવ્યને જ હંમેશા ગ્રહણ કરે છે. શ્રેયાત્મા મિથ્યાટિ જીવ મત અને અમર્ત ગુણો :મૂર્ત ગુણોનું લક્ષણ ઇન્દ્રિયગ્રાહયપણું છે; અમૂર્ત ગુણોનું લક્ષણ તેનાથી વિપરીત છે. (અર્થાત્ અમૂર્ત ગુણો ઇન્દ્રિયોથી જણાતા નથી.) વળી મૂર્ત ગુણો પુદ્ગલ દ્રવ્યના છે, કારણ કે તે જ (પુદ્ગલ જ) એક મૂર્ત છે. અમૂર્ત ગુણો બાકીના પાંચ દ્રવ્યોના છે. કારણ કે પુદ્ગલ સિવાય બાકીના બધાંય (પાંચેય) દ્રવ્યો અમૂર્ત છે. ભૂગતુષ્ણા:જેમ ઝાંઝવામાંથી જળ પ્રાપ્ત થતું નથી તેમ ઈન્દ્રિય વિષયોમાંથી સુખ પ્રાપ્ત થતું નથી. પ્રગતુષ્ણામાંથી જળની માફક :જેમ ઝાંઝવામાંથી જળ પ્રાપ્ત થતું નથી તેમ ઈંદ્રિય વિષયોમાંથી સુખ પ્રાપ્ત થતું નથી. યુગાશી :હરિણાક્ષી; સ્ત્રી બગાચારી ગુનો આશ્રય છોડી એકાકી સ્વચ્છેદે પ્રવર્તે. જિનઆજ્ઞા લોપે એવા, વેષધારીને મૃગાચારી કહેવાય. એ પાંચની ભાવના ભાવે તે દુઃખને પામે. મૃતક કલેવર :શરીર; મુદ્દે ત્તિકાપિંડ માટીનો પિંડ, માટીનો પિંડો મૃત્યુ :દેહ ને આત્મા છૂટા પડે તેને મરણ મૃત્યુ કહેવાય છે. મત્યુ પછી કઈ ગતિ પ્રાપ્ત થાય ? :પહેલું મિથ્યાત્વ અને ચોથું અવિરત સમ્યકત્વ ગુણસ્થાન છે. જેમાં જો મરણ થાય તો જીવ ચારે ગતિમાંની કોઈ એકમાં જાય છે. બીજા આસ્વાદન ગુણસ્થાનમાં મરણ થતાં જીવ નરકગતિ સિવાયની બાકીની તિવેંચ, મનુષ્ય અને દેવ એ ત્રણમાંની કોઈ એક ગતિમાં જાય છે. સમ્યગ્દર્શન થતાં પહેલાં જીવે આયુષ્યકર્મનો બંધ કરી લીધો હોય તો જ તે ચાર ગતિમાની ગમે તે ગતિમાં જાય છે નહિ તો (ચયુર્થ ગુણ સ્થાનવત) ૨.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy