SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અહા ! બસ ગંધ માટે, ને શ્રમથી પરસેવો થઈ ગંધ માટે તે અશાતાના ઉદયને લીધે હોય છે. પણ એ પરસેવો ભગવાનને હોય નહિ; કેમ કે ભગવાનને તે અશાતાનો ઉદય નથી. અહો ! ભગવાન તો અનંત અનંત આનંદ અને અનંત બળમાં બિરાજે છે; તેમને પરસેવો કેમ ? જુઓ, અહીં અરિહંતદેવના સ્વરૂપનું કથન ચાલે છે. જેને નિજ આત્માનું શ્રદ્ધાન-સમ્યગ્દર્શન હોય તેને વ્યવહારે આવા નિર્દોષ દેવની જ માન્યતા હોય છે એમ અહીં કહેવું છે. (૧૨) ખેદ ઃ- અનિષ્ટની પ્રાપ્તિ (અર્થાત્ કોઈ વસ્તુ અનિષ્ટ લાગવી) તે ખેદ છે. આ જગતમાં કાંઈ અનિષ્ટ જ નથી. (અને પરમવીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરને કાંઈ અનિષ્ટ ભાસતું જ નથી.) તેથી ભગવાનને ખેદ હોતો નથી. રોગ થવો, શત્રુ હોવો, સર્પ કે વીંછી કરડવો ઈત્યાદિને અજ્ઞાની જીવ અનિષ્ટ માને છે. પણ ભગવાન કેવળીને તો લોકમાં કાંઈ અનિષ્ટ જ નથી, અને તેથી ખેદ નથી. (૧૩) મદ :- સર્વ જનતા (જનસમાજના) કર્ણમા અમૃત રેડતા સહજ ચતુર કવિત્વને લીધે ... આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે. અહા ! ભગવાનની દિવ્યવાણી ને કવિત્વ શક્તિનું શું જોવું ? જેમને એવી સહજ ચતુર કવિત્વશક્તિ હોય છે કે લાખો-ક્રોડો જીવોની સભા તે સાંભળીને જાણે અમૃત પીતા હોય તેમ બધા ડોલી-નાચી ઊઠે. અહા ! ભગવાન તો સર્વ વિદ્યાના પરગામી હોય છે, પણ એમને એવી કવિત્વશક્તિનું અભિમાન હોતું નથી. ભગવાન મદરહિત જ હોય છે. જેવી રીતે સહજ (સુંદર) શરીરને લીધે. આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે. ઓહો ! ભગવાનના શરીરના દરેક અવયવ કોમળ, સુંદર નમણાઈવાળા હોય છે. ત્રણ લોકમાં કોઈનેય ન હોય એવો ભગવાનને (તીર્થંકરને) સુંદર દેહ હોય છે. ઈન્દ્ર પણ તે દેખીને ચકિત થઈ જાય છે. જેમના જન્મકાળે બે આંખોથી જોઈને સંતોષ ન થાય એટલે ઈન્દ્ર હજાર નેત્ર કરીને જુએ છે. અહા ! એવું અદભૂત અલૌકિક ભગવાનના દેહનું રૂપ હોય છે. છતાં ભગવાનને શરીરનો મદ હોતો નથી. કેમ ? કેમ કે શરીર ક્યાં એમનું પોતાનું છે ? એ તો જડ ૩૬ માટી-ધૂળનું છે. અહા ! ભગવાન તો જનમથી જ સમ્યગ્દર્શન અને ત્રણ જ્ઞાન લઈને જન્મે છે, અને આ શરીર મને છે એવો મદ તો પહેલેથી જ – સમકિત થયું ત્યારથી જ નથી. તો પછી પૂર્ણ દશા થતાં આ સુંદર શરીર હું છું એવો મદ ક્યાંથી હોય ? અહીં કહે છે ભગવાનને સહજ સુંદર શરીર હોવા છતાં મદ હોતો નથી. હવે સમકિતીને પણ શરીરમદ ન હોય તો સર્વજ્ઞ ભગવાનને કેમ હોય ? હોતો જ નથી. વળી, સહજ (ઉત્તમ) કુળને લીધે... આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે. ભગવાનને સ્વાભાવિક ઉત્તમ કુળમાં જન્મ હોય છે, છતાં તેનું તેમને અભિમાન ન હોય કે મારા પિતા આવા રાજા હતા અને એના અમે પુત્ર છીએ. શ્રીમંતને-લક્ષ્મીવંતને ઘરે અમારા અવતાર છે એમ કુળનું-ધૂળનું અભિમાન ભગવાનને હોતું નથી. અરે ! સમ્યગ્દષ્ટિને કુળમદ હોતો નથી તો પછી ભગવાનને તો ક્યાંથી હોય ? ન હોય, કેમ કે આત્માને કુળ કેવું ? ભગવાન આત્મા તો નિર્લેપ, નિરાળો ચિદાનંદ પ્રભુ છે. જેમાં રાગ પણ નથી ત્યાં વળી શરીરને કુળ કેવું ? માટે કેવળી ભગવાનને કુળનું અભિમાન હોતું નથી. તેવી રીતે. સહજ બળને લીધે... આત્મામાં જે અહંકારની ઉત્પત્તિ તે મદ છે. અહા ! મોટાં ચક્રવર્તીનાં પદ કે મહાન ઈશ્વરતાનાં પદ પ્રાપ્ત થયાં હોય છતાં ભગવાનને તેનાં અભિમાન હોતાં નથી-અજ્ઞાની તો કોઈ સંસ્થાનો મંત્રી પ્રમુખ હોય ત્યાં તો અંહકારમાં ચઢી જાય. જ્યારે ત્રણ લોકના ઈશ્વર-સ્વામી ભગવાન હોવા છતાં તેમને ઐશ્વર્યનો મદ હોતો નથી. ગજબની વાત છે ને? (૧૪) તિ :- મનોજ્ઞ (મનપસંદ) વસ્તુઓમાં પરમ પ્રીતિ તે જ રતિ છે. પણ ભગવાનને કાંઈ મનોજ્ઞ છે જ નહિ; અને તેથી રતિ નથી. (૧૫) વિસ્મય :- પરમ સમરસી ભાવની ભાવના રહિત જીવોને (પરમ સમતાભાવના અનુભવ રહિત જીવોને) ક્યારેક પૂર્વે નહિ જોયેલું જોવાને લીધે થતો ભાવ તે વિસ્મય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy