SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ અનાદિ સત્તાપ જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, અનાદિ સત્તારૂપ છે. જ્ઞાયકભાવ ધ્રુવ પોતે, પોતાથી જ હોવાપણે છે. કોઈ ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો છે, એમ નથી. તેથી અનાદિ સત્તારૂપ છે. એટલે એને (આત્માને), અનાદિથી હોવાપણું છે. એનું હોવાપણું નવું નથી. પ્રભુ સતરૂપ અનાદિ સત્તાવાળો છે, એ ભૂતકાળની અપેક્ષાથી વાત કરી. અનાદિ સંતાનરૂપે પ્રવાહરૂપે અનાદિ સ્થિત ત્રણે કાળમાં જ ગુરૂગમ કી જ આસત્ તત્ત્વ દર્શનનો માર્ગ પ્રાપ્ત થાય, એમ ત્રિકાળાબાધિત સ્થિતિ છે. અનાદિ સંસાર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભવ અને ભાવરૂપ પરાવર્તન, જીવને અનાદિથી અનાથતા :જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે. અનાથપણું :નિરાધારપણું અનાદેય ગ્રહણ કરવા યોગ્ય નથી; આદરવા યોગ્ય નથી. અનાદેય કર્મ પાપ કર્મનો ઉદય (૨) ધર્માત્માને પાંચમે ગુણઠાણે અપયશ-કીર્તિ અને અનાદેય કર્મનો બાહ્ય કદાચ યોગ દેખાય. પણ અંતરમાં વેદન નથી. અનાદેય નામર્ભ જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ન ઉપજે તેને અનાદેય નામકર્મ કહે છે. અનાદર :તિરસ્કાર; અવગણના; અનુસરણ છોડીને; પરથી હટી જવું (૨). તિરસ્કાર; ઉપેક્ષા = નિંદા; અપ્રીતિ, અપમાન; તુચ્છકાર. (૩) ત્યાગ. (૪) આદરનો અભાવ, અપ્રીતિ; તુચ્છકાર; અનાદિ કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી, પોતે પોતાનાથી જ સિદ્ધ હોવાથી, અનાદિ સત્તારૂપ છે. (૨) કોઈ કાળે ઉત્પન્ન થયું નથી. (૩) જેની આદિ ન હોય. અનાદિ મિથ્યાદષ્ટિ :મિથ્યાત્વ અને અનંતાનુબંધી ક્રોધ, માન,માયા અને લોભ. પ્રથમ જ્યારે શ્રાવક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે મિથ્યત્વ અને અનંતાનુબંધી કષાયની ચોકડીને નાશ કરે છે. અને સાદિ મિથ્યાષ્ટિની અપેક્ષાએ મિથ્યાત્વ, સમ્ય, મિથ્યાત્વ, સમ્યપ્રકૃતિમિથ્યાત્વ એ ત્રણ તથા અનંતાનુબંધી ચાર કષાયો ક્રોધ, માન, માય અને લોભ મળીને શ્રાતનો નાશ થાય છે. સમ્યગ્દર્શન ન થવામાં પહેલો મિથ્યાત્વ નામનો અંતરેગ પરિગ્રહ છે અને પહેલી ચોકડી અર્થાત્ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ ચાર છે. આ રીતે સમ્યગ્દર્શનના એ પાંચ ચોર છે. જ્યાં સુધી એનો નાશ થતો નથી ત્યાં સુધી સમ્યગ્દર્શન થતું નથી. અનાદિ વિeામ મિથ્યા ભ્રમણા-પરમાં હું પણાની જૂઠી કલ્પના, માન્યતા, જૂઠો ભાવ, શરીર હું છું, રાગ હું છું એવી જૂઠી માન્યતા, તે મિથ્યાત્વ છે, અને તે પુણ્ય-પાપના ભાવનું મૂળ છે. અનાદિકાળ :ભૂતકાળ અનાદિના અશાની જીવને સખ્યગ્દર્શન પાધ્યા પહેલાં તો એકલો વિકલ્પ જ હોય નઃઉત્તર : ના, એકલો વિકલ્પ નથી, સ્વભાવ તરફ ઢળી રહેલ જીવને વિકલ્પ હોવા છતાં તે જ વખતે આત્મ સ્વભાવના મહિમાનું લક્ષ પણ કામ કરે છે, ને તે લક્ષના જોરે જ તે જીવ આત્મા તરફ આગળ વધે છે; કાંઈ વિકલ્પના જોરથી આગળ નથી વધાતું.. રાગ તરફનું જોર તૂટવા માંડ્યું ને સ્વભાવ તરફનું જોર વધવા માંડયું, ત્યાં (સવિકલ્પ દશા હોય છતાં) એકલો કામ જ કામ નથી કરતો, પણ રાગના અવલંબન વગરનો, સ્વભાવ તરફના જોરવાળો એક ભાવ પણ ત્યાં કામ કરે છે. અને તેના જોરે આગળ વધતો, પુરુષાર્થનો કોઇ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ આનંદના વેદન સહિત સમ્યગ્દર્શન પામી જાય છે. અનાદિનાં કર્મો અભાન વડે બાંધેલા કર્મો ભાન વડે તૂટી જાય છે. કર્મો કાંઈ અનાદિના હોતાં નથી, પણ અનાદિનો અર્થ એવો છે કે કર્મો પ્રવાહિ અનાદિનાં છે. જેમ એક પૂણીમાંથી બીજી પૂણી સંધાય, તેમાં પૂણી તો બીજી પૂણી હોય છે પણ એક પછી એક પૂણી ક્રમસર સંધાયા કરે છે. જેમ કર્મો તો નવાં નવાં-બીજાં બીજાં બંધાય, જૂનાં ટળી ને નવાં બંધાય,માટે તે કર્મો અનાદિનાં નથી પણ તે પ્રવાહ પ્રમાણે અનાદિનાં છે, એક ને એક કર્મો
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy