SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ વળી જે વાસના ઉત્પન્ન થાય છે તે છે તો જીવની પર્યાય પરંતુ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં તે નથી તથા સ્વભાવની દૃષ્ટિ કરતાં તે પરિણામ જીવમાંથી નીકળી જાય છે તેથી તે વાસનાના પરિણામને અહીં પુદ્ગલના પરિણામ કહ્યા છે. બીજી રીતે કહીએ તો વેદનો ભાવ જે વિકારની વાસના થાય છે તેનું અશુદ્ધ ઉપાદાન-કારણ તો પોતે જ છે, તથા જડ વેદનો ઉદય તેમાં નિમિત્ત છે અહીં ઉપાદાન કારણની સાથે ઔપચારિક કારણ જે નિમિત્ત છે તેને ભેળવીને પ્રમાણજ્ઞાન કરાવ્યું છે. પરંતુ તેથી કરીને પર નિમિત્તથી વિકારની વાસના થાય છે એમ ન સમજવું. પોતાની પર્યાયમાં વિકાર પોતાથી થાય છે. જે પરકારકની અપેક્ષા રાખતો નથી. (જુઓ પંચાસ્તિકાય. ગાથા કર.) પ્રશ્ન :- જો વિકાર પરથી ન થાય અને પોતાથી થાય તો તે સ્વભાવ થઈ જશે ? ઉત્તર ઃ- વિકારપણે થવાનો પર્યાયનો સ્વભાવ છે. પોતાથી પર્યાય થાય છે. માટે તે સ્વભાવ છે. વિકાર પણ તે સમયનું સત્ છે કે નહીં ? (હા, છે) તો નિશ્ચયથી સત્ન કોઈ હેતુ હોઈ શકે નહિ. ઉત્પાદ, વ્યય, ધ્રુવ, ત્રણેય સત્ છે. ભલે ઉત્પાદ કે વ્યય વિકારરૂપ હો, પણ તે સત્કે અને સત્ અહેતુક હોય છે. જે કાળનું તે સ્વતંત્ર સત્ છે તો તેમાં અસત્ની (તેનાથી અન્યની) અપેક્ષા કેમ હોય ? પરંતુ અહિંયા તો તે સત્ને ત્રિકાળી સત્ની અપેક્ષા પણ નથી. વિકારી પર્યાય પોતાની અપેક્ષાએ વર્તમાન સત્ હોવા છતાં, તેને અપેક્ષાએ પુદ્ગલના પિરણામ કહ્યાં છે. વિકારી પર્યાય વર્તમાન સત્ત્નું સત્ત્વ છે તે અપેક્ષાએ જોઈએ તો વિકારી વેદના પરિણામ પોતાથી થાય છે. જે વેદકર્મના ઉદયથી આત્મામાં થયા છે એમ બીલકુલ નથી. (૬) કષાય ક્રોધ, માન, માયા, લોભના પરિણામ શુભ કે અશુભભાવ તે બધ કષાય છે. જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ પણ પુદ્ગલના પરિણામ છે. ભગવાન આત્મા તો અકષાયરૂપ વીતરાગમૂર્તિ પ્રભુ છે. જેમાં તે પરિણામકષાયના પરિણામ નથી. જો કે કષાયના પરિણામ જીવની પર્યાયમાં છે અને તે ૫૪ નિશ્ચયથી પોતાથી થયા છે., પરકારકથી નહિ. પણ સ્વભાવની દૃષ્ટિએ જોતાં તે કષાયના પરિણામ સ્વભાવભૂત નથી અને પર્યાયમાંથી નીકળી જાય છે માટે તેમને પુદ્ગલના પરિણામ કહ્યા છે, જો કષાયની ઉત્પત્તિ બે કારણથી કહીએ તો નિમિત્ત કારણને ભેળવીને ઉપચારથી કહી શકાય. પરંતુ નિમિત્તકારણ તે ખરું કારણ નથી. અહીં તો સિદ્ધાંત શું છે તે વાતનો નિર્ણય કરાવે છે. સિદ્ધાંત એમ છે કે-જે દ્રવ્યને જે પર્યાય જે કાળે ઉત્પન્ન થવાની છે તે દ્રવન્યને તે પર્યાય તે કાળે પોતાના કારણે થાય છે, પરથી કે નિમિત્તથી થતી નથી. આવી સ્પષ્ટ વાત છે. (૭) જ્ઞાન મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન,કેવળજ્ઞાન અને કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને વિભંગજ્ઞાન આદિ જ્ઞાનના ભેદોતે જીવને નથી કેમ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે. અહાહા....! ગજબવાત છે.! ચૈતન્ય સ્વભાવી શુદ્ધ જીવવસ્તુ ત્રિકાળ એકરૂપ અભેદ છે. જેમાં જ્ઞાનમાર્ગણાનો જ્ઞાનના ભેદોનો અભાવ છે. અભેદ સ્વભાવમાં ભેદનો અભાવ છે એમ કહેવું છે. પાંચ જ્ઞાન અને અજ્ઞાનના ત્રણ ભેદો તે બધાય જ્ઞાનના ભેદો અભેદ ચૈતન્ય સ્વરૂપમાં નથી. ભેદ છે તે ખરેખર વ્યવહાર છે. અને તેથી તે ત્રિકાળી સ્વભાવમાં નિશ્ચય સ્વરૂપમાં નથી એમ હિ કહેવું છે. પર્યાયમાં જે જ્ઞાનના ભેદો છે તે અશુદ્ધ નિશ્ચયથી જીવના છે પરંતુ શુદ્ધ નિશ્ચયથી જોઈએ તો તે જ્ઞાનનાં ભેદસ્થાનો શુદ્ધ જીવવસ્તુમાં નથી. જ્ઞાનના ભેદ પાડવા તે પુદ્ગલના પરિણામ છે. ભગવાન આત્મા અભેદ એકરૂપ ચૈતન્યવસ્તુ છે. જેમાં જ્ઞાનના ભેદોનું લક્ષ કરતાં રાગ જ ઉત્પન્ન થાય છે અને રાગ છે તે પુદ્ગલદ્રવ્યના પરિણામ છે. નિયમસાર શુદ્ધભાવ અધિકાર ગાથા ૪૨માં આ જ્ઞાનના ભેદો જે માર્ગણાસ્થાનો છે તેનો વિકલ્પલક્ષણાનિ કહ્યા છે. ભેદનું સ્વરૂપ જ વિકલ્પલક્ષણ છે. ગતિ, ઈન્દ્રિય, આદિ ભેદ સ્વરૂપ જે ચૌદ માર્ગણા સ્થાનો છે તે બધાંય જીવને નથી. જીવ કહો કે શુદ્ધભાવ કહો બન્ને એક જ નિયમસારમાં ત્રિકાળ શુદ્ધ ભાવને જીવ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy